કોરોના વાયરસને હરાવનાર દિલ્હીના આ દર્દીની વાંચો કહાની, અને ભગાડો તમારો ડર

કોરોના વાયરસના પહેલા દર્દી ભારતમાં રોહિત

વર્તમાન સમયમાં જ્યાં આખી દુનિયામાં કોરોના વાયરસના લીધે ચારે બાજુ હાહાકાર મચાવ્યો છે. તેવા સમયે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત પહેલા દર્દી રોહિત દત્તા હવે કોરોના વાયરસથી મુક્ત છે. એટલે હવે જે પણ દર્દીઓ કોરોના વાયરસથી પીડાઈ રહ્યા તેઓ માટે ઘણી રાહતના સમાચાર આપનાર સાબિત થયા છે. દિલ્લીમાં કોરોના વાયરસના શિકાર બન્યા પછી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયેલા રોહિત દત્તા (ઉ.વ. ૪૫) પોતાનો અનુભવ જણાવી રહ્યા છે. રોહિત દત્તા જણાવે છે કે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમના શરીરમાંથી કોરોના વાયરસનું સંક્રમણ પણ દુર થઈ ગયું છે. તેઓ એમ પણ કહે છે કે લોકોએ કોરોના વાયરસથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. ફક્ત થોડી સાવચેતી, પોતાના સ્વાસ્થ્યનું અને સફાઈનું પુરતું ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

image source

રોહિત દત્તા પોતાની સારવારના અનુભવ વિષે જણાવતા કહે છે કે, આઈસોલેશન વોર્ડ કોઈ પ્રાઈવેટ વોર્ડના વીઆઈપી રૂમ કરતા પણ વધારે સારો હોય છે. આઈસોલેશન વોર્ડમાં તેમને સાદું અને સારું ભોજન આપવામાં આવતું હતું. ઉપરાંત રોહિત દત્તા પોતાના ઘરના વ્યક્તિઓ સાથે વાત પણ કરતા હતા. તેઓએ નેટ ફ્લિક્સ પર બે ફિલ્મ્સની પણ મજા માણી. ઉપરાંત ચાણક્યની બુક પણ વાંચી હતી. રોહિત દત્તા નિયમિત રીતે ન્યુઝ ફોલો કરી રહ્યા હતા અને સોશિયલ મીડિયા પર જોઇને માહિતી મેળવી રહ્યા હતા કે દુનિયામાં શું ચાલી રહ્યું છે?

કોરોના વાયરસથી સ્વસ્થ થવું શક્ય છે, જેનું હું પોતે ઉદાહરણ છું…

રોહિત દત્તા જણાવે છે કે, હોળીનો દિવસ તેઓના માટે થોડો ઉદાસી ભર્યો હતો કેમકે પહેલીવાર તેઓ ફેમિલીથી દુર એકલા હોસ્પીટલમાં હતા. આમ તો, બધા સાથે વાતચીત થતી જ હતી તેમ છતાં કઈક એકલા જેવું લાગ્યા કરતું હતું. ત્યારે કઈક એવું થયું કે તેમની બધી ચિંતાઓ દુર થઈ ગઈ.

image source

વધુમાં જણાવતા રોહિત દત્તા કહે છે કે હોસ્પીટલમાં તેઓ પરિવારને ખુબ જ યાદ કરતા હતા અને તેમના વિષે જ વિચારી રહ્યા હતા. પણ તેઓ એ પણ પ્રાર્થના કરી રહ્યા હતા કે આ હોળીના દહનની સાથે સાથે કોરોના વાયરસનું પણ દહન થઈ જાય. આવા સમયે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધનનો મારા માટે વિડીયો કોલ આવ્યો.

આ જોઇને રોહિત દત્તાને ખુબ નવાઈ લાગી અને એક સુખદ અનુભવ પણ થયો. તેઓ જણાવે છે કે હેલ્થ મીનીસ્ટરએ તેમને હોળીની શુભકામનાઓ આપવા માટે વિડીયો કોલ કર્યો હતો. આ સાથે જ રોહિત દત્તાની સ્થિતી વિષે પૂછવામાં આવ્યું અને હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા અને ઉપચાર વિષે તેમનો ફીડબેક પણ લેવામાં આવ્યો અને તેમણે મારો ઉત્સાહ વધારતા કહ્યું કે તેઓ જલ્દી જ ઘરે જઈ શકશે. ઉપરાંત હેલ્થ મીનીસ્ટરએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન પણ આપના સ્વાસ્થ્ય વિષે જાણવા ઈચ્છે છે અને જલ્દી જ સ્વસ્થ થવા માટે શુભકામનાઓ પાઠવી છે. આ બધું સાંભળીને રોહિત દત્તાને ખરેખરમાં ઘણું સારું લાગ્યું. રોહિત દત્તા કહે છે કે આ સમયે આખા દેશની નજર મારા પર જ હતી.

image source

ડોક્ટર્સ દ્વારા રોહિત દત્તાને આવનાર બે અઠવાડિયા સુધી ઘરે જ રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે. જો કે, હવે તેઓ કોરોના વાયરસથી પૂરી રીતે સ્વસ્થ થઈ ગયા છે. રોહિત આગળ કહે છે કે, સૌપ્રથમ તેઓએ જગ્યાએ જશે, જ્યાં તેમના પરિવારના સભ્યોએ અને મિત્રોએ તેમના સ્વસ્થ થવા માટે માનતા રાખી હતી. ત્યાર પછી હું ઓફીસ જવાનું શરુ કરીશ. તેઓ કહે છે કે, હું દિલ્લીના લોકોને કહેવા ઈચ્છું છું કે ગભરાવાની બિલકુલ જરૂર નથી અને ઘરમાં પુરાઈ બેસશો નહી. બહાર નીકળો, પણ સાથે સાવચેતી જરૂર રાખો. જો કોરોના વાયરસના લક્ષણો જોવા મળે તો તરત જ હોસ્પિટલ જઈને ચેકઅપ કરાવો. તેઓ કહે છે કે, અફવાઓ પર બિલકુલ ધ્યાન આપવું નહી. આ સાથે જ રોહિત દત્તા કહે છે કે, આપ ઘરમાં છુપાઈને બેઠા છો તો આપના અને આપની ફેમીલી માટે ખોટું કરી રહ્યા છો. કોરોના વાયરસ એક એવી બીમારી છે જેમાં આપને યોગ્ય દવાઓ અને ડોક્ટર્સના યોગ્ય સુપરવિઝન મળવાથી આપ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પાછા જઈ શકો છો. કોરોના વાયરસ જડમૂળથી મટી શકે છે, હું તેનું હાલતું ચાલતું ઉદાહરણ છું.

સેમ્પલ આપવામાં પીડા નથી થતી.

image source

રોહિત દત્તા જણાવે છે કે આરએમએલ હોસ્પીટલમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના ચેકઅપ માટે સરકાર દ્વારા ઘણી સારી વ્યવસ્થા કરવામાં આવી છે. એક ચેક ઈન કાઉંટર બનાવાયું છે. જ્યાં આપને એક ફોર્મ ભરવાનું રહે છે. ત્યાર પછી ચેકઅપ માટે આપને ડોક્ટરની પાસે મોકલવામાં આવે છે. સેમ્પલ આપી દીધા પછી ખબર પડે છે કે આપને કોરોના વાયરસ થયો છે કે નહી. રોહિતનું કહેવું છે કે કેટલીક વ્યક્તિઓ એવી અફવાઓ ફેલાવી રહ્યા છે કે કોરોના વાયરસની તપાસ માટે બ્લડ સેમ્પલ આપવું પડે છે, પણ આવું કઈજ નથી. સેમ્પલ માટે ફક્ત નાક અને ગળાનો સ્વેબ આપવાનો રહે છે. આ સ્વેબ ડોક્ટર્સ એટલી સારી રીતે લે છે કે ક્યારે સ્વેબ લઈ લેવામાં આવ્યો તેની ખબર જ નથી પડતી.

ડોક્ટર્સએ કહ્યું કે, આપને કશું નથી થયું.

image source

રોહિત દત્તાના રીપોર્ટમાં પોઝેટીવ લક્ષણ જોવા મળ્યા હતા, આથી ડોક્ટર્સ તેઓને હોસ્પીટલમાં જ રોકાઈ જવાની સલાહ આપી હતી. ત્યાર પછી રોહિતને એક વોર્ડમાં મોકલવામાં આવ્યા, જે એકદમ ચોખ્ખો અને વ્યવસ્થિત હતો. એક દિવસ ત્યાં રોકાયા પછી ૧ માર્ચના રોજ રોહિતનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. ત્યાર પછી રોહિતને તાત્કાલિક ઉપચાર માટે એમ્બ્યુલન્સ દ્વારા સફદરજંગ હોસ્પીટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. પરંતુ સફદરજંગ હોસ્પીટલના ડોક્ટર્સએ પહેલા જ દિવસે એવું કહીને રાહત આપી કે આપને કઇજ થયું નથી. એક સામાન્ય શરદી-ખાંસી અને તાવ છે. પણ તેને મટવામાં થોડો સમય લાગશે અને આ અન્ય લોકોમાં ના ફેલાઈ જાય તે માટે આપને અહિયાં રહેવું પડશે. આપે ગભરાવાની કોઈ જરૂરિયાત નથી. આપના પરિવારના સભ્યો, દીકરો અને તેની શાળામાં ભણતા બીજા બાળકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાથી તેઓને ઘણી રાહત મળી.

આભાર માનતા થાકતા નથી.

image source

રોહિત દત્તા જણાવે છે કે, સફદરજંગ હોસ્પીટલમાં કોરોના વાયરસના દર્દીઓના ઉપચાર માટે સરકાર દ્વારા સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ હોસ્પીટલમાં સારી રીતે સંભાળ રાખવામાં આવે છે. વધુમાં જણાવતા રોહિત કહે છે કે, બે વ્યક્તિઓનો આભાર હું ક્યારેય નહી ભૂલું. એક મારા નર્સ અને બીજા મારા સફાઈ કર્મચારી. તેઓનામાં જરાક પણ ભય ના હોતો. હું જયારે પણ તેઓનો આભાર વ્યક્ત કરતો ત્યારે તેઓ મને એમ કહેતા હતા કે, તેમણે પોતાનું પ્રોફેશન જાતે પસંદ કર્યું છે અને આ મારું કામ છે. એટલા માટે આપે અમારો માનવાની કોઈ જરૂરિયાત નથી. તેમની અંદર પોતાના કામને લઈને જવાબદારી અને ગર્વનો અનુભવ થયો હતો. આ જોઇને રોહિત દત્તાનું પણ મનોબળ વધાર્યું.

સંપૂર્ણ સાફ-સફાઈ, કોઈ ખર્ચ નહી.

રોહિત આગળ જણાવતા કહે છે કે, દિવસમાં બે થી ત્રણ વાર ડોક્ટર તેમની વિઝીટ માટે આવતા હતા. બે વાર બેડની ચાદર બદલવામાં આવતી હતી. તેમના કપડા પણ બદલાવવામાં આવતા હતા. વધુમાં જણાવતા રોહિત કહે છે કે તેઓનો વોર્ડ એકદમ ચોખ્ખો રાખવામાં આવતો હતો. સારવાર પણ મફતમાં આપવામાં આવી છે.

લોકોમાં ડર અને ભ્રમ વધારે છે.

image source

કોરોના વાયરસની સાથે સાથે લોકોમાં આઈસોલેશન વોર્ડને લઈને ખુબ ભય જોવા મળે છે. લોકોને એવું લાગે છે કે, તેમને કોઈ જેલમાં પૂરી દેવામાં આવશે. આમ તો ખરેખર, આવું કઈજ ત્યાં હોતું નથી. રોહિત દત્તાના અનુભવ મુજબ, આઈસોલેશન વોર્ડમાં ખાસ કોઈ મુશ્કેલી થઈ નહી કેમકે, તેઓને ફોન વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. રોહિત ગમે ત્યારે કોઈની પણ સાથે વાત કરી શકતા હતા. આ સિવાય ન્યુઝ પેપર, બુક્સ પણ તેઓ વાચી શકતા હતા. હા બસ, ફક્ત તેઓની વોર્ડની બહાર જવાની અનુમતી હતી નહી. પણ વોર્ડમાં એક મોટી બારી આવેલ હતી. જેમાંથી બહારના દશ્યો જોઈ શકાતા હતા.

ફિલ્મ્સ જોઈ, ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો.

image source

હોસ્પીટલમાં ૧૪ દિવસ રહેવા દમિયાન રોહિતે મોબાઈલ ફોન પર બે ફિલ્મ્સ જોઈ હતી. ચાણક્ય નીતિનું પુસ્તક વાચ્યું. ઈન્ટરનેટ દ્વારા જાણકારી મેળવતા કે, દુનિયામાં શું ચાલી રહ્યું છે. રોહિતને સવારે નાસ્તામાં ચા-દૂધ, બ્રેડ અને પૌવા આપવામાં આવતા. સાંજના સમયે ચા સાથે નાસ્તામાં બિસ્કીટ આપવામાં આવતા હતા. ઉપરાંત ઘર જેવું જ સ્વચ્છ અને સાદું ભોજન પણ આપવામાં આવતું હતું. આ ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલી અને સાથે દહીં પણ આપવામાં આવતું વોર્ડની બહાર જવાની મનાઈ હોવાથી તેઓ વધારે ફીજીકલી એક્ટીવ રહી શકાતા નહી. આથી તેઓને ગેસ થાય એવું પણ ભોજન ના આપવામાં આવે તેનું પણ ખાસ ખ્યાલ રાખવામાં આવતું હતું.

વધારે દવાઓ પણ નથી લેવી પડતી.

રોહિત દત્તાએ આ વાતની સ્પષ્ટતા કરતા કહ્યું કે કોરોના વાયરસના દર્દીઓને વધારે દવાઓ લેવાની હોતી નથી. પરંતુ જો કોઈને કોરોના વાયરસની સાથે અન્ય કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હોય તો તે બીમારીની દવા લેવાની જરૂરિયાત રહે છે. રોહિત જણાવે છે કે તેઓ વિડીયો કોલથી દિવસમાં બે થી ત્રણવાર પોતાના માં, પત્ની અને દીકરાઓ સાથે વિડીયો કોલથી વાતચીત કરતા હતા. રોહિતના મિત્રો પણ સતત મેસેજ મોક્લીને તેઓનો ઉત્સાહ વધારતા હતા. સ્વસ્થ રહેવા માટે રોહિત રૂમમાં જ ઘણું ચાલતા હતા. ઉપરાંત દિવસમાં સવારે અને સાંજે ૧૫ થી ૨૦ મિનીટ સુધી પ્રાણાયમ અને અનુલોમ-વિલોમ પણ કરતા હતા. રોહિત કહે છે કે, આ વાતનો તેને ઘણો ફાયદો થયો હતો. રોહિતનું કહેવું છે કે, લોકો આઈસોલેશન વોર્ડને કોઈ જેલ કે કેદના રૂપમાં જોવે નહી. આ કોઈ જેલ નથી. હોસ્પીટલમાં બધા જ દર્દીઓને સરકાર દ્વારા સારી સુવિધા પૂરી પાડવામાં આવે છે, એટેચ્ડ ટોયલેટ-બાથરૂમ વાળો રૂમ પણ આપવામાં આવે છે અને દર્દીઓનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે.

બીઝનેસ માટે ગયા હતા ઇટાલી.

image source

રોહિત દત્તાના જણાવ્યા મુજબ, આગ્રામાં તેઓના સાળા રહે છે જેઓ લેધરનો બીઝનેસ કરે છે. તેઓ પોતે દિલ્લીમાં ટેક્સટાઈલનો બીઝનેસ ધરાવે છે. એ દિવસોમાં ઇટાલીમાં વિશ્વનો સૌથી મોટો લેધર ફેર લગાવામાં આવ્યો હતો. તેમાં ભાગ લેવા માટે રોહિત પોતાના સાળા સાથે ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ ઇટાલી ગયા હતા. ત્યાંથી પછી તેઓ બન્ને વિયેના પણ ગયા હતા. ત્યાર પછી ૨૪ તારીખની રાતની ફ્લાઈટમાં બેસીને બીજા દિવસે એટલે કે ૨૫ ફેબ્રુઆરીના રોજ તેઓ પાછા ભારત ફર્યા હતા.

તાવથી શરુઆત થઈ હતી.

રોહિત જણાવે છે કે તે રાતે તેઓને થોડો તાવ હતો એટલે તેમણે તરત જ ડોક્ટર પાસે જઈને દવા લઈ લીધી. આ દવાથી તેઓ સ્વસ્થ થઈ ગયા. તા.૨૨ ફેબ્રુઆરી સુધી કોઈને જ ખબર ના હતી કે ઇટાલી પણ કોરોના વાયરસનો શિકાર બની ગયું છે. તેમને બિલકુલ અંદાજ ના હતો કે આગળ હવે શું થવાનું બાકી છે.

image source

૨૮ ફેબ્રુઆરીના રોજ તેમના દીકરાનો જન્મદિવસ હતો. એટલે તેઓ પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો એમ ૧૧ વ્યક્તિઓ સહિત હયાત રેજન્સી હોટેલમાં બર્થ ડે પાર્ટી મનાવવા ગયા હતા. ત્યાં સુધી તેમને કોઈ તાવ હતો નહી. પણ પાર્ટી માંથી આવ્યા પછી અચાનક ફરીથી તાવ આવી ગયો. આ દરમિયાન મીડિયામાં એવા એહવાલો આવી ગયા કે અન્ય દેશોમાં પણ કોરોના વાયરસ ફેલાવા લાગ્યો છે. અને કોરોના વાયરસના લક્ષણો વિષે જાણકારી આપવા લાગ્યા હતા. મીડિયા રીપોર્ટમાં કોરોના વાયરસના લક્ષણો જોતા અને પોતાની સ્થિતી જોતા જ તેઓ પોતાના ડોક્ટર પાસે ગયા. ત્યારે ડોકટરે રોહિતની સ્થિતી જોતા રોહિતને પરિવારના સભ્યોથી દુર રહેવાનું જણાવ્યું. પછી બીજા દિવસે રોહિત આરએમએલ હોસ્પીટલમાં ગયા અને રોહિતનું સેમ્પલ લેવામાં આવ્યું. ઉપરાંત ડોકટરે તેમને દાખલ થઈ જવાની સલાહ આપી. ૧ માર્ચ, ૨૦૨૦ના રોજ રોહિત દત્તાનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો અને તેઓ દિલ્લીના પ્રથમ કોરોના વાયરસના દર્દી બની ગયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ