આ રિક્ષા ડ્રાઈવર પોતાના ડોગીને હંમેશા રાખે છે સાથે, કારણ જાણીને તમને પણ નહીં આવે વિશ્વાસ

દેશભરમાં અનેક લોકો હોય છે જેમને પેટ્સ પાળવાનો શોખ હોય છે. આ સાથે જ તેઓ જોગિંગ સમયે કે અન્ય સમયે બહાર જડતા હોય તો સાથે લઈ જાય છે તેવું તમે જોયું હશે. પેટ્સમાં ખઆસ કરીને ડોગીને વફાદાર ગણવામાં આવે છે અને સાથે જ તેઓ ક્યારેય તમારો સાથ છોડતા નથી. માણસ અને કૂતરાની અનેક વાતો તમે સાંભળી હશે પણ પુનામાં એક ઓટો ડ્રાઈવરે જે કર્યું તેને જાણીને તમને નવાઈ લાગશે એ સ્વાભાવિક છે.

જ્યારે સીટ નીચે જોવા મળ્યું ડોગી

image source

આ કિસ્સો મહારાષ્ટ્રના પુનાનો છે. આ શહેરમાં લેખિકા મંજરી પ્રભુ પોતાની બહેન સાથે ક્યાંક જઈ રહી હચી. આ સમયે તેઓએ એક ઓટો બુક કરી. બહેનની વાતમાં તેમનો રસ્તો તો પસાર થઈ ગયો પરંતુ તે જ્યારે તેના નક્કી સ્થાને ઉતરી અને ડ્રાઈવરને રૂપિયા આપી રહી હતી ત્યારે તેની નજર ડોગી પર પડી. ડ્રાઈવરની સીટ નીચે એક પ્યારું ડોગી બેઠું હતું. તેઓએ તરત જ ડ્રાઈવરને પૂછ્યું કે આ અહીં શુ કરે છે. ત્યારે આ દિલ જીતનારી વાત સામે આવી. આ વાત જાણીને લેખિકાએે ઓટો ડ્રાઈવરની સાથે સાથે આ ડોગીની પોસ્ટ ફેસબુક પર મૂકી અને તે ઝડપથી વાયરલ થવા લાગી

આ કારણે ડોગીને સાથે રાખે છે ડ્રાઈવર

image source

ઓટો ડ્રાઈવર હરવિંદર સિંહે કહ્યું કે તેઓ પોતાના કામ પર ગયા હતા ત્યારે આ સમયે તેમનો દીકરો આ ડોગીના બચ્ચાને ઘરે લઈ આવ્યો. પણ સમસયા હતી. ઘરે કોઈ રહેતું નહીં અને તેની દેખરેખ પણ થઈ શકતી ન હતી. તેને એકલું છોડી શકાય તેમ પણ નથી. માટે તેઓએ તેને પોતાનું સાથી બનાવી લીધું. હરવિંદર પાછળની સીટ પર સવારી બેસાડે છે અને તેમનું આ ડોગી તેમની સાથે આગળ બેસે છે. જ્યારે પણ કોઈ સવારી આવે છે ત્યારે તેઓ આતુરતાથી તેની વાત પૂછે છે.

મંજરીએ લખી આ વાત

image source

મંજરીએ ઓટોથી ઉતર્યા બાદ હરવિંદર અને તેના ડોગી સાથીની ફોટો લીધી. ત્યાર પછી સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકી જે ઝડપથી વાયરલ થવા લાગી. સાથે તેઓએ લખ્યું કે આ તસવીર મને યાદ અપાવવા માટે પૂરતી છે કે દુનિયામાં હંમેશા કેટલીક સારી આત્માઓ રહે છે જે અલગ અલગ પ્રાણીઓ માટે અલગ અલગ રીતે વાસ્તવિક સેન્ટા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ