ચહેરા પરથી ના જોઈતી રુંવાટી હટાવો આ ઘરગથ્થુ ઊપાયોથી…

શરીર ઉપર ઊગી નીકળતી અણગમતી રુવાટી સૌંદર્યને ઝાંખું પાડે છે. મહિલાઓ આ બાબતે સતત સતર્ક હોય છે. એમાં પણ વાત જ્યારે ચહેરાની ખુબસુરતી ની હોય ત્યારે ચહેરા ઉપરની  રૂવાંટી ચંદ્રમા દેખાતા ડાઘ જેવી લાગે છે.

image source

ચહેરા પર ઉગી નીકળતા આ જીણા જીણા વાળને દૂર કરવા માટે મહિલાઓ થ્રેડિંગ અથવા વેક્સિંગનો સહારો લે છે. બ્લીચીંગ પણ વાળને છુપાવવા માટેનો અસરકારક ઉપાય છે .પણ આ તમામ ઉપાયો ક્યારેક ચામડી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

image source

ચહેરા પર ઊગતા વાળ ક્યારેક કુદરતી હોય છે ,તો તેની પાછળ હોર્મોન્સમાં આવતો બદલાવ પણ જવાબદાર હોય છે. સ્ત્રીઓના શરીરમાં એન્ડ્રોજનની માત્રા વધી જાય તો ચહેરા ઉપર તથા શરીર પર રુવાટી વધી જાય છે. ક્યારેક વારસાગત રીતે પણ શરીર પર રૂંવાટી વધુ હોઈ શકે છે તો ક્યારેક દવાઓ ની સાઇડ ઇફેક્ટ અથવા તો કેટલાક ક્રીમને કારણે પણ રુવાંટી ની સમસ્યા વકરી શકે છે.

image source

સ્ત્રીઓ માટે સૌંદર્યમાં ધબ્બા સમાન લાગતી રુવાંટી મોટી સમસ્યા બની જાય છે. વારંવાર થ્રેડિંગ અને વેક્સિંગ ત્વચાને નુકસાન કરે છે અને સમય અને નાણાંનો પણ મહત્તમ વ્યક્ત કરે છે.

જોકે કેટલાક ઉપાય એવા પણ છે કે જે આ અનિચ્છનિય વાળથી આપણને છુટકારો અપાવી શકે છે.

image source

કાચા પપૈયાની પેસ્ટ બનાવી તેમાં હળદર પાવડર મેળવી જ્યાંથી અણગમતા વાળ દુર કરવા હોય તે ભાગ પર લગાવી 15 મિનિટ સુધી તેને સૂકાવા દેવી ત્યારબાદ તે ભાગને માલિશ કરીને ધોઈ લેવાથી ધીરે ધીરે રુવાટી દૂર થવા લાગે છે. એટલું જ નહીં પપૈયાની પેસ્ટ ત્વચા પરના ડેડ સેલ્સ હટાવવાનું પણ કામ કરે છે. પપૈયામાં રહેલું પપાઅન તત્વ રુવાંટી ના છિદ્રો સુધી પહોંચી તેને વધુ ખુલ્લા કરે છે જેનાથી રુવાટી ખરવા લાગે છે. એક અઠવાડિયામાં બેથી ત્રણ વાર કાચા પપૈયાની પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે.

image source

દાળિયા અને કેળાની પેસ્ટ થી પણ રુવાંટી આસાનીથી દૂર કરી શકાય છે. દાળિયા માં રહેલું એવંથરામેમાઇડ એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ તત્વ છે ,જે ચામડી માં થતી બળતરા અને ખંજવાળની સમસ્યા નું નિરાકરણ કરે છે. તેથી દાળીયા નું ફેસપેક બનાવી સ્ક્રબની જેમ તેનો ઉપયોગ કરવાથી ચહેરા ઉપરની રુવાંટી તો દૂર થાય જ છે ઉપરાંત ચહેરો ચોખ્ખો થઈ ડેડ સેલ્સ / બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ દૂર થઈ ચામડી મુલાયમ પણ બને છે.

image source

પાકા કેળાને છુંદી તેની પેસ્ટ બનાવી તેના અધકચરા ક્રશ કરેલા દાળિયા ભેળવીને તેની પેસ્ટ બનાવવી.ચહેરા પરના વાળ દૂર કરવા માટે રૂવાટીવાળા ભાગમાં આ પેસ્ટને લગાવી પંદર વીસ મિનિટ બાદ મસાજ કરીને ઠંડા પાણીથી ચહેરો ધોઈ લેવાથી ચહેરો ચોખ્ખો તો થાય જ છે ઉપરાંત અણગમતા વાળ ની સમસ્યા પણ દૂર થાય છે.

image source

ખાંડ લીંબુ અને મધ પણ ચહેરાની રુવાંટી દૂર કરવામાં મદદરૂપ છે.લીંબુના રસમાં ખાંડ અને મધનું મિશ્રણ કરી તેની પેસ્ટ તૈયાર કરવી.તેને ધીમી આંચ પર થોડીક ગરમ કરી વેક્સ જેવું મિશ્રણ તૈયાર કરવું.આ મિશ્રણ ઠંડું પડ્યા બાદ રુવાંટી વાળી જગ્યા પર થોડો મેંદો અથવા તો મકાઈનો લોટ લગાવી તેની પર વેકસિંગ સ્ટ્રિપ  દ્વારા અથવા તો કપડાની મદદથી આ મિશ્રણને લગાડી વેક્સિંગની જેમ જ તેને ખેંચીને રીમુવ કરવું.

image source

આ એક પ્રકારનું ઘરેલુ વેક્સિંગ જ છે. જેનાથી ત્વચાને કોઈ નુકસાન થતું નથી મિશ્રણ વધુ પડતું ગરમ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને સાવધાનીપૂર્વક આ પ્રયોગ કરવો કારણકે લગાડેલું વેક્સિંગ ખેંચતા ન ફાવે તો ત્વચાને નુકસાન થઈ શકે છે.

image source

શું તમે માની શકો છો કે ઈંડા અને મકાઈનો લોટ પણ અણગમતા વાળને દૂર કરવા માટે સારો એવો ફાળો આપે છે.ઈંડાના સફેદ ભાગમાં મકાઈનો લોટ ભેળવી તેની પેસ્ટ બનાવી લેવી અને રુવાંટી વાળા ભાગ પર તેને લગાડી 20 મિનિટ સૂકાવા દેવી ત્યારબાદ તેને રગડીને ધોઈ નાખો.

image source

અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ પ્રયોગ કરવાથી ચહેરા પરના અણગમતા વાળ દૂર કરી શકાય છે.જેને ચહેરા પર ખીલ થતા હોય તેમજ જેમની ત્વચા સંવેદનશીલ હોય તેમણે ઈંડા અને મકાઈના લોટનો પ્રયોગ કરવો જોઈએ નહીં.

image source

તો હવે અણગમતી રુવાંટી ને દૂર કરવાના ઘરેલુ ઉપાયો તમારા હાથમાં છે.સાવચેતીપૂર્વક તેનો ઉપયોગ કરી સૌંદર્યને વધુ ને વધુ નિખાર આપી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ