મોડી રાતે જમવા બેસવાની ટેવ હોય તો આ વિગત જાણીને ચોંકી જશો… આદત બદલવાનું જરૂર વિચારજો…

રાતે ૧૦ વગ્યા પછી જમવાની આદત છે? તો ચેતી જાવ; તમે બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો. આ વાંચીને જરૂર ટેવ બદલી દેશો… મોડી રાતે જમવા બેસવાની ટેવ હોય તો આ વિગત જાણીને ચોંકી જશો… આદત બદલવાનું જરૂર વિચારજો…

આપણી ભાગદોડ ભરી જિંદગીમાં આપણી આખી દૈનિક ક્રિયાઓનો કોઈ ચોક્કસ સમય રહેતો જ નથી. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું હોય કે રાતનું ભોજન, એક પણ વસ્તુનો યોગ્ય સમય નક્કી નથી હોતો. શું ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ તેનું પણ પ્રમાણનું લોકોને ખ્યાલ નથી હોતો. ટિફિનનો ડબ્બો પણ કેટલાક લોકોનું એમને એમ ભરેલું પાછું ઘરે આવતું હોય છે. એવામાં મોડી રાતે કે રાતના ૧૦ વાગ્યા પછી પણ અમુક લોકોને જમવાની આદત હોય છે. કેટલાક લોકોને રાતના પાર્ટીમાં જાવાનું કે મિત્રો સહેલીઓ સાથે સ્ટ્રીટ ફૂડ ખાવા નીકળવાની પણ ટેવ હોય છે. આ બધું ક્યારેક પ્રસંગો પાત હોય તો વાંધો નહીં પરંતુ નિયમિત આદત થતી જાય મોડેકથી જમવાની તો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. દિવસે ને દિવસે આવી ટેવને લીધે કોઈ ગંભીર બીમારી થવાનો પણ ભય રહે છે.

રાતે મોડેકથી જમવાની ટેવ અણધારી બીમારી નોતરે છે…

લાઈફ સ્ટાઈલ જેમ જેમ મોર્ડન થતી જાય છે તેમ તેમ પરંપરાગત રીવાજો મુજબ જમવાનો સમય બદલાતો જાય છે. આગળના જમાનામાં સવારનું શીરામણ વહેલું તડકો ઊગે એ પહેલાં લઈ લેવું. બપોરે બાર વાગ્યે મધ્યાહ્ને જમી લેવું અને સાંજે દીવાબત્તી ટાળે સાતેક વાગ્યાના સમયની આસપાસ વાળુ કરી લેવાનો રીવાજ હતો. પરંતુ હવે તો આમાંથી એકેય સમય સચવાતો નથી. બ્રેકફાસ્ટ ખૂબ જ ફાસ્ટ ફાસ્ટ થઈ જતો હોય છે, લંચ બોક્સમાં જ પેક થઈને ઓફિસમાં લઈ જવાતો હોય છે. રાતે ઘરે આવીને માંડ પગ વાળીને જમવા બેસાય છે.

આવું જ ચાલતું રહ્યું તો શરીરમાં પાચનશક્તિ નબળી પડવા લાગે છે. પાચનતંત્ર શરીરનું એવું અંગ છે જે દરેક સિસ્ટમને કરેક્ટ કરવા માટે ઉપયોગી છે. ભોજન જો રાતે ૧૦ વાગ્યા બાદ લેવામાં આવે તો અપચો, કબજિયાત કે ગેસ જેવી તકલીફો થાય છે. પાચનતંત્ર નબળું પડવાથી આંતરડાંની બીમારી કે પછી વજન વધવા જેવી તકલીફો થાય છે.

એ.સી.ડિ.ટી. થવાની પણ તકલીફ મોડેથી જમવાથી થતી હોય છે. કારણ કે જમવા બાદ તરત સૂઈ જવાથી યોગ્ય રીતે પાચન નથી થતું. ઓડકાર કે વા છૂટ જેવી સમસ્યાઓ થવાથી રાતે ઊંઘ પણ નથી આવતી. પિત્ત પણ થવાની સંભાવના રહે છે. ઊંઘ પૂરતી ન થવાથી માનસિક તણાવ પણ થતો હોય છે. તમારી કાર્યક્ષમતા ઉપર પણ ફરક પડતો હોય છે. પૂરતો આરામ મળે નહીં તો શરીર પણ થાકે છે અને સ્વભાવમાં ચિડિયાપણું આવી જાય છે.

રાતે ૧૦ પછી જમવું નહીં, વહેલું જમવા બેસી જવું જોઈએ.

તમારી દિનચર્યા એવી બનાવો કે ભલે આખા દિવસનું તમારું શિડ્યુઅલ અસ્તવ્યસ્ત હોય પણ રાતે સમયસર ઘરે આવી જવું જોઈએ. રાતે ૧૦ પહેલાં જમી લેવું જોઈએ અને જમીને ચાલવા જવું જોઈએ. મિત્રો કે પરિવાર સાથે બેસીને વાતો કરવી કે ટી.વી જોવું જોઈએ. રાતના જમવામાં હળવો શાકાહારી ખોરાક ખાવો જોઈએ. ભોજન કરતી વખતે પાણી ન પીવું જોઈએ પરંતુ જમ્યાના અડધા કલાક પહેલાં અને પછી યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ. સૂવા પહેલાં બ્રશ પણ કરવાની સલાહ આપવામાં આવે છે. જમતેવેંત પથારીમાં પડીને સૂઈ ન જવું જોઈએ. જમ્યાના બે કલાક પછી સૂવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ