જો તમને પણ અનુભવાય છે આ લક્ષણો તો તરત જ કરાવી લો કોરોના ટેસ્ટ

આજે ભારત સહિત આખી દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેરને પહેલાની બીમારીથી પણ વધારે ખતરનાક ગણવામાં આવી રહી છે. દરેક જગ્યાએ વધતી સંખ્યા દરેકને માટે ચિંતાનો વિષય છે. સામાન્ય વ્યક્તિની વાત કરીએ તો સ્થિતિ એ છે કે સામાન્ય ખાંસી કે શરદી હોય તો પણ લોકોને ડર રહે છે. એવામાં જાણવું જરૂરી છે કે કોરોનાના શરૂઆતના લક્ષણો શું છે અને તેને માટે કોરોના ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ.

આ શરૂઆતના લક્ષણોને ન કરશો નજરઅંદાજ

image source

બીમારીમાં સૌથી પહેલા અપર રેસ્પિરેટરી ટ્રેકમાં સંક્રમણ જોવા મળે છે. આ પછી ગળામાં ખરાશ અને તાવના લક્ષણ જોવા મળે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે 5 દિવસ સુધી તાવ અને નબળાઈ જેવા લક્ષણો પર ધ્યાન આપવાથી સ્થિતિ સુધરી શકે છે.

ક્યારે કરાવશો ટેસ્ટ

image source

લોકોને એ વાતની જાણકારી નથી કે કોરોના ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ. ખાસ કરીને શરૂઆતના લક્ષણ દેખાતા જ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. તેનો રિપોર્ટ નેગેટિવ આવે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે સંક્રમણનો સંકેત લાગે તો 3 દિવસ બાદ કોરોના ટેસ્ટ કરાવી લેવો સારો ઉપાય છે. જલ્દી ટેસ્ટ કરાવવામાં કોઈ ખામી નથી, રિપોર્ટ યોગ્ય છે કે નહીં તેની કોઈ ગેરેંટી હોતી નથી.

આ રીતે રાખો પોતાનું ધ્યાન

image source

કોરોનાના શરૂઆતની લક્ષણ દેખાય તો પહેલા દિવસથી પોતાને ક્વોરન્ટાઈન અને આઈસોલેટ કરી લેવા. ટેસ્ટનો રિપોર્ટ આવ્યાની રાહ ન જુઓ. તમારા ઘરમાં વધારે લોકો છે તો આખો દિવસ માસ્ક લગાવીને રાખો. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વ્યક્તિને તેમનાથી દૂર રાખો તે જરૂરી છે. આ સિવાય ઘરની બહાર જાઓ તો સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે સાથે સરકારે બહાર પાડેલી ગાઈડલાઈનનું પણ ધ્યાન રાખો તે જરૂરી છે.

image source

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને સાથે જ ઓક્સીજન અને વેક્સીનની અછત પણ જોવા મળી રહી છે. વેક્સીનના સ્ટોકને લઈને રાજ્ય અને કેન્દ્ર અલગ સૂર છેડી રહ્યું છે. રાજ્યો કહે છે કે અમારી પાસે વેક્સીનનો પૂરતો સ્ટોક નથી અને આ કારણે જ અમે આવતીકાલ એટલે કે 1મેથી વેક્સીન આપી શકીશું નહીં. તો તમે પણ ઘરની બહાર જતા માસ્કની સાથે અન્ય કેટલીક સાવધાની રાખી લેશો તો તમેને ફાયદો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!