રોગચાળાનો કહેરઃ કોરોના બાદ રાજ્યમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું

રાજ્યમાં હાલમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. રોજના 40થી ઓછા કેસ સામે આવી રહ્યા છે. તો છેલ્લા થોડા દિવસથી કોરોનાથી મોતના પણ સચાચાર નથી. જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જો કે ચોમાસુ શરૂ થતા રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. અમદાવાદ અને સુરત ખાતે મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. પાણીજન્ય રોગના દર્દીઓ વધતા હોસ્પિટલોમાં ટ્રાફિક જોવા મળી રહી છે.

image soucre

સૌ પ્રથમ વાત કરીએ અમદાવાદની તો શહેરમાં પણ રોગચાળાએ માથુ ઉચકયું છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દર્દીઓનો સારવાર માટે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, એક અઠવાડિયામાં જ તાવ, શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા છે. જ્યારે ઠંડી ચડીને તાવ આવવાના 256 કેસ સામે સામે આવ્યા છે. નોંધનિય છે કે, સોલા સિવિલ હોસ્પિટલમાં 10 કેસ મેલેરિયાના પોઝિટિવ આવ્યા છે. જેથી તંત્ર પણ એલર્ટ બન્યું છે.

image source

તમને જણાવી દઈએ કે મેલેરિયા ઉપરાંત ચિકનગુનિયાના લક્ષણો સાથે 11 દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલૉ ખાતે સારવાર માટે એડમિટ થયા છે. આ ઉપરાંત ડેન્ગ્યુના 18 દર્દીઓ સોલા ખાતે સારવાર લઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, પહેલા ડેન્ગ્યુના લક્ષણો સાથે 109 દર્દીઓ હોસ્પિટલે પહોંચ્યા હતા, જેમાંથી 18 દર્દીઓનો ડેન્ગ્યું પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત કમળાના 56 કેસ સામે આવ્યા છે, તો બીજી તરફ ઝાડા ઉલટીના પણ 76 કેસો નોંધાયા છે. જ્યારે 105 જેટલા દર્દીઓ ટાઈફોઈડના લક્ષણો જોવા મળ્યા છે જેથી સારવાર કરવામાં આવી છે.

image socure

અમદાવાદ બાદ વાત કરીએ ડાયમંડ નગરી સુરતની તો ત્યાં પણ મચ્છરજન્ય રોગોએ માથુ ઉચક્યું છે. સુરત ખાતે ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ સહિત વાયરલ ફીવરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે આ કેસોની સંખ્યા ખૂબ ઓછી હોવાનું પાલિકા જણાવી રહી છે. સુરતમાં પાણીજન્ય રોગોના કેસો વધતા તંત્ર હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક પગલા લેવામાં આવી રહ્યા છે.

image socure

તમને જણાવી દઈએ કે, સુરતમાં 1500 જેટલાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની મદદથી શહેરમાં મચ્છરોના બ્રિડિંગ શોધી નાશ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. નોંધનિય છે કે, ગયા વર્ષે મેલેરિયાના 750 જેટલા કેસો નોંધાયા હતાં. જેની સરખામણીએ આ વર્ષે માત્ર 185 કેસ નોંધાયા છે. જે તંત્ર માટે થોડી રાહતની વાત છે. તો બીજી તરફ ગત વર્ષે ડેન્ગ્યુના 570 કેસો નોંધાયા હતાં. જે આ વર્ષે 350 જેટલાં જ સામે આવ્યાં છે. નોંધનિય છે કે, ગયા વર્ષે કમળાના 77 કેસો નોંધાયા હતાં. જેની સરખામણીએ આ વર્ષે 40 કેસો જ સામે આવ્યાં છે. નોંધનિય છે કે, પાણીજન્ય રોગોને શોધી કાઢવા માટે જે-તે વિસ્તારમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યાં હતાં. તમને જણાવી દઈએ કે, પાણીમાં બેક્ટેરિકલ અને કેમિકલની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરત શહેરના અર્બન હેલ્થ સેન્ટરો, સરકારી હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકમાં નોંધાતા તાવના કેસોને પણ નોટિફાય કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત જે વિસ્તારમાં તાવના કેસો નોંધાઈ રહ્યાં છે ત્યાં તાત્કાલિક પાલિકાની ટીમ મોકલવામાં આવી રહી છે. મચ્છરજન્ય રોગોથી વધુ લોકો શિકાર ન બને તે માટે તંત્ર કામે લાગ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong