રણવીરે લીધેલી નવી કારના ફોટો લેવા મુંબઈકર આતુર, કલર અને કિંમત જોઈને ચોકી જશો.

રણવીર સિંહે લીધી સાડા ત્રણ કરોડની લોંબર્ગીની ! રણવીર પાસે છે એકથી એક લક્ઝીર કાર્સ

image source

આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો કોઈ સૌથી વધારે સફળ એક્ટર હોય તો તે છે રણવીર સિંહ. રણવીર સિંહમાં ભરપુર પ્રમાણમાં ટેલેન્ટ તેમજ એનર્જી ઠાંસીઠાંસીને ભર્યા છે. અને તેનું નસિબ પણ ફુલ જોર કરી રહ્યું છે માટે જ તે જે ફિલ્મ કરે તે સુપર ડુપર હીટ જ જઈ રહી છે. આજની તારીખમાં તે બોલીવૂડનો સૌથી વધારે બેંકેબલ વ્યક્તિ છે. એટલે કે તે તેની ફિલ્મોના ઇનેવ્સ્ટરોને ગેરેંટીથી કમાણી કરાવી આપે છે.

image source

અને માત્ર તેની ફિલ્મોના પ્રોડ્યુસર્સ જ કરોડોની કમાણી નથી કરી રહ્યા પણ તે પોતે પણ કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે અને માટે જ તેણે હાલમાં જ એક ત્રણ કરોડની અત્યંત લગ્ઝરિયસ કાર લીધી છે. આમ તો રણવીર સિંહ પોતાની પત્ની સાથે દેખાવાથી અથવા તો પોતાના ચિત્રવિચિત્ર વસ્ત્રોથી હંમેશા સોશિયલ મિડિયામાં ચર્ચામા રહે છે પણ આજનું કારણ તેની કરોડોની ગાડી છે.

image source

રણવીર સિંહે રેડ કલરની લેંબર્ગિની કાર ખરીદી છે. જેની કીંમત સાડા ત્રણ કરોડ રૂપિયા છે. રણેવીરની જેમ તેની કારનો રંગ પણ વાઇબ્રન્ડ છે. તેણે આ કારમાં ચમકીલી રેડ વેલ્વેટની હેટ પહેરીને ડ્રાઈવીંગ કર્યું હતું.

image source

જો કે હજુ હમણા જ ગાડી ખરીદવામા આવી હોવાથી તેનો નંબર હજુ સુધી મળી શક્યો નથી. અને તે પોતાની આ નવી ગાડીને લઈને એટલો ઉત્સાહિત છે કે ગાડી હાથમાં આવતાની સાથે જ નંબર પ્લેટ આવવાની રાહ જોયા વગર જ તેને ફેરવવા મુંબઈની સડકો પર નીકળી પડ્યો હતો.

image source

રણવીરની આ કારની ખાસિયત એ છે કે તે વિશ્વની પ્રથમ સુપર સ્ટોર્ટ્સ યુટિલિટી વેહિકલ છે. માટે આ કોઈ સામાન્ય SUV નહીં પણ SSUV છે. આ કારની ઓન રોડ પ્રાઈઝ 3.5 કરોડની છે. આ ગાડી માત્ર 3.6 સેકન્ડમાં શુન્યથી સોની સ્પીડ પર જઈ શકે છે. તેની હાઈએસ્ટ સ્પીડ 305 કી.મી. પ્રતિ કલાકની છે.

image source

રણવીર અને દીપીકા સંયુક્ત રીતે ઘણી બધી લક્ઝરિયસ કારો ધરાવે છે

image source

રણવીર સિંહ એસ્ટન માર્ટીન રેપીડ એસ કાર ધરાવે છે જે તેની ગાડીઓના કલેક્શનમાં મોંઘી ગાડીઓમાંની એક છે. આ સિવાય રણવીર મર્સીડીઝ બેન્ઝ જીએલએસ એસયુવી ધરાવે છે રણવીર મોટે ભાગે પોતાની આ ગાડીનો ઉપયોગ કરતો જોવા મળ્યો છે.

image source

આ ઉપરાંત બન્ને પાસે મર્સીડીઝ બેન્ઝ જીએલ ક્લાસ પણ છે. આ એક વિશાળ એસયુવી છે. જેમાં સાત લોકો આરામથી બેસી શકે છે. આ ઉપરાંત લેન્ડ રોવર રેન્જ રોવર વોગ, ઓડી ક્યૂ 5, જેગુઆર એક્સજે એલ, મારુતિ સુઝુકી સિયાઝ, મર્સિડીસ મેબેક એસ500, ઔડી એ8એલ જે દીપીકા ધરાવે છે, ઔડી ક્યુ 7 જે પણ દીપીકા ધરાવે છે જેને તેણી બહુ ઓછી વાપરે છે.

image source

જોકે રણવીરને લઈ બીજા એક સમાચાર એ છે કે તેને સંજલ લીલા ભણસાલીની ઓફિસમાં ગુરુવારે જોવામાં આવ્યો હતો. માટે હવે લોકોનું કુતુહલ જાગી ગયું છે અને વિચારી રહ્યા છે કે શું રણવીર ફરી એકવાર સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા જઈ રહ્યો છે.

image source

સંજય લીલા ભણસાળીએ રણવીરને પોતાના જીવનની અદ્ભુત ફિલ્મો આપી છે, જેવી કે ગોલીયો કી રાસ લીલાઃરામલીલા, બાજીરાઓ મસ્તાની અને પદ્માવત. આ બધી જ ફિલ્મોમાં રણવીરના અફલાતુન પર્ફોમન્સ માટે તેને અનેક અવોર્ડથી નવાજવામાં આવ્યો છે.

image source

ગયા વર્ષે ઝોયા અખ્તર દ્વારા દીગદર્શીત, ગલીબોયને ઓસ્કારમાં આંતરરાષ્ટ્રિય ફિલ્મોની કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. હાલ તો તે પોતાની પત્ની દીપીકા સાથે પોતાનું લગ્નજીવન ફુલ ફ્લેજમાં માણી રહ્યો છે. તે દરેક અવોર્ડ ફંક્સનમાં દીપીકાના વખાણ કરવાનું ચુકતો નથી અને દર વખતે તેની આ લાગણી દીપીકાની આંખમાં આંસુ લાવી દે છે.

image source

હાલ રણવીર કબીર ખાન નિર્મિત ફિલ્મ 83માં કપિલ દેવની ભુમિકા ભજવી રહ્યો છે જ્યારે દીપીકા કે જે તેની રીયલ વાઈફ છે તે તેની રીલ વાઈફ પણ બનવા જઈ રહી છે. તેણી તેમાં કપીલ દેવની પત્ની રોમીનું પાત્ર ભજવી રહી છે.

image source

રણવીરને લાલ વસ્ત્રોમાં જોઈ બાળક રડી પડ્યું

image source

બે દિવસ પહેલાં રણવિર ફરી એકવાર ચર્ચામાં આવ્યો હતો. વાસ્તવમાં તે ડબીંગ સ્ટુડીયોમાં ડબીંગ કરવા ગયો હતો અને બહાર તેના ફેન્સ તેની રાહ જોઈ રહ્યા હતા. રણવીર હંમેશાની જેમ ફંકી વસ્ત્રોમાં હતો.

image source

પણ આ વખતે તેના આ લૂકે એક બાળકને રડાવી મુક્યું હતું. તેણે એક ની લેન્થ સુધીનું રેડ હૂડી પહેર્યું હતું. અને સાથે ચશ્મા પણ પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

રણવીર સ્ટુડિયોમાંથી બહાર આવતા કેટલાક ફેન્સ તેની સાથે સેલ્ફી લેવા ઘેરી વળ્યા જેમાં કેટલાક પોતાના બાળકો સાથે પણ આવ્યા હતા. તેમાંનુ એક બાળક રણવીરને જોઈને રડી પડ્યું હતું. જેની વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ ગયો હતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ