રાશન કાર્ડમાં તમારો મોબાઈલ નંબર ખોટો અથવા જૂનો છે તો આ રીતે ફટાફટ કરી દો ચેન્જ, જાણી લો સરળ પ્રોસેસ

એ તો આપણે સૌ જાણીએ છીએ કે રેશન કાર્ડના આધારે સરકાર દ્વારા લોકોને સસ્તા ભાવે અનાજ આપવામાં આવે છે. રેશન કાર્ડ ધારક સ્થાનિક સસ્તા અનાજની દુકાને જઈ અનાજ ખરીદી શકે છે. કોરોના સંકટ સમયે સરકારે એવી જાહેરાત કરી છે કે તમામ રેશન કાર્ડ ધારકોને મફતમાં અનાજ આપવામાં આવશે. રેશનકાર્ડમાં તમારા પરિવારની અને તેની સાથે જોડાયેલી માહિતી સાચી હોય તે પણ જરૂરી છે કારણ કે રેશન કાર્ડ એક અગત્યનો દસ્તાવેજ છે.

image source

ઘણા ખરા લોકો સમયાંતરે તેનો મોબાઈલ નંબર બદલાવી નાખતા હોય છે જયારે તેના રેશન કાર્ડમાં જૂનો નંબર નોંધાવેલો હોય છે જે બંધ થઇ ગયો હોય. જો તમારા રેશન કાર્ડમાં પણ જૂનો મોબાઈલ નંબર નોંધાયેલો છે અને તે નંબર બંધ હોય તો તમારે તેની જગ્યાએ નવો નંબર અપડેટ કરાવી દેવો જોઈએ. ત્યારે સવાલ એ થાય કે આ કામ કરવાની પ્રોસેસ શું છે ?

image source

અસલમાં રેશન કાર્ડ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. દરેક રાજ્યના ખાદ્ય અને અનાજ વિભાગના ઓનલાઇન પોર્ટલ છે. તેની મદદથી તમે રેશનકાર્ડ સાથે જોડાયેલા કામ કે અપડેટેશન ઘર બેઠા જ કરી શકો છો. એ સિવાય આ કામ ઓફલાઈન પણ કરી શકાય છે. અહીં અમે તમને દિલ્હીનો દાખલો સમજાવીને એ જણાવીશું કે તમે તમારા રાજયના ખાદ્ય અને અનાજ વિભાગના પોર્ટલ પર જઈને તમારા રેશન કાર્ડમાં પણ નવો મોબાઈલ નંબર અપડેટ કરી શકશો.

  • – દિલ્હીના નિવાસીઓએ સૌથી પહેલા https://nfs.delhi.gov.in/Citizen/UpdateMobileNumber.aspx પર વિઝીટ કરવાની રહેશે.

    image source
  • – તમારી સામે એક પેજ ઓપન થશે.
  • – અહીં તમને Update Your Registered Mobile Number નામનું એક વિકલ્પ જોવા મળશે.
  • – તેની નીચે આપેલ કોલમમાં તમારે માંગવામાં આવેલી માહિતી ભરવાની રહેશે.
  • – અહીં પહેલ કોલમમાં તમારે Aadhar Number of Head of Household/NFS ID લખવાનો રહેશે.
  • – બીજા કોલમમાં રેશન કાર્ડ નંબર લખવાનો રહેશે

    image source
  • – ત્રીજા કોલમમાં Name of Head of HouseHold લખવાનું રહેશે.
  • – છેલ્લા કોલમમાં તમારે તમારો નવો મોબાઈલ નંબર લખવાનો રહેશે
  • – છેલ્લે save પર ક્લિક કરી દેવું.
  • – હવે તમારો મોબાઈલ નંબર અપડેટ થઇ જશે.

નોંધ : દરેક રાજ્યના સરકારી ખાદ્ય અને અનાજ વિભાગ ઓનલાઇન પોર્ટલ અલગ અલગ હોય છે. તમે સ્થાનિક રાજ્યના પોર્ટલ પર જઈને Register/Change of Mobile No સર્ચ કરી સંબંધિત લિંક મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!