આ ઉપાય કબજીયાત માટે છે સૌથી શ્રેષ્ઠ, રોજ સવારે પેટ સાફ કરવા તમે પણ અજમાવો આ ઉપાય

મિત્રો, પ્રવર્તમાન સમયમા લોકો એટલું વ્યસ્તતા ભરેલું જીવન જીવે છે કે, લોકો પાસે યોગ્ય ઊંઘ કે યોગ્ય ભોજન લેવા માટેનો પણ સમય હોતો નથી અને પરિણામે તે લોકો બજારમા મળતા જંકફૂડ અને સ્પાઈસી ફૂડનુ સેવન વધારે પડતુ કરે છે. હાલ, લોકોની જીવનશૈલી અસ્તવ્યસ્ત હોવાના કારણે અનેકવિધ બીમારીઓ તમારા શરીરને જકડી લે છે અને તેના કારણે આપણી કાર્યક્ષમતામા ઘટાડો થાય છે.

image source

સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓમા એક સમસ્યા છે કબજીયાતની સમસ્યા. જો તમારા પેટની યોગ્ય રીતે સાફ-સફાઈ થતી નથી તો તમારે આ સમસ્યાથી પીડાવું પડે છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાતા હોવ તો આજે અમે તમારા માટે અમુક એવી વસ્તુઓ લઈને આવી રહ્યા છીએ કે, જેને નિયમિત રાતે સૂતા પહેલા ખાવામા આવે તો પેટની યોગ્ય રીતે સાફ-સફાઈ થઈ જશે અને સાથે જ કબજિયાતની તકલીફ પણ જડમૂળથી દૂર થઈ જશે. તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ.

અંજીર :

image source

જો તમે રાતે સૂતા પહેલા બે અંજીર ખાઈ લો તો સવારે તમારા પેટની યોગ્ય રીતે સાફ-સફાઈ થઈ જશે. તેમા પુષ્કળ માત્રામા ફાયબર સમાવિષ્ટ હોય છે માટે જે લોકો લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય તેમણે પોતાના ડાયટમા અંજીરને અવશ્યપણે સામેલ કરવુ જોઈએ. તાજા અને સૂકા એમ બંને પ્રકારના અંજીર કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે શ્રેષ્ઠ સાબિત થાય છે.

વરિયાળી :

image source

આ વસ્તુનુ નિયમિત સેવન પણ તમારી કબજીયાતની સમસ્યાને દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો તમે એક બાઉલ જેટલી વરીયાળીને સુકવી લો અને ત્યારબાદ તેને પીસીને તેનો પાવડર તૈયાર કરી લો. હવે આ પાવડરની અડધી ચમચી એક ગ્લાસ પાણી સાથે નિયમિત રાત્રે સુતા પહેલા લો તો તમારી કબજીયાતની સમસ્યા ક્ષણભરમા જ દૂર થઇ જાય છે.

અળસી :

image source

આ ઉપરાંત જો તમે રાત્રે સુવા જાવ તે પહેલા ૨-૩ ચમચી અળસીના બીજને પાણીની સાથે ખાઈ લો તો સવારે તમારા પેટની યોગ્ય રીતે સાફ-સફાઈ થઈ જશે. આ વસ્તુમા પુષ્કળ માત્રામા ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડ્સ સમાવિષ્ટ હોય છે, જે કબજિયાતની સમસ્યાને ઠીક કરવામા મદદ કરે છે.

કેસ્ટર ઓઈલ :

image source

જો તમે બે ચમચી કેસ્ટર ઓઈલને એક કપ નવશેકા દૂધમા મિક્સ કરી નિયમિત રાતે સૂતી વખતે પીવો તો તમે આ કબજીયાતની સમસ્યામાંથી તુરંત મુક્તિ મેળવી શકો છો.

ઈસબગુલ :

image source

આ વસ્તુને ફાઈબરનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામા આવે છે. જો તમે નિયમિત રાતે સૂતી વખતે એક ચમચી ઈસબગુલને નવશેકા પાણી અથવા દૂધ સાથે લો તો તમારી આ કબજીયાતની સમસ્યા તુરંત દૂર થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત