છેલ્લા 4 વર્ષથી આ ગામમાં ડિસેમ્બરમાં એવી આઘાતજનક ઘટનાઓ ઘટી રહી છે કે જેના કારણે લોકો નથી ઉજવતા નવું વર્ષ

ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક એવું ગામ આવેલું છે જ્યાં નવા વર્ષની ઉજવણી નથી કરવામાં આવતી. વળી, તેનું કારણ પણ આશ્ચર્યજનક છે. આ ગામમાં છેલ્લા ચાર વર્ષથી ડિસેમ્બર મહિનામાં કોઈને કોઈ કાળનો કોળિયો બની ગયું છે એટલે સ્થાનિક લોકો નવું વર્ષ દુઃખમાં વિતાવે છે.

image source

આ ગામ કેન્ટ વિસ્તારમાં વોર્ડ નંબર એકમાં આવેલુ ભૈરોપુર ગામ છે. માહિતી મુજબ ડિસેમ્બર 2016 માં ગામમાં આયોજિત રામલીલા જોવા એક યુવાન આવ્યો હતો. અને કોઈ કારણોસર ગ્રામજનો સાથે ઝઘડો થવાથી મારામારી દરમિયાન તે ગંભીર ઘાયલ થઈ ગયો હતો.

ગંભીર સ્થિતિમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 29 ડિસેમ્બરે તેનું મૃત્યુ નીપજ્યું હતું. ગામલોકોએ રામલીલા મંચન દરમિયાન રાવણ દહન અટકાવી દીધું હતું અને ત્યારબાદથી આજદિન સુધી ગામમાં રામલીલાનું આયોજન નથી થયું.

image source

2017 ડિસેમ્બરમાં ગામના જ સોનુ પાસવાનને કુશીનગરથી પરત ફરતા સમયે અકસ્માત થયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ 2018 ના ડિસેમ્બરમાં માછલીનો વેપાર કરનાર એક વ્યક્તિનું રાનીહિડા ચોકમાં રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઘટનાના બે દિવસ બાદ જ અન્ય એક માછલીના વેપારીની પણ હત્યા થઈ હતી અને હત્યારાઓએ તેની લાશ રામગઢતાલના કિનારે નાખી દીધી હતી.

image source

2019 ના ડિસેમ્બરમાં ગામના એક યુવક જેનું નામ યુવરાજ હતું તેણે તેના પિતાની લાઇસન્સ રાઇફલ ગનથી આત્મહત્યા કરી લીધી હતી અને બનાવ સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. એ સિવાય એ વર્ષે જ ગામના અન્ય એક યુવક રંજીતની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

જ્યારે વર્ષ 2020 માં ગત 29 ડિસેમ્બરે ગામના એક સેલ્સમેન રમેશચંદ જાયસવાલનું રોડ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. ગ્રામજનો હજુ આ ઘટનાથી હતભ્રત હતા ત્યાં 31 ડિસેમ્બરની સવારે ગામના એક વ્યક્તિ હજારીલાલે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી. છેલ્લા વર્ષોમાં આ બધી ઘટનાઓ ડિસેમ્બર મહિનાના અંતમાં જ ઘટી છે. આ કારણે આ અસામાજિક મૃત્યુના આઘાતમાં ગ્રામજનો નવા વર્ષની ઉજવણી કરી નથી શકતા.

image source

ગ્રામજનો પૈકી અંકિત જાયસવાલ, રાહુલ જાયસવાલ, સંજીવ કુમાર, દિપક, પ્રિયંકા વગેરેએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી વર્ષના અંતમાં અસામાજિક મૃત્યુ થવાના બનાવોને કારણે ગ્રામજનો આઘાતમાં રહે છે અને કોઈ મન ભરીને નવા વર્ષની ઉજવણી નથી કરતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ