દેશની આ પહેલી મહિલાને થવાની છે ફાંસી: શબનમના ગામમાં માત્ર સરકારી નોકરીમાં એક જ પુરુષ, જ્યારે મોટાભાગના છોકરાઓ 10માં પછી…

આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે જેમાં કોઈ મહિલા કેદીને ફાંસી આપવામાં આવશે. મથુરા સ્થિત ઉત્તર પ્રદેશની એક માત્ર મહિલા ફાંસીઘરમાં અમરોહાની રહેવાસી શબનમને મોતની સજા આપવામાં આવશે. તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિર્ભયાના આરોપીઓને ફાંસી પર લટકાવનારા મેરઠના પવન જલ્લાદ પણ બે વાર ફાંસીઘરનું નિરીક્ષણ કરી ચૂક્યા છે. જોકે ફાંસીની તારીખ હજુ નક્કી નથી થઈ. રાજધાની દિલ્હીથી લગભગ 120 કિમી દૂર વસેલું બાવનખેડી ગામમાં લોકો લાકડાંનો વેપાર કરે છે. અહીં આંબાના બાગ પાસે પીળા રંગનું બે માળનું મકાન છે, જેનો રંગ હ વે ફિકો પડી રહ્યો છે. બાવનખેડી પાસે જ એક બીજા ગામના રહેવાસી આસિમ કહે છે કે જ્યારે પણ અમરોહા-હસનપુર રોડ પર આ ગામથી પસાર થાવ છું તો ઘર જોઈને કંપી જાઉં છું, જાણે કોઈ જૂની ફિલ્મનો ભૂત બંગલો હોય.

image source

આસિમે જણાવ્યું, બાવનખેડી એક પછાત ગામ છે. આસપાસના ગામના લોકોને છોડી દેવામાં આવે તો કદાચ જ કોઈએ આ ગામનું નામ સાંભળ્યું હોય. આ ગામની શબનમ હવે આઝાદ ભારતમાં ફાંસીના ફંદા પર ચઢનાર પહેલી મહિલા હોઈ શકે છે. આ જ કારણે બાવનખેડી અચાનક લાઈમલાઈટમાં આવી ગયું છે.

image source

14-15 એપ્રિલ 2008ની રાતે શબનમે તેના આશિક સલીમ સાથે મળીને તેના ઘરમાં જ આખા પરિવારની હત્યા કરી નાખી હતી. તેણે દરેક સંબંધની હત્યા કરી નાખી હતી. તેના પિતા, માતા, ભાઈ, ભાભી, ભત્રીજા અને સંબંધી બહેન, તમામને પહેલા નશો આપ્યો અને પછી તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી નાખ્યું. શબનમના કાકાનો પરિવાર હવે આ ઘરમાં રહે છે. શું તેમને બીક લાગે છે? કાકી ફાતિમા કહે છે, મને બીક નથી લાગતી, હું તો ઉપરના એ રૂમમાં પણ સૂઈ જાઉં છું.

image source

અહીં આવીને અજુગતો અહેસાસ થાય છે. એક છત પર ઊભા થઈને સામે બાગ તરફ જોતાં સુંદર નજારો જોવા મળે છે. લહેરાતો પાક, આંબાનાં ઝાડ, લીલું લીલું ઘાસ. મગજમાં સવાલ થાય છે કે શું કોઈ આટલા શાંત માહોલમાં આવી હરકત કરી શકે છે? પણ પાછળ ફરતા જ દીવાલ પર જામેલા લોહીના દાગ જવાબ આપે છે કે હત્યા કરાયેલા સાત લોકો આ ચાર દીવાલમાં દફન છે.

image source

બાવનખેડીમાં રહેતા ઈસ્લામ ખાન જણાવે છે, અહીં લગભગ સાડાત્રણ હજાર લોકો રહે છે. મોટા ભાગના પઠાણ છે, બાકી અન્ય જાતિઓના લોકો રહે છે. ઈસ્લામના જણાવ્યા પ્રમાણે, બાવનખેડીની આસપાસ 52 ગામ ચૌહાણનાં છે જેમની વચ્ચે આ એકમાત્ર મુસ્લિમ બહુમતીવાળું ગામ છે. તેઓ કહે છે કે કદાચ આ જ કારણ હશે કે ગામનું નામ બાવનખેડી પડ્યું હોય. તે કહે છે, કદાચ આ જ કારણ હશે કે આ ગામનું નામ બાવનખેડી પડ્યું હશે. તેઓ કહે છે, પહેલાં અહીં મોટા ભાગના લોકો મજૂરી કે પછી ના મોટા કામ કરીને જીવન ચલાવતા હતા. હવે મોટા ભાગના લોકો લાકડાંના વેપાર સાથે જોડાયેલા છે. જેમ તેમ કરીને લોકોનું જીવન ચાલી રહ્યું છે.

આખા ગામમાં માત્ર એક સરકારી કર્મચારી

image source

બાવનખેડી ગામમાં મોટા ભાગનાં બાળકો દસમાં સુધી ભણી પછી અભ્યાસ છોડી દે છે. અમુક લોકો જ અહીં ગ્રેજ્યુએટ છે. આખા ગામમાં એક સરકારી કર્મચારી છે જે પોલીસ વિભાગમાં કાર્યરત છે. છોકરીઓ માટે સ્થિતિ વધુ ખરાબ છે. અહીં હજી સુધી કોઈપણ છોકરી નોકરી કરવા અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ગામની બહાર નથી ગઈ. ઈસ્લામના જણાવ્યા પ્રમાણે, આ પ્રમાણે જોવામાં આવે તો બાવનખેડી ઘણું પછાત ગામ છે. હાલ અહીંના લોકો તેમની છોકરીઓના શિક્ષણ અંગે પણ ગંભીર નથી.

image source

બાવનખેડી ગામનાં બાળકો અને યુવાન કંઈ પૂછવા પર પાછળ ખસી જાય છે. અહીંની સ્ત્રીઓ ઘરમાં કેદ રહે છે. જે છોકરીઓ બહાર આવી હતી તેઓ નકાબમાં ઢંકાયેલી હતી. છોકરીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તે જતી રહેતી હતી. શબનમે ડબલ MA કર્યું હતું. ગામના ઘણા લોકો હસતાં હસતાં કહે છે કે વધુ ભણેલીગણેલી હતી, એટલે જ તો આવો કાંડ કરી દીધો.

શબનમ અને સલીમનો સંબંધ

image source

શબનમ અને સલીમના પ્રેમ પ્રસંગ વિશે પૂછતાં ઘણા ઓછા લોકો બોલે છે. ગામના લોકો સાથે અલગ અલગ વાત કરતાં એટલી ખબર પડી છે કે શબનમ સલીમને પ્રેમ કરતી હતી અને કોઈપણ ભોગે સલીમ સાથે લગ્ન કરવા માગતી હતી, પણ તેનાં પરિવારજનોને આ વાત નહોતી ગમતી. બન્નેની જાતિ પણ અલગ હતી અને આર્થિક સ્થિતિ પણ. શબનમ સૈફી હતી અને સલીમ પઠાણ હતો. શબનમ શિક્ષામિત્ર હતી અને ટૂંક સમયમાં સ્થાયી શિક્ષિકા બની જાત, જ્યારે સલીમ એક આરા મશીન પર કામ કરતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ