રાત્રે સુતા સમયે પથારી પાસે કાપેલુ લીંબુ રાખવાથી મળે છે આ અદભૂત લાભ…

લીંબુને શરીર માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે અને લીંબુની મદદથી ઘણી પ્રકારના રોગોથી છૂટકારો મેળવી શકાય છે. જે રીતે લીંબુનો રસ પીવાથી શરીરને ઘણી પ્રકારના ફાયદા મળે છે. એ જ રીતે કાપેલુ લીંબુ પાસે રાખવાથી પણ સ્વાસ્થયને ઘણી પ્રકારના ફાયદા થાય છે.

ડિપ્રેશનથી અપાવે છૂટકારો

ડિપ્રેશનની બિમારીથી ગ્રસ્ત લોકો માટે લીંબુ ખૂબ લાભદાયક હોઈ છે. જે લોકોને પણ ડિપ્રેશનની તકલીફ છે તે રાત્રે સુતા સમયે પોતાની પથારી નજીક એક કાપેલું લીંબુ રાખી દે. કાપેલું લીંબુ પાસે હોવાથી તમને ડિપ્રેશનને કારણે થનાર ગભરાટ અને અનિદ્રાની સમસ્યાથી રાહત મળશે. ખરેખર, લીંબુની સુંગધ મગજને શાંત રાખવાનું કામ કરે છે. એટલે કાપેલું લીંબુ પાસે હોવાથી અનિદ્રાની સમસ્યા દૂર થઈ જાય છે અને ડિપ્રેશનથી રાહત મળી જાય છે.

નાક બંધ હોવાની સમસ્યાથી મળશે છૂટકારો

શરદીથી છૂટકારો અપાવવામાં પણ લીંબુ ખૂબ અસરદાર સાબિત થાય છે. શરદી થવા પર જો તમારુ નાક બંધ થઇ જાય તો તમે તમારા પાસે એક લીંબુનો ટુકડો રાખી લો. લીબુંની સુંગધ સુંધવાથી તમારું નાક એકદમ ખુલ્લી જશે અને તમને શરદીથી રાહત મળશે.

મચ્છર અને માખીઓથી અપાવે છૂટકારો

લીંબુની સુગંધ ખૂબ અસરદાર હોઈ છે અને તેની સુગંધથી કિડા, મકોડા, મચ્છર અને માખીઓ દૂર રહે છે. જો તમારા ઘરમાં કીડા, મકોડા, મચ્છર અને માખી છે તો તમે પોતાના ઘરના દરેક ખૂણામાં લીંબુ કાપીને રાખી દો. ઘરમાં લીંબુની સુગંધ હોવાથી આ બધા જંતુઓ ઘરની અંદર પ્રવેશ નહિ કરી શકે અને ઘરની બહાર નિકળી જશે.

પગને રાખે મુલાયમ

જો તમારા પગ મુલાયમ નથી તો તમે રાત્રે સુતા પહેલા મોજા પહેરી લો અને મોજાની અંદર કાપેલું લીંબુ રાખી લો. કાપેલા લીંબુને મોજાની અંદર રાખવાથી તમારા પગ એકદમ મુલાયમ થઈ જશે અને તમારી ફાટેલી એડીઓ પણ એકદમ સાજી થઈ જશે. જોકે, તમે કાપેલા લીંબુથી જોડાયેલા આ નુસ્ખાને માત્ર ગરમીની સીઝનમાં જ આજમાવો. કારણ કે શિયાળાના સમયમાં મોજાની અંદર લીંબુ રાખીને સુવાથી તમને શરદી થઈ શકે છે.

અસ્થમાના દર્દીઓ માટે લાભદાયક

અસ્થમાની બિમારીથી ગ્રસ્ત લોકો માટે પણ લીંબુ કોઈ જાદુઈ ચીજથી ઓછું નથી. જે લોકોને પણ શ્વાસ લેવામાં તકલીફ થાય છે તે પોતાના રૂમમાં લીંબુ જરૂરથી રાખે. લીંબુની સુગંધથી તમને શ્વાસ લેવામાં તકલીફ નહિ થાય.

તણાવ કરશે દૂર

તણાવને દૂર કરવામાં પણ લીંબુ ખૂબ લાભદાયક સાબિત થાય છે. જો તમે હમેંશા ચિંતામાં રહો છો તો તમારા પાસે કાપેલું લીંબુ જરૂર રાખો. કાપેલું લીંબુ પાસે રાખવાથી ચિંતા દૂર થઈ જાય છે. ખરેખર, લીંબુની અંદર સાઈટીક એસિડ મળી આવે છે અને સાઈટીક એસિડ ટેન્શનને ઓછુ કરવાનું કામ કરે છે. એટલે જ્યારે પણ તમે લીંબુની સુગંધને સુંઘો છો તો તમારા મગજને આરામ મળે છે અને તમારો તણાવ દૂર થઇ જાય છે.

ચાલો જાણીએ લીંબુના બીજા ઉપાયો વિષે :

સુખ અને દુ:ખ વ્યકિતના જીવનમાં અવારનવાર લાગેલું રહે છે, જો આજ વ્યકિતના જીવનમાં ખુશીઓ છે તો તેને આવનાર સમયમાં મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે, જો અત્યારે મુશ્કેલીઓ ચાલી રહી છે તો આવનાર દિવસોમાં તમને ખુશીઓ પ્રાપ્‍ત થશે, આ સમયને અનુસાર દરેક વ્યકિતના જીવનમાં આવતા-જતા રહે છે, જ્યારે વ્યકિતનું જીવન ખુશીઓથી ભરપૂર રહે છે તો તેને કોઈ વાતની ચિંતા નથી હોતી પરંતુ જેવી જ તેના જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે તો તે ખૂબ વિચલિત થઈ ઉઠે છે અને પોતાના તમામ કષ્ટોથી છૂટકારો મેળવવા માટે ઘણાબધા ઉપાય કરે છે.

આમ જોવામાં આવે તો જ્યોતિષમાં એવા ઘણાબધા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને અપનાવીને તમે પોતાના જીવનની સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો, આ જ ઉપાયોમાંથી એક લીંબુનો ઉપાય જણાવવામાં આવ્યો છે, જો લીંબુનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી આપણને સ્વાસ્થય સબંધિત ઘણાબધા લાભ મળે છે પરંતુ લીંબુ તમારા ખરાબ ભાગ્યને પણ દૂર કરી શકે છે અને તમારી આર્થિક સ્થિતિને ખૂબ સારી બનાવવામાં સહાયતા કરે છે, ઘણા લોકો એવા હોઈ છે જે આ ઉપાયો અને ટોટકા પર વિશ્વાસ નથી કરતા, તમે તેના પર વિશ્વાસ કરો કે પછી ના કરો? આ તમારી આસ્થા પર નિર્ભર કરે છે, પરંતુ વાસ્તવમાં જોવામાં આવે તો જ્યોતિષમાં આ ઉપાય ખૂબ જ કારગર માનવામાં આવ્યા છે અને તેનાથી સમસ્યાઓનું સમાધાન પણ થાય છે.

લીંબુનો ઉપયોગ તાંત્રિક કામોમાં કરવામાં આવે છે, અમુક લોકો એવા પણ છે જે સાત્વિક ઉપાયોમાં લીંબુનો ઉપયોગ કરે છે, આજ અમે તમને લીંબુના અમુક ચમત્કારિક ઉપાય જણાવવાના છીએ જેને કરી તમે તમારા જીવનમાં સુખ શાંતિ અને પ્રગતિ પ્રાપ્‍ત કરી શકો છો.

સફળતા પ્રાપ્તિ હેતુ

ઘણા લોકો એવા હોઈ છે જે પોતાના જીવનમાં સખત પરિશ્રમ કરે છે પરંતુ તેમ છતા પણ તેમને સફળતા નથી મળી શકતી, જો તમે તમારા જીવનમાં સખત પરિશ્રમ કર્યા બાદ પણ સફળતા પ્રાપ્‍ત નથી કરી શકતા તો આ સ્થિતિમાં તમે લીંબુનો આ ઉપાય આજમાવી શકો છો, તમે તેના માટે હનુમાન મંદિરમાં જાવ અને સાથે એક લીંબુ અને ચાર લવિંગ જરૂર લઈ લો, જ્યારે તમે હનુમાન મંદિર પહોંચી જાવ ત્યારે લીંબુની ઉપર ચાર લવિંગ લગાવી દો, હવે હનુમાનજી સમક્ષ બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરો અને હનુમાનજીને સફળતા પ્રાપ્‍ત કરવા માટે પ્રાથના કરો, હવે તમે આ લીંબુને લઈને પોતાનું કાર્ય આરંભ કરી દો, આ ઉપાય કરવાથી સફળતા મળવાની સંભાવના વધે છે.

નોકરી પ્રાપ્તિ હેતુ

જો તમે બેરોજગાર છો અને પ્રયાસો કરવા છતા પણ તમને કોઈ સારી નોકરી નથી મળી રહી તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, આ સ્થિતિમાં તમે લીંબુનો આ ઉપાય જરૂરથી કરો, તેના માટે તમારે એક મોટુ અને વગર કોઈ ડાઘ વાળુ લીંબુ લેવાનુ રહેશે, હવે તેને કોઈ ચાર રસ્તા પર રાત્રે ૧૨:૦૦ વાગ્યા પહેલા જઈ તેને ચાર ભાગમાં કાપી લો અને પછી ચારે દિશામાં ફેંકી દો, આ ઉપાય કરવાથી મનપસંદ નોકરી પ્રાપ્‍ત થાય છે.

કિસ્મત ચમકાવવા માટે

જો તમને તમારી કિસ્મતનો સાથે નથી મળી શકતો તો તમે લીંબુનો આ ઉપાય કરી શકો છો, તમે એક લીંબુ લો અને તેને તમારા માથા પરથી સાત વાર ઉતારીને તેને બે ભાગમાં કાપી લો, ડાબા હાથનો ટુકડો તમે જમણી તરફ ફેંકી દો અને જમણા હાથનો ટુકડો ડાબી તરફ ફેંકી દો, તેનાથી તમારા ભાગ્યમાં જે પણ દોષ ઉત્પન્ન થઈ રહ્યા છે તે દૂર થાય છે. આમ એક જ લીંબુના અલગ અલગ ઉપાય અજમાવવાથી શારીરિક અને માનસિક પીડામાંથી મુક્તિ મળવાનો માર્ગ મળી આવે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ