લોકડાઉનમાં અનેક લોકોને આકરી પરિસ્થિતિમાંથી સમય કરી રહ્યા છે પસાર, ત્યારે વાંચી લો આ રિક્ષાચાલકની દુઃખદાયક દાસ્તાન

લોકડાઉનમાં એક રીક્ષા ચાલકની દુઃખદાયક દાસ્તાન: સવારી મળી અને ચાલીસ રૂપિયા, પણ…

image source

જુઓ ને, કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી. અત્યારે બપોરના એક વાગ્યાનો સમય છે. હજી સુધી કંઈ પણ ખાધું નથી. હું સવારથી જ રિક્ષા લઇને ઘરેથી આવ્યો છું. લાંબા સમય પહેલા એક સવારી મળી હતી અને ૪૦ રુપીયા ભાડુ પણ મળેલ છે. ભૂખ પણ લાગી છે અને ચિંતા પણ થાય છે. હું બસ એકધારી આશા રાખીને બેઠો છું, કે કોઈ સવારી મળી જાય અને ચાર પૈસા પણ હું કમાઇ શકું છું. પણ એ માટેનો પણ કોઈ જ અવકાશ દેખાઈ રહ્યો નથી. હવે આ ચાલીસ રૂપિયામાંથી હાલ જ કોઈ દુકાને જઇને હું 20 રૂપિયાના ચેવડો અને 20 રૂપિયાનું દહી લઇશ, નહીં તો ચાર વાગ્યા પછી દુકાન પણ બંધ થઈ જશે અને સાવ ભૂખ્યા જ સૂઈ જવું પડશે. જો હું ચેવડો અને દહીં લઈ લઈશ તો કામ એક-બે વાર ચાલી જશે. બસ આવી જ રીતે કામ ચાલી રહ્યું છે. કેટલીક વાર તો એક-બે દિવસ ભૂખ્યા પણ રહેવું પડે છે.

image source

આટલું કહેતી વખતે સુરેન્દ્ર રાણાએ પોતાનો શર્ટ સહેજ ઉપર કરી અને પેટ બતાવતાં કહ્યું કે જુઓને આ પેટ ખાલી નથી લાગી રહ્યું. આ જોઈને પ્રખ્યાત હિન્દી કવિ સૂર્યકાંત ત્રિપાઠી નિરાલાની કવિતાની એક પંક્તિ સહજતાથી જ મનમાં ઝળહળી ઉઠે છે, “પેટ, પીઠ બંને મળીને એક જ છે.” સુરેન્દ્ર જ્યારે ઈન્દિરાપુરમના સાંઈ મંદિર ચોકડી પર મળ્યા ત્યારે ઝાડની છાયામાં રિક્ષા પર જ બેઠો હતો, પણ રિક્ષાની છત્રી બંધ હોવા છતાં એમની નજરો જાણે કે આકાશ તરફ જોતા કેટલાક પ્રશ્નોના જવાબો શોધી રહી હતી. કદાચ એ જ પ્રશ્નો જે અત્યારે એના મનમાં ચાલી રહ્યા હતા અને જેના જવાબો એને મળી ન હતા રહ્યા.

image source

આ દરમિયાન, એમની સામે એક નવો જ પ્રશ્ન ઉભો કરી દેવામાં આવે છે કે તમે શું વિચારો છો? આ સાંભળીને તે પોતાના પ્રશ્નો વચ્ચે જ પડતા મૂકીને કહે છે કે, હું ક્યાં કંઈ વિચારી રહ્યો છું. બસ એટલું જ વિચારી રહ્યો છું કે આમને આમ તો ક્યાં સુધી ચાલવાનું છે. પછી તે જાતે જ કહે છે, જેવી રીતે અત્યારે ચાલી રહ્યું છે. કેવી રીતે ચાલી રહ્યું છે તેમ પૂછતાં સુરેન્દ્ર કહેવા લાગ્યા કે નથી ચાલી રહ્યું. જ્યારે કમાણી જ નથી થતી, તો ચાલશે કેવી રીતે? ક્યારેક કઈક ક્યાંકથી મળી જાય, તો કેટલાક દિવસ ખેંચાઈ જાય છે. ક્યારેક આસપાસના લોકો કંઈક આપે છે. તે લોકો જાણે છે, કારણ કે હું લગભગ 20 વર્ષથી અહીં છું.

image source

સુરેન્દ્ર ઇંદિરાપુરમ અને ખોડા વચ્ચેથી નીકળતા એનએચ 24 ની બાજુમાં આવેલા મંદિરની પાછળ જ રહીને પોતાનું જીવન ગુજારી રહ્યો છે. એવું પણ કહેવામાં આવે છે કે અહીં ફૂલો અને પૂજા સામગ્રીના દુકાનદારોને મુશ્કેલ સમયમાં થોડી મદદ મળે છે. નજીકના પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કયારેક થોડું અનાજ પણ મળે છે. થોડાક દિવસ તો એના દ્વારા કામ ચાલી ગયું હતું. એક દિવસ સ્થાનિક કાઉન્સિલર મીના ભંડારી પાસેથી કેટલોક સમાન પણ મળ્યો હતો. આ સિવાય કોઈ પણ જગ્યાએથી સરકારી મદદ નથી મળી. જેમ તેમ જીવન પસાર થઈ રહ્યું છે. અમે એવા લોકો છીએ જે સખત મહેનત કરીને રોટલીઓની વ્યવસ્થા કરે છે, પણ આ મુશ્કેલીમાં તો એની પણ આશા રહી નથી. પહેલા તો કેટલાક લોકો મંદિર પાસે જમવાનું પણ વહેચતા હતા. બંધ દરમિયાન એ બધું પણ બંધ છે. કોઈ કઈ જ આપવા માટે નથી આવતું.

image source

સુરેન્દ્ર એ બિહારના અરારિયાનો રહેવાસી છે. એમની પોતાની રીક્ષા છે. ઘણા સમય પહેલા ભાડાની રીક્ષાથી કમાણી કરીને પછી પોતાની રીક્ષા ખરીદી હતી. જેથી હવે એમને રિક્ષાનું ભાડુ ચુકવવું પડતું નથી. હોળી પછી તેઓ ગામથી પાછા ફર્યા હતા અને ત્યારબાદ ટૂંક જ સમયમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું કે હવે તેઓ પાછા ફરીને ઘરે પણ નથી જઈ શકતા. કોઈ સાધન જ તો નથી, કેવી રીતે જઈએ, ઉપરથી નીકળીએ તો રસ્તામાં પોલીસથી લઈને તમામ પ્રકારની સમસ્યાઓ. કોઈ સાંભળતું નથી કે મજુરોને કેવા કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. લોકો મરી રહ્યા છે ટ્રેન લોકો ઉપર ચડી રહી છે.

image source

વચ્ચે વચ્ચે સુરેન્દ્ર અટકીને આકાશ તરફ જોઈ લે છે. ત્યારે તે કહે છે કે લાગે છે કે જ્યાં છીએ, જેમ છીએ, તેમ જ પડયા રહીએ. ઓછામાં ઓછું કોઈ રીતે જીવતા તો રહીશું. ભોગવી લેવા સિવાય કોઈ અન્ય માર્ગ જ નથી દેખાઈ રહ્યો. હાલ 40-50 દિવસ પછી પણ એવું કઈ લાગતું નથી કે જલ્દીથી આ બધું બરાબર થઇ શકશે. જો બધું સામાન્ય પણ થઇ જશે તો સવારી મળશે કે નહિ એ અંગે મનમાં દુવિધાઓ છે. હવે મરતું શું ન કરે… અમારો તો આધાર જ આ રીક્ષા છે અને અમારી મહેનતનો પણ આધાર છે. પ્રયત્ન એ જ રહેશે કે આ બંને કોઈ પણ સ્થિતિમાં બનેલા રહે, તો કદાચ જીવન કોઈ પ્રકારે ચાલતું રહે.

image source

આ જ આશાએ તેઓ બપોરના અહિયાં બેઠા છે. વચ્ચે ભૂખ કે તરસ લાગે ત્યારે પાણી પી લઈએ છીએ. બસ હવે જો કઈ વધ્યું છે તો એ છે આશા, જેને હજી સુધી છોડી શક્યો નથી. છેલ્લે, સુરેન્દ્ર એમ કહીને પોતાને દિલાસો દઈ રહ્યા છે કે જોઈએ છીએ આગળ શું થશે. જો કે અત્યારે તો હું જાઉં છુ ચેવડો અને દહીં લેવા, નહિ તો એ પણ નહી મળી શકે અને પછી રાત્રે ભૂખ્યા જ સુઈ જવું પડશે. આજે તો ૪૦ રૂપિયા મળી ગયા છે. કાલનું હવે કાલે જોઈશું.

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ