રિમોટના સેલની અવનવી ટીપ્સ અને ટ્રીક્સ, ખુબ જ લાગશે કામ

મિત્રો, આપણે ઘણીવાર જોઈએ છીએ કે, રિમોટમા રહેલી બેટરી એકાએક લીક થઈ જાય છે અને તેના કારણે રિમોટ યોગ્ય રીતે કામ કરતુ નથી. જો તમે રિમોટને યોગ્ય રીતે સાફ કરશો તો તે ફરીથી કામ કરશે. વાસ્તવમા બેટરીના લીકેજને કારણે બેટરી કમ્પાર્ટમેન્ટમા સફેદ સ્તર જમા થઇ જાય છે, જેને આપણે સાફ કરવાનુ છે. જો તમને ખબર ના હોય કે લીક થયેલી બેટરી કેવી રીતે સાફ કરવામાં આવે છે, તો નીચેની પદ્ધતિઓ વાંચો. તેનાથી તમે રિમોટ, ફ્લેશલાઇટ, વાયરલેસ માઉસ અથવા બાળકોના રમકડાં વગેરેની બેટરી પણ સાફ કરી શકશો. તો ચાલો જાણીએ.

કઈ-કઈ વસ્તુઓની પડશે જરૂરીયાત ?

image soucre

હાથના ગ્લોવ્ઝ કે જેથી તમારી ત્વચા બળી ન જાય. આ ઉપરાંત બેટરી સાફ કરવા માટે કોટન , સફેદ વિનેગર અથવા લીંબુનો રસ. આ સિવાય ભેજ દૂર કરવા માટે ઇસોપ્રોપિલ આલ્કોહોલ. આ ઉપરાંત પેન્સિલ ઇરેઝર અને માઇક્રોફાઇબર કાપડ કે, જે નાના-મોટા રેસાઓને દૂર કરે છે.

લીક થયેલ બેટરીને કેવી રીતે કરવી સાફ-સફાઈ ?

image source

બેટરી લીકેજ એ તમારા ઉપકરણને ખરાબ બનાવે છે પરંતુ, તે શરીર માટે હાનિકારક પણ છે. બેટરી સાફ કરતી વખતે એ વાતને ધ્યાનમા રાખો કે, ગોગલ્સ અને ગ્લ્વસનો ઉપયોગ અવશ્યપણે કરો કારણકે, બેટરીમા અનેકવિધ રસાયણો સમાવિષ્ટ હોય છે એટલા માટે તેને તટસ્થ કરવા અને અસરગ્રસ્ત સ્થળોએ લગાવવા માટે વિનાઇલ અથવા લીંબુના રસના થોડા ટીપાં છાંટો.

image soucre

આ ઉપાય જમા થયેલ સફેદ સ્તરને સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. ત્યારબાદ તેના પર આઇસોપ્રોપિલ આલ્કોહોલનો ઉપયોગ કરો, જેથી વિંગર અથવા લીંબુના રસના અવશેષો દૂર કરી શકાય કારણકે, તેના લીધે પણ ઉપકરણ બગડી શકે છે. માટે આ અંગે વિશેષ સાવચેતી રાખવી.

image source

વાઇપ્સમા ૭૦ ટકા સુધી આઇસોપ્રોપિલ આલ્કોહોલ હોય છે, જે ઉપકરણની બાહ્ય સફાઈ કરી શકે છે પરંતુ, આંતરિક સફાઈ માટે ૯૦-૯૯ ટકા આઇસોપ્રોપિલ આલ્કોહોલ હોવો અત્યંત આવશ્યક છે. સંપૂર્ણ સફાઈ કર્યા બાદ તેને માઇક્રોફાઇબર કપડાથી લૂછી લો અને પેન્સિલ ઇરેઝર વડે અંદરની શુદ્ધિઓને ચમકદાર કરો. લીક થયેલી બેટરી સંપૂર્ણપણે સાફ થઈ જશે.

image soucre

માટે જો તમારા ઘરમા પણ ક્યારેય કોઈપણ વસ્તુની બેટરી લીકેજ થાય તો ગભરાશો નહિ તુરંત જ આ ઘરગથ્થુ ઉપાય અજમાવો અને આ સમસ્યામાંથી તુરંત મુક્તિ મેળવો. આ ઉપાય આ બેટરી લીકેજની સમસ્યાને દૂર કરવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે અને સાથે જ આ ઘરેલુ ઉપાયના કારણે આ બેટરી લીકેજની સમસ્યાનુ સમાધાન પણ ઘરેબેઠા ખુબ જ સરળતાથી થઇ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!