શું તમે ગુગલ પર આ બાબતો વિષે સર્ચ કરો છો ? તો ચેતી જાઓ ! તે તમને મુશ્કેલીમાં મુકી શકે છે.

ઘણા બધા હોલીવૂડ સ્ટાર્સે અવારનવાર એવી ફરિયાદો કરી છે કે તેમના પર ગુગલ કે ફેસબુક દ્વારા જાસૂસી કરવામા આવે છે. અને આ ફરિયાદ મહદઅંશે સાચી છે. શું તમને ક્યારેય એવો અનુભવ થયો છે કે તમે કોઈ માહિતિ મેળવવા માટે ગુગલ પર સર્ચ કર્યું હોય અને પછી તે જ બાબત વિષે તમારા પર ઇમેઈલ આવવા લાગે અથવા તો તમારી ફેસબુકની વોલ પર તે પ્રકારના આર્ટિકલ્સ કે પછી એડવર્ટાઈઝમેન્ટ આવવા લાગે.

ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા ઘણા બધા લોકોનો આ એક સામાન્ય અનુભવ છે. મોટા ભાગના લોકોને આ પ્રકારનો અનુભવ થયેલો છે. આ એક પ્રકારની તમારી અંગત જિંદગી પરની તરાપ જ સમજી લો. જો તમારે તે વિષે ચેતતા રહેવું હોય તો આજનો અમારો લેખ તે માટેની જ માહિતી આપી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ફેસબુકે આ રીતે તમારી અંગત માહિતિઓ મોટી મોટી કંપનીઓ સાથે શેયર કરીને તમારી પ્રાઇવસીનો ભંગ કર્યો છે અને તેના માટે તેમને કરોડો ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ તેમજ યુરોપના કેટલાક દેશોમાં તો સીધો જ ભોગ બનનાર ફેસબુક અકાઉન્ટ હોલ્ડરને પણ વળતર આપવામાં આવ્યું છે પણ ભારતમાં આ પ્રકારના કાયદા નહીં હોવાથી ફેસબુક યુઝર્સને કોઈ પ્રોટેક્શન મળી નથી રહ્યું અને તેમના ડેટાનો પણ બેરોકટોક ઉપયોગ થાય છે.

તમારા પર આ રીતે જાસૂસી ન કરવામાં આવે તેના માટે તમારે શું કરવું જોઈએ. તેના માટે તમારે અમુક પ્રકારની સર્ચ ગુગલ સર્ચ એન્જિનમાં કરવી જોઈએ નહીં. તો ચાલો જાણીએ આ સર્ચ વિષે.

તમારા પોતાની જ ઓળખની સર્ચ ગુગલ પર ન કરવી.

તમારે ક્યારેય ગુગલ એંજિન પર તમારો ખુદનો ડેટા સર્ચ કરવો જોઈએ નહીં. કારણ કે તમારી રજ રજ ની માહિતિ ગુગલમાં નોંધાયેલી હોય છે અને વારંવાર તેને સર્ચ કરવાથી તે લીક થઈ જવાનો ભય રહે છે જેનો ત્યાર બાદ વિવિધ રીતે દૂરઉપયોગ કરવામા આવે છે.

દવાઓની જાણકારી મેળવવા માટે ક્યારેય ગુગલ પર સંશોધન કરવું નહીં

આમ કરવાથી તમને મોટું નુકસાન તો નહીં થાય પણ જો તમે ગુગલ સર્ચ એંજિન પર કોઈ દવા બાબતેની શોધ કરી તો થોડી જ વારમાં તમારા ઇમેઈલ કે પછી તમારા ફેસબુક વિગેરે પર તે દવાને લઈને કેટલીક જાહેર ખબરો તમને મળવા લાગશે.

અને માત્ર દવા જ નહીં પણ તે દવા જે બિમારી માટેની હશે તે બિમારીની જાણકારી તેમજ તેને કેમ મટાડાય તે કેવી રીતે થઈ શકે તેની અસરો તેના લક્ષણો વિગેરે બધી જ બાબતોથી ભરેલા લેખો પણ તમારા ફેસબુક અકાઉન્ટ પર તમને જોવા મળશે.

તમારા પોતાનુ ઇ-મેઇલ આઈડી સર્ચ ન કરવું

તમારી ઓળખની સાથે સાથે જ તમારે તમારું ઇ-મેઇલ આઈડી પણ વારંવાર ગુગલ પર સર્ચ ન કરવું જોઈએ તેમ કરવાથી તમારો પાસવર્ડ લીક થઈ શકે છે અને પાસવર્ડ લીક થયા બાદ તમારું અકાઉન્ટ પણ હેક થઈ શકે છે. આજે વિશ્વમાં લાખો હજારો ઇ – મેઈલ અકાઉન્ટ હેક થાય છે જેની ઢગલાબંધ ફરિયાદો સાઇબર સેલમાં નોંધાય છે.

અસુરક્ષિત જાણકારીઓ સર્ચ ન કરવી

ગુગલ સર્ચ એંજિન પર તમારે ક્યારેય કોઈ અસુરક્ષિત જાણકારીઓ મેળવવા માટે સર્ચ કરવું નહીં. જો તેમ કરવામાં આવશે તો તરત જ તમારા ઇમેઈલ કે પછી ફેસબુક અકાઉન્ટ વિગેરે પર તે પ્રકારની જાહેરખબરો આવવા લાગશે. જોકે આ બાબત તો સુરક્ષિત સર્ચ પર પણ લાગુ પડે છે.

જો તમે ગાડી વિષે સર્ચ કરશો અથવા કોઈ ફેયરનેસ ક્રીમ વિષે સર્ચ કરશો તો તરત જ જો તમારું ગુગલ અકાઉન્ટ ઇમેઈલ તેમજ ફેસબુક સાથે લિંક્ડ હશે તો તેના પર તે પ્રકારની માહિતીઓનો વરસાદ થવા લાગશે. આ રીતે તમે જાણી શકશો કે તમારો સોશિયલ મિડિયા પર પણ પીછો થઈ રહ્યો છે.

શંકાસ્પદ બાબતો વિષે ક્યારેય ગુગલ પર સર્ચ ન કરવી

લોકલ તેમજ આંતરરાષ્ટ્રિય સાયબર સેલની નજર હંમેશા ઓનલાઈન ચાલતી શંકાસ્પદ ગતિવિધીઓ પર ચોવીસે કલાક રહે છે. હા તમારો તેની પાછળનો ઉદ્દેશ માત્ર જાણકારી મેળવવાનો જ હશે. તેમ છતાં જો વારંવાર આ પ્રકારની બાબતો શોધ કરતાં નજરે પડશો તો તમે મુશ્કીમાં મુકાઈ શકો છો અને તમારું અકાઉન્ટ બેન થઈ જવાથી માંડીને તમને જેલ થવાની પણ શક્યતા રહેલી છે.

આમ જોવા જોઈએ તો એમેઝોનનું એલેક્સા તેમજ ગુગલનું હોમ સ્પીકર ડીવાઈઝ તમને ટાઈપ કરવાથી નહીં પણ માત્ર પુછવાથી જ ઓન ધ સ્પોટ માહીતી આપી દે છે તે પણ એક પ્રકારની તમારા અંગત જીવનની અંદર ડોકીયું જ સમજી લો કારણ કે તે તમારી વાતચીતને રેકોર્ડ કરે છે અને તે માહિતિનો પોતાના ફાયદા માટે ઉપયોગ પણ કરે છે. માટે તમે તેનો ઉપયોગ ટાળીન શકતા હોવ તો જ્યારે તમારે તેની જરૂર ન હોય ત્યારે ડીવાઈઝ બંધ કરી દેવું જ યોગ્ય રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ