18મીથી ગુજરાતમાં લોકડાઉનના નિયમો થશે હળવા, વધુ વિગતો જાણી લો તમે પણ

18મીથી ગુજરાતમાં લોકડાઉનના નિયમોમાં મળશે આટલી છૂટછાટ – શાળા – કોલેજો ખુલી શકે છે જૂનના બીજા અઠવાડિયામાં

image source

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં કોઈ જ ઘટાડો નથી થઈ રહ્યો. દીવસે દીવસે કેસીસ વધી રહ્યા છે. છેલ્લા ડોઢ-પોણા બે મહિનાના લોકડાઉનના કારણે સમગ્ર દેશને અત્યંત આર્થિક નુકસાન પહોંચ્યું છે. અને હવે સરકારે ના છૂટકે લોકડાઉનના નિયમોને હળવા મુકવાનો સમય આવ્યો છે. અને 18મી મેથી સમગ્ર ગુજરાતમાં લોકડાઉનને મહદઅંશે હળવું બનાવવની તૈયારી થઈ ગઈ છે.

કેન્દ્ર સરકારની માર્ગદર્શીકાઓ પર રાજ્ય સરકારો લોકડાઉન હળવા બનાવવાની બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહી છે. જે બાબતે ગુજરાત સરકારે પોતાના જિલ્લા અધિકારીઓ તેમજ મોટા શહેરો પાસે જરૂરી અહેવાલો મગાવ્યા છે. અને ત્યાર બાધ બધી જ વિચારણાઓ કરીને માર્ગદર્શિકાઓ નક્કી કરીને લોકડાઉનમાં મળનાર છૂટછાટ બાબતે જાહેરનામા બહાર પાડવામાં આવશે.

image source

એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે મોટા ભાગના ઉદ્યોગ ધંધાઓ ફરી ધમધમતા મુકવામાં આવશે તો વળી શાળા કોલેજોને પણ ફરી ખુલી મુકવામાં આવશે. સંભાવના છે કે જૂનના બીજા અઠવાડિયાથી શાળાઓ તેમજ કોલેજો શરૂ કરવામાં આવે. જો કે તે માટે પણ કેટલીક કડક શરતો રાખવામાં આવશે. જેમ કે વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરેલું હોવું જોઈશે

શાળાઓ માટે પણ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવશે

image source

છેલ્લા એક અઠવાડિયાથી રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ લોકડાઉન ખુલ્યા બાદ અથવા નિયમો હળવા કરાવ્યા બાદ શાળાઓ તેમજ કોલેજોમાં શું શું પરિવર્તન આવશે તે બાબતે ચર્ચા કરી રહ્યો હતો. અને મળી રહેલા અહેવાલ પ્રમાણે બાળકોએ શાળામાં માસ્ક પહેરવું ફરજિયાત બનાવવામાં આવશે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું એક મીટર એટલે કે ત્રણ ફૂટનું અંતર રાખવું પણ જરૂરી રહેશે. અને એવી પણ માહિતી મળી રહી છે કે જૂન મહિનાના બીજા અઠવાડિયાથી શાળાઓ શરૂ કરવામાં આવે.

શાળા- મંદીરો, તેમજ મોલ્સ અને સિનેમાગૃહો જૂનમાં ખુલી શકે છે

image source

શાળાઓની સાથે સાથે મંદીરો તેમજ મોલ્સ અને સિનેમાગૃહો 18મેના રોજ નહીં ખુલી શકે તેના માટે જૂન મહિનાની રાહ જોવી પડશે. આ જગ્યાઓમાં વધારે પ્રમાણમાં લોકો ભેગા થતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે રેસ્ટોરન્ટ્સ, મેરેજ હોલ્સ તેમજ તેની સાથે જોડાયેલા કેટરીંગ બિઝનેસમાં છૂટછાટો મળી શકે છે જો કે તેમના માટે કેટલાક અલગ નિયમો તૈયાર કરવામાં આવ્યા છે જેને લાગતાવળગતા લોકોએ અનુસરવાના રહેશે. આ ઉપરાંત હોટેલ તેમજ રેસ્ટોરન્ટ્સને તો 15મીથી જ મર્યાદિત કલાકો માટે હોમડીલીવરી પર છૂટ આપવામાં આવી છે.

શહેરી સીમાઓ તેમજ રાજ્યની સીમાઓ પરની ચેકપોસ્ટને ઓર વધારે કડક બનાવવામાં આવશે

image source

રાજ્યને આર્થિક રીતે ફરી બેઠુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલીક બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. તે અંતર્ગત વિવિધ પ્રકારના ધંધાઓ ખોલવા માટે પણ ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં રાજ્ય તેમજ શહેરી સીમાઓ પર આવેલી ચેકપોસ્ટ માટે પણ કેટલાક નીયમો બનાવવામાં આવ્યા છે. જે હેઠળ જે તે ચેકપોસ્ટ પર પહેલાં કરતાં પણ વધારે કડક જાપતો રાખવામાં આવશે.

જાહેર એકમો માટે પણ યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે.

image source

આ ઉપરાંત જે એકમો જાહેર જનતા માટે સીધા જ જોડાયેલા છે જેમ કે આરોગ્ય એકમો, ઉદ્યોગો, ગ્રામપંચાયતો, મ્યુનિસપાલીટીની કચેરીઓ, શ્રમ અને રોજગાર વિભાગ, ગૃહ વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગ આ બધા જ માટે ખાસ યોજનાઓ હાલ તૈયાર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન હેઠળ નવા લોકડાઉનને હળવુ બનાવવામાં આવશે. જો કે આરોગ્યા બાબતેના નિર્ણયો રાજ્ય સરકારે પોતે જ લેવાના રહેશે.

રેડ-ઓરેન્જ ઝોનમાં આવેલા ધંધા રોજગારો ખોલવા માટે પણ કેટલીક છૂટછાટ આપવામાં આવશે

image source

15મેથી અમદાવાદના રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં કેટલાક નિયમોને હળવા બનાવીને અને અમુક નિયંત્રણો હેઠળ લોકડાઉન ખોલવામાં આવશે. આ હળવાશ શાકભાજી, કરિયાણાની દુકાનો તેમજ અન્ય કેટલાક ધંધાઓ પર આપવામાં આવી શકે છે. એટલે કે રેડ ઝોનમાં અમુક ચોક્કસ કલાકો માટે છૂછાટ આપવામાં આવશે તો ગ્રીન ઝોનમાં વધારે છૂટછાટ મળી શકે છે. આ ઉપરાંત રાજ્યના શહેરોમાં મુખ્ય માર્કેટને સવારના 9થી સાંજના 5 સુધી ખુલ્લા મુકવામાં આવશે, જો કે આ દરમિયાન ગ્રાહકો તેમજ ધંધો કરનાર વ્યક્તિએ નિયમો તેમજ માર્ગદર્શિકાનું કડક પાલન કરવાનું રહેશે.

source : divyabhaskar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ