ખોવાઈ ગયો છે ફોન તો ના લો ટેન્શન અજમાવો આ ટ્રીક અને મેળવો તમારા ફોનનુ લોકેશન….

મિત્રો, આપણે બધા જ સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ. દરેક નાની-મોટી વસ્તુ માટે આપણે મોબાઇલ પર આધાર રાખીએ છીએ. મોબાઇલ આપણા જીવનનો એક ખુબ જ મહત્વનો ભાગ છે. પર્સનલથી લઈને પ્રોફેશનલ લાઈફ સુધી બધી જ વસ્તુઓ આપણે આપણા સ્માર્ટફોનમાં રાખીએ છીએ. જો આપણો મોબાઇલ ફોન ભૂલથી પણ ખોવાઈ જાય તો આપણને અનેકવિધ મુશ્કેલીઓ પડે છે.

આઈ.એમ.ઈ.આઈ. નંબર પરથી મેળવી શકો છો તમારો ખોવાયેલો ફોન :

image source

ખોવાયેલો મોબાઇલ ફોન શોધવો એ ખુબ જ સરળ કામ છે પરંતુ, જો તમે આ નાની નાની રીતો જાણતા હોવ તો તમારો ખોવાયેલો ફોન મિનિટોમા પાછો આવી જશે. તમારે તમારા ફોનનો ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી નંબર એટલે કે આઈ.એમ.ઈ.આઈ. નંબર અવશ્ય જાણવો જોઈએ. આઈ.એમ.ઈ.આઈ. નંબર દ્વારા મોબાઇલ શોધવાનો સૌથી સરળ રસ્તો છે મોબાઇલ એપ.

મોબાઈલ ટ્રેકર એપમા નાખો તમારા ફોનના આઈ.એમ.ઈ.આઈ. નંબર :

image source

તમારે આ એપમા તમારા ફોનનો આઈ.એમ.ઈ.આઈ. નંબર દાખલ કરવો પડશે, જેથી તમે તેને સરળતાથી ટ્રેક કરી શકશો. મુખ્ય બાબત એ છે કે, જો કોઈએ તમારા ફોનમાંથી સિમ, ઇન્ટરનેટ એક્સેસ અને જીપીએસ લોકેશન દૂર કર્યુ હોય તો પણ આ ટ્રિક દ્વારા તમે તમારા ફોનને સરળતાથી ટ્રેક કરી શકશો.

કેવી રીતે જાણશો તમારા ફોનના આઈ.એમ.ઈ.આઈ. નંબર?

image source

જો તમારે તમારા ફોનનો આઈ.એમ.ઈ.આઈ. નંબર જાણવો છે તો તમારા ફોનના બોક્સમાંથી તમે તે જોઈ શકો છો, તમને તેમા તમારા ફોનનો આઈ.એમ.ઈ.આઈ. નંબર મળશે. તમને બોક્સ પર એક સ્ટીકર દેખાશે. આ ઉપરાંત તેમા ફોનના મોડલ નંબર અને સીરિયલ નંબર લખેલા જોવા મળશે. તમને આ નંબર ૧૫ આંકડામા જોવા મળશે.

આ એપ્લીકેશન કરો ઇન્સ્ટોલ :

image soucre

તમારા ખોવાયેલા ફોનને શોધવા માટે બીજા ફોનમા ગૂગલ પ્લે સ્ટોરમાંથી આઈ.એમ.ઈ.આઈ. ફોન ટ્રેકર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. ત્યારબાદ એપ્લિકેશનમા આઈ.એમ.ઈ.આઈ. દાખલ કરીને સર્ચ કરો. તમારા ફોનનુ લોકેશન મેસેજ મારફતે મળશે. ફોન ગુમ થવાના કિસ્સામા તમે આઈ.એમ.ઈ.આઈ. નંબરથી પોલીસમા ફરિયાદ કરી શકો છો. પોલીસ પણ એ જ નંબર પરથી ફોનને ટ્રેક કરે છે.

ફોન ખરીદયા પછી આ કામ જરૂર કરજો :

image source

એક વાત ધ્યાનમા રાખવી એ છે કે, ફોન ખરીદ્યા પછી આઈ.એમ.ઈ.આઈ. નંબરને સુરક્ષિત જગ્યાએ રાખવો. આ ઉપરાંત કોઈપણ નવો ફોન ખરીદો ત્યારે તે ફોનમા ટ્રેકિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો કારણકે, જો તમારા ખોવાયેલા ફોનમાં આવી ફોન ટ્રેકિંગ એપ ના હોય તો તમારો ફોન શોધવો મુશ્કેલ બની જશે. તેથી, તમે ફોન ખરીદો કે તરત જ તમે ગૂગલ ટ્રેકર અથવા કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, જેથી તમારો ફોન ક્યારેય ખોવાઈ તો તેને સરળતાથી શોધી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!