રોડની સાઈડમાં લાગેલા જુદા – જુદા રંગના માઈલ સ્ટોન શું નિર્દેશ કરે છે જાણો…

સડકના કિનારે લાગેલા અલગ અલગ રંગના માઈલ સ્ટોન ઉપર લખાયેલ સાંકેતિક લખાણો છે કંઈક ખાસ. જાણો તેનું શું છે મહત્વ… રોડની સાઈડમાં લાગેલા જુદા – જુદા રંગના માઈલ સ્ટોન શું નિર્દેશ કરે છે જાણો…

ભારતમાં ડ્રાઈવિં સાઈડ જમણી બાજુ હોય છે પરંતુ સડકને કિનારે ડાબી બાજુએ જુદા જુદા રંગોના પત્થરો ઉપર વિવિધ લખાણો લખાયેલા હોય છે. આ લખાણો રસ્તાની એક બાજુ એટલા માટે હોય છે કે રાહબરોને તેમની મંજિલે પહોંચવા માટે મદદરૂપ થાય છે. તેમનું ગંતવ્ય સ્થાન કેટલું દૂર છે અને તેઓ કેટલે સુધી પહોંચ્યાં એ પણ જાણી શકાય છે. આ પત્થતો વિવિધ રંગોના અને આકાર તેમજ કદના હોય છે. કેટલાક પીળા તો કેટલાક લીલ હોય છે. તો કોઈ પત્થરો નારંગી કે કાળા પણ હોય છે. આ રંગો કંઈક ચોક્કસ બાબતો સૂચવે છે. આ પત્થરો પણ કંઈક કહે છે, જાણો શું છે ખાસ રહસ્યમય મહત્વ…

હાઈવે પર મૂકેલા પત્થરો શું કહે છે, જાણો મહત્વની વાતો…

સડકને કિનારે મૂકાયેલા પત્થરો ગામનું નામ અને તે કેટલા કિલોમીટર અંતરે આવેલ છે વગેરે જેવી માહિતી સૂચવે છે. મુસાફર કેટલા અંતર કાપવાના બાકી છે તેમના ગંતવ્ય સ્થાનથી મંઝિલ સુધી પહોંચવામાં એ પ્રવાસ વખતે જાણી શકાય છે. પરંતુ આપણે રસ્તામાં જતી વખતે કંઈ એવું વિચારતા નથી અને કોઈ ધ્યાન પણ નથી દેતું કે તે પત્થરો એવું તે શું સૂચવે છે તેમાં જુદા જુદા રંગો હોય છે.

અલગ અલગ રંગોનું છે ખાસ રહસ્ય…

પીળા પત્થરો…

ડ્રાઈવિંગ કરતી વખતે તમારું ધ્યાન જાય અને તમે જુઓ કે ત્યાં પીળા રંગના પત્થરો લાગેલા છે તો સમજવું કે તમે ધોરીમાર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા છો. નેશનલ હાઈ વે ઉપરથી પસાર થતાં તમે મોટા પત્થરોને અડધા પીળા રંગોથી રંગાયેલા જોશો.

મોટા જિલ્લા કે વિસ્તાર…

જો તમે જ્યાંથી પસાર થાવ ત્યારે કાળા કે વાદળી અથવા માત્ર સફેદ રંગના પત્થરો ઉપર કાળા અક્ષરોએ લખાયેલા માઈલ સ્ટોન જુઓ તો સમજવું કે તમે કોઈ મોટા શહેરની સડક પરથી પસાર થઈ રહ્યા છો. કોઈ મોટો જિલ્લો કે વિસ્તારને તમે હાઈવે પરથી પસાર થઈ રહ્યા છો.

નારંગી રંગના માઈલ સ્ટોન…

કેસરિયા પત્થરો જુઓ કોઈ જગ્યાના સડકને કિનારે તો સમજવું જોઈએ કે તમે કોઈ નાના ગામમાંથી પસાર થઈ રહ્યાં છો. આ ગામની સડક ધોરીમાર્ગ સાથે કનેક્ટેડ ન હોઈ એકમાર્ગીય સડક છે, જેને તમે પસાર કરી રહ્યાં છો. તે સીમાચિન્હ તમને એવું પણ સૂચવે છે કે અહીં નજીકમાં ગામ આવશે. આ પત્થરો ઉપર ગામનું નામ અને કિલોમીટરના આંકડા લખેલા હોય છે.

હવેથી જ્યારે પણ તમે રસ્તા ઉપરથી બસ કે ગાડીથી સફર કરો ત્યારે ધ્યાન દઈને ધોરીમાર્ગ, નાના ગામના વિસ્તારો અને મોટા જિલ્લાના ગામો જેવા જુદા જુદા સીમાચિન્હોને લઈને તેમના નિર્ધારિત રંગો સાથેના માઈલ સ્ટોન જરૂર નોંધજો અને સાથે મુસાફરી કરી રહેલા મિત્રો અને પરિવારને પણ આ માહિતી જરૂર જણાવજો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ