જાણો શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ અશ્લીલ ફિલ્મોથી કેટલા કરોડની કમાણી કરી

મુંબઇ પોલીસે કહ્યું છે કે કુંદ્રાએ ગત વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે અશ્લીલ ફિલ્મોના નિર્માણ અને વિતરણથી ઓછામાં ઓછા 1.17 કરોડની કમાણી કરી હતી. સાથે જ પોલીસે કહ્યું છે કે પોલીસે આ મામલે કુન્દ્રાની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને હજી સુધી ક્લિનચીટ આપી નથી.

image soucre

પોલીસ રિમાન્ડ અરજીમાં જણાવાયું છે કે આ કેસમાં આરોપી રાયન થોર્પે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે કે હોટશોટ્સ દ્વારા ઓગસ્ટ 2020 થી ડિસેમ્બર 2020 દરમિયાન 1,17,64,886 રૂપિયા (યુએસ ડોલર 1,58,057) પ્રાપ્ત થયા હતા. પોલીસે કહ્યું કે આ પૈસા ‘એપલ સ્ટોર’ પર ઉપલબ્ધ એક એપ દ્વારા મળ્યા હતા અને પોલીસે ગુગલ પાસેથી માહિતી પણ માંગી છે. પોલીસનો દાવો છે કે એપલ સ્ટોર કરતાં ગૂગલ પ્લે પર એપ્લિકેશનના વધુ યુઝર્સ હતા, જેના પછી તેને હટાવી દેવામાં આવી હતી, તેથી કુંદ્રાએ વધુ પૈસા કમાયા હશે.

image soucre

તમને જણાવી દઈએ કે, પોનોગ્રાફી મામલામાં પોલીસે આ વર્ષની 4 ફેબ્રુઆરીએ એક કેસ દાખલ કર્યો હતો. જે બાદ આ કેસમાં ગતિ આવી હતી. જ્યારે પોલીસે મલાડ વેસ્ટ વિસ્તારમાં સ્થિત એક બંગલા પર રેડ પાડી તો ત્યાં પોર્ન ફિલ્મનુ શૂટિંગ ચાલી રહ્યું હતુ. તમને જણાવી દઈએ કે, ત્યારે જ પોલીસને રાજ વિશે મહત્વના પુરાવા મળ્યા હતા. પરંતુ તેમની ધરપકડ પહેલા પોલીસ પાક્કા પુરાવા ભેગા કરવા માંગતી હતી જેથી કોઈ છટકબારીનો મોકો ન મળે. તમને જણાવલી દઈએ કે, અત્યાર સુધીમાં આ મામલામાં કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પોલીસ મુજબ રાજ આ મામલામાં મુખ્ય ષડયંત્રકાર હોવાનું જણાય છે.

બેંક ખાતાઓની તપાસ કરાશે

image source

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે હજી સુધી કુંદ્રાની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને કલીન ચિટ આપી નથી કારણ કે કુંદ્રાનું બેંક ખાતું અને વિયાન ઇન્ડસ્ટ્રીઝના તેમના સંયુક્ત ખાતાની પણ તપાસ ચાલી રહી છે. આ કંપની કથિત પોર્ન ફિલ્મ કેસના કેન્દ્રમાં છે. તેમણે કહ્યું કે કુંદ્રા પાસે આવા ઘણાં બેંક ખાતા છે જેમાં વિદેશથી પૈસા જમા કરાવવામાં આવ્યા હતા. ઉદ્યોગપતિ રાજ કુંદ્રાના બેંક ખાતાઓ અને નાણાંકીય વ્યવહારોની તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાંચે ફોરેન્સિક ઓડિટર્સની નિમણૂક કરી છે.

કુંદ્રા 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં છે

image soucre

મેજિસ્ટ્રેટની અદાલતે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ 45 વર્ષીય કુંદ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. દરમિયાન, બોમ્બે હાઈકોર્ટે તેમને તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. કુંદ્રાના વકીલો આબાદ પોંડા અને સુભાષ જાધવે ત્યારબાદ જામીન અરજી કરી હતી કે, તપાસ પૂરી થઈ છે, તેથી તેમને મુક્ત કરવામાં આવે. આ અરજીની સુનાવણી પછીથી થવાની છે. જુલાઈ 19 ના રોજ, મુંબઇ ક્રાઈમ બ્રાંચે અશ્લીલ ફિલ્મો બનાવવા અને એપ દ્વારા તેમને અપલોડ કરવાના આરોપમાં કુંદ્રાની ધરપકડ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong