મહંત હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે સોખડા ખાતે કરાઈ આવી વ્યવસ્થા, જાણો ક્યારે અને ક્યાં કરી શકાશે દર્શન

ગઈ કાલે વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરનિવાસી થયા હતા. જેને લઈને ભક્તોમાં શોક વ્યાપી ગયો હતો. નોંધનિય છે કે, ભક્તોએ હોસ્પિટલની બહાર ફૂલો લગાવી દીધા હતા. તો બીજી તરફ સોખડા મંદિરમાં સ્વામીજીના અંતિમ દર્શન માટે હજારો ભક્તોનો મેળાવડો જામ્યો હતો.

image soucre

સોખડાના મહંત હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થતા તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો સોખડા આવી રહ્યા છે. જેથી ભક્તો સ્વામીના અંતિમ દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

image soucre

ગુરુમંદિરની સામે સ્વામીના નશ્વરદેહ રખાશે જેથી ભક્તો અંતિમ દર્શન કરી શકે. નોંધનિય છે કે, સ્વામીના દર્શન માટે

દેશ-વિદેશમાંથી હરિભક્તો આવશે. તમને જણાવી દઈએ કે દર્શન માટેનો સમય

8 થી 12 વાગ્યા સુધીમાં કૃષ્ણજી પ્રદેશના ભક્તો દર્શન કરશે, આ ઉપરાંત

8 થી 12 વાગ્યા સુધીમાં જ્ઞાનયજ્ઞ પ્રદેશ, સેવાયજ્ઞ પ્રદેશના ભક્તો દર્શન કરશે.

image soucre

જ્યારે

12 થી 4 વાગ્યા સુધીમાં પુરુષોત્તમ પ્રદેશ, સર્વાતીત પ્રદેશના ભક્તો દર્શન કરશે. આ ઉપરાંત

12 થી 4 વાગ્યા સુધીમાં જાગા સ્વામી પ્રદેશ, અક્ષર પ્રદેશના ભક્તો દર્શન કરશે. અને

4 થી 8 વાગ્યા સુધીમાં આત્મિય પ્રદેશના ભક્તો કરી દર્શન કરશે.

image soucre

4 થી 8 વાગ્યા સુધીમાં યોગીસૌરભ પ્રદેશ, ભગતજી પ્રદેશના ભક્તો પણ દર્શન કરી શકશે. મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા હોવાથી સોખડા ગામ મંદિર પરીસરમાં 150 પોલીસ જવાનોનો બંદોબસ્તમાં ગોઠવાયા છે. જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય.

સ્વામી અક્ષર નિવાસી થતા હરિ ભક્તોએ કહ્યું કે, ભલે સ્વામી ભૌતિક સ્વરૂપમાં અમારી સાથે ન હોય. પરંતુ, અમારા આત્મામાં તે હંમેશા અમર રહેશે. અમે સ્વામી દ્વારા બતાવેલા માર્ગ પર આગળ વધીશું. આજે આપણે આપણા આત્માના માતાપિતાને ગુમાવી દીધા છે અને આ નુકસાનની ભરપાઇ ક્યારેય કરી શકાતી નથી.

image soucre

આ અંગે ભક્તોએ કહ્યું કે, આ જીવનમાં સ્વામીજીની જગ્યા કોઈ વ્યક્તિ નહીં લઈ શકે. સ્વામીજીએ સૂચવેલા રાહ પર દરેક ભક્તો ચાલે છે. સ્વામીજીએ જણાવ્યું હતું કે જે દિવસથી દાસના દાસ બનીને જીવતા શીખી જશો એ દિવસથી જિંદગીનું તમામ સુખ તમારાં ચરણોમાં હશે. આમાં સ્વામીજી દરેક લોકોને એક રહીને જીવવાનું કહે છે. સ્વામીજી કહે છે કે દ્રેષ જેવી ચીજોને તમારા જીવનમાંથી દૂર કરો અને સૌ સાથે મળીને ચાલો. જેથી દુનિયાના તમામ સુખ તમને મળે. ભક્તો કહે છે કે માતા-પિતાએ જન્મ આપ્યો છે અને સ્વામીએ જીવવાની રાહ શીખવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong