60 વર્ષ પહેલા રીટાયર્ડમેન્ટનું પ્લાનિંગ કરતા હોવ તો ફોલો કરો આ ટિપ્સ, ઘડપણમાં નહિં પડે પૈસાની તકલીફ

મિત્રો, જો તમે ખુબ જ નાની ઉમરથી નિવૃત્ત થવાની યોજના પર કામ કરવાનુ શરૂ કરી દો છો , તો સંભવતઃ તમે ૬૦ વર્ષ પહેલા જ તમારી નોકરી ને અલવિદા કહી શકો છો અને તમે સ્વતંત્ર રીતે તમારુ આગળનુ જીવન સંપૂર્ણ સુખ-સુવિધાઓ સાથે પૂર્ણ કરી શકો છો. જો તમે પણ ટૂંક સમયમા નિવૃત્તિ લેવાની ઈચ્છા ધરાવો છો તો આજે અમે તમને અમુક ટીપ્સ જણાવીશુ જે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થશે.

image source

મોટી સંખ્યામાં લોકો શક્ય તેટલી વહેલી તકે તેમની જવાબદારીઓમાથી નિવૃત્ત થવા ઈચ્છતા હોય છે પરંતુ, દરેક વ્યક્તિ પોતાની આ ઈચ્છાને પૂર્ણ કરી શકતો નથી. જો તમે જલ્દીથી નિવૃત્ત થવાની યોજના પર કામ કરવાનુ શરૂ કરો છો તો એ શક્ય છે કે, તમે ૬૦ વર્ષની ઉમર પહેલા જ તમારી નોકરીને અલવિદા કહીને એક સ્વતંત્ર અને શાંતિથી ભરેલુ તથા તણાવમુક્ત જીવન જીવી શકો છો. આજે આ લેખમા અમે તમને આવી જ ટિપ્સ જણાવી રહ્યા છીએ, જે ટૂંક સમયમા તમને નિવૃત્તિ લેવામા ઉપયોગી સાબિત થશે.

image source

જો તમે વહેલાસર નિવૃત્તિ લેવાની ઈચ્છા ધરાવતા હોય તો તે માટે રોકાણ પણ વહેલુ શરૂ કરવુ જોઈએ. જો તમે ટૂંકા ગાળામા ખુબ જ સારુ એવું અને ઊંચુ વળતર મેળવવાની ઈચ્છા ધરાવતા હોય તો તમે ઇક્વિટીમા જરૂર રોકાણ કરી શકો છો, આ રોકાણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

ઇક્વિટી લાંબા ગાળે સંપત્તિ બનાવવા માટેનો એક ખુબ જ શ્રેષ્ઠ એસેટ છે. નિવૃત્તિ એ એક લાંબા ગાળાનુ નાણાકીય લક્ષ્ય છે, જેના માટે તમે તમારા માસિક રોકાણનો એક મોટો ભાગ ઇક્વિટીને ફાળવી શકો છો. તમે જેટલી વધુ ઇક્વિટી ફાળવશો તેટલુ જ ઝડપથી તમે તમારા લક્ષ્ય ને પ્રાપ્ત કરી શકશો અને તેટલા જ વહેલા તમે નિવૃત્તિ પણ લઈ શકો છો.

image source

નિવૃત્તિ માટેનુ આયોજન બનાવતા સમયે તમે મોંઘવારીની સ્થિતિને અવશ્યપણે ધ્યાનમા રાખો. મોંઘવારી એ લાંબા સમય સુધી આપણા દેશમા રહેશે. આવનાર સમયમા મોંઘવારીનુ પ્રમાણ કેટલી હદ સુધી વધી શકે છે, તેનુ અનુમાન લગાવીને એક મહિનામા તમારે કેટલા પૈસાની જરૂર પડશે? એ સંપૂર્ણ ગણતરી મગજમા રાખીને જ નાણાકીય રોકાણ કરવુ.

image source

એક સફળ નિવૃત્તિ યોજના માટે આરોગ્ય વીમો હોવો એ અત્યંત આવશ્યક છે. જો તમે એક સારો સ્વાસ્થ્ય વીમો કરાવ્યો નથી તો પછી મેડીકલ ઈમરજન્સી સમયે તમારી રીટાયરમેન્ટ ની બચત પર તેની અસર થઇ શકે છે માટે જ્યારે પણ તમે નિવૃત્તિ માટેનુ આયોજન કરી રહ્યા હોવ ત્યારે તેમા એક આરોગ્ય વીમા ને અવશ્ય સ્થાન આપવુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ