મોબાઈલની દુનિયામાં જાણીતું નામ સેમસંગનો ઈતિહાસ, આ માહિતી અગાવ ક્યાંક નહી વાંચી હોય

મિત્રો, આજકાલ સ્માર્ટફોન નું બજાર નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. તેનું પહેલું મોટું કારણ એ છે કે આપણને સ્માર્ટફોનની જરૂર છે, જે તેમની માંગ વધારી રહી છે. આ માંગને ધ્યાનમાં રાખીને સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ દરરોજ નવી ટેકનોલોજી અને ઇનોવેશન સાથે ફોન લોન્ચ કરે છે. જે કોઈપણ કંપની નવી-નવી ટેકનોલોજી સાથે ફોન રજૂ કરે છે, તેઓ લાંબા સમય સુધી બજારમાં રહે છે અને જે લોકો આમ કરવામાં નિષ્ફળ જાય છે તેઓ ટૂંક સમયમાં જ અદશ્ય થઈ જાય છે.

image source

એક એવી કંપની છે જેણે સમય જતાં પોતાની જાતને જાળવી રાખી છે. લોકોની જરૂરિયાત મુજબ સ્માર્ટફોન બનાવ્યા છે અને આજે તે વિશ્વની શ્રેષ્ઠ સ્માર્ટફોન કંપનીઓમાંની એક છે.

image source

હા, અમે વાત કરી રહ્યા છીએ સેમસંગની કંપનીની કે આજે ૪૦ વર્ષ કરતા પણ વધુ જૂની મોબાઈલ વહેંચતી કંપની બની ચુકી છે. કંપનીએ આ પોઝિશન કેવી રીતે હાંસલ કરી, ચાલો તમને સેમસંગની અનટોલ્ડ સ્ટોરી જણાવીએ.

image soucre

સેમસંગ દક્ષિણ કોરિયાની કંપની છે, તેની હેડ ઓફિસ સિઓલમાં આવેલી છે. કોરિયન ભાષામાં સેમસંગનો અર્થ “ત્રણ સ્ટાર” થાય છે. સેમસંગને લી બાયંગ ચુલ દ્વારા વર્ષ ૧૯૩૮ મા લોન્ચ કરવામાં આવી હતી.

image source

શરૂઆતમાં કંપનીટ્રેડિંગ કંપની તરીકે રજિસ્ટર્ડ હતી. પરંતુ ધીમે ધીમે કંપની ફૂડ પ્રોસેસિંગ, ટેક્સટાઇલ્સ, ઇન્શ્યોરન્સ, સિક્યોરિટી અને રિટેલ જેવા ઘણા ક્ષેત્રોમાં આગળ વધી.

image source

તેમણે વર્ષ ૧૯૬૯ મા ઇલેક્ટ્રોનિક્સ લોન્ચ કર્યું હતું અને વર્ષ ૧૯૭૦મા કંપનીએ શિપ બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શનના ક્ષેત્રમાં પગ મૂક્યો હતો. આ સાથે જ સેમસંગે જાપાનીઝ કંપની સાન્યાઓ અને એનઇસી સાથે ટીવી અને સેમિકન્ડક્ટર નું ઉત્પાદન શરૂ કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૧૯૮૧ સુધીમા કંપનીએ ૧૦ મિલિયનથી વધુ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીનું નિર્માણ કર્યું હતું.

image source

૧૯૮૦ પછી સેમસંગે ડિજિટલ ચિપ મેમરી મેન્યુફેક્ચરિંગ ડીરેમ અને રોમમાં પણ પગ મૂક્યો હતો અને કંપનીએ ઘણી સફળતા હાંસલ કરી છે અને આજે તેને વિશ્વની નંબર વન ચિપ મેન્યુફેક્ચરિંગ કંપની તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વર્ષ ૧૯૯૫મા કંપનીએ એલ.સી.ડી. ડિસ્પ્લે પેનલ રજૂ કરી હતી અને સેમસંગ તેમા પણ સફળ સાબિત થઈ હતી. ત્યારબાદ તેમણે સમય સાથે બજારમા અનેકવિધ નવી-નવી ટેકનોલોજી લોન્ચ કરી.

image source

હાલ, તે પહેલી એવી સ્માર્ટફોન કંપની બની કે જેણે ૫જી સીસ્ટમ સાથે બજારમાં મોબાઈલ લોન્ચ કર્યા. હાલ, સેમસંગ કંપનીએ નવા દાયકા એટલે કે વર્ષ ૨૦૨૧ની શરૂઆત સાથે અનેક નવા ઇનોવેશન રજૂ કરવાની યોજના બનાવી છે. સેમસંગના નવા ઇનોવેશન અને સ્માર્ટફોન રજૂ થતાં જ અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!