સરકારી ઓઈલ કંપનીઓએ શનિવારે વ્યવસાયિક માંગ નબળી રહેવાને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 45 રૂપિયા નો ઘટાડો કર્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે 1610 રૂપિયા અને 50 પૈસામાં ઉપલબ્ધ થશે. જો કે ઓઇલ કંપનીઓએ કોરોનાનું નુકસાન વેઠી રહેલા સામાન્ય વર્ગને કોઈ ફાયદો નથી પહોંચાડ્યો. અને તેના ભાવમાં પણ કોઈ ફેરફાર નથી કર્યો. ઘરેલું ગેસ સિલિન્ડર હજુ 813 રૂપિયામાં જ મળશે. સરકારે પણ છેલ્લા આઠ મહિનાથી ગેસ સબસીડી બંધ કરી રાખી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલ અને ઘરેલું ગેસ ની કિંમત થયેલ વધારાને કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઇ ગયું છે. દૈનિક જીવનમાં જરૂરી એવી આ ત્રણે ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે.
1 માર્ચે વધ્યા હતા ભાવ

1 માર્ચે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત માં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 95 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ ગેસ સિલિન્ડર હવે 1625 રૂપિયામાં ઉપલબ્ધ થઈ રહ્યો છે.
ફેબ્રુઆરીમાં ત્રણ વખત ગેસના ભાવ વધ્યા હતા

ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વખત ગેસના ભાવ વધારવામાં આવ્યા હતા. સરકારે 4 ફેબ્રુઆરીએ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ ફરીથી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારવામાં આવ્યા હતા. અને ત્યારબાદ 25 ફેબ્રુઆરીએ ત્રીજી વખત ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
ડિસેમ્બરમાં પણ બે વખત ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા હતા

ઓઇલ કંપનીઓએ જાન્યુઆરી મહિનામાં ગેસની કિંમતમાં કોઇ ભાવ વધારો કર્યો ન હતો જોકે ડિસેમ્બર મહિનામાં બે વખત 50 50 રૂપિયાના વધારા કર્યા હતા. બજેટના દિવસે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ સબસિડી વગરના 14.2 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમત મા વધારો નહોતો થયો પરંતુ 19 કિલો ગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર ના ભાવ માં 191 રૂપિયા વધારવામાં આવ્યા હતા.
સરકાર 12 ગેસ સિલિન્ડર પર સબસિડી આપે છે

સરકાર એક વર્ષમાં પ્રત્યેક ગેસ કનેક્શન માટે 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડર પર સબસિડી આપે છે. ગ્રાહકે દરેક સિલિન્ડર પર સબસીડી સહીત કિંમત ચૂકવવાની હોય છે. બાદમાં સબસીડી ના પૈસા ગ્રાહકના ખાતામાં આવી જાય છે. જો ગ્રાહક તેનાથી વધુ એટલે કે 12 થી વધુ ગેસ સિલિન્ડર લેવા ઈચ્છે તો તેને ગેસ સિલિન્ડર નો બજાર ભાવ આપવો પડે છે.
મફત મળતા ગેસ સિલિન્ડર કોઈ ઉપયોગ નહીં

એક રિપોર્ટ અનુસાર વર્ષ 2015માં 88 ટકા પરિવારનું એમ કહેવું હતું કે એલપીજી કનેક્શન નો ઉપયોગ ન કરવાનું કારણ તેના મોંઘા ભાવ છે. વર્ષ 2018 માં આ પરિવારોની સંખ્યા માં એક ટકાનો ઘટાડો આવ્યો હતો. એનો અર્થ એ થયો કે મોંઘા હોવાને કારણે મફતમાં મળતા સિલિન્ડર નો પણ કોઈ ઉપયોગ કરવા માંગતું નથી.
રસોઈ ગેસ પર 5 અને કોમર્શિયલ ગેસ પર 18% જીએસટી

નવાઈની વાત છે કે ઘરેલું ગેસ પર પાંચ ટકા જીએસટી વસૂલવામાં આવે છે. જેમાંથી 2.5 ટકા કેન્દ્રના ખાતામાં અને 2.5 રાજ્યના ખાતામાં જાય છે. એટલે કે 19.20 રૂપિયા કેન્દ્ર અને રાજયના ખાતામાં પ્રતિ સિલિન્ડર આવક થાય છે. કોમર્શિયલ ગેસ પર 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. જેમાંથી 9 ટકા કેન્દ્રના ખાતામાં અને 9 ટકા રાજ્યના ખાતામાં જાય છે. એટલે કે 124.70 રૂપિયા કેન્દ્ર અને રાજ્યનાં ખાતામાં પ્રતિ એક કોમર્શિયલ સિલિન્ડર જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!