પહેલીવાર નેગેટિવ રોલમાં જોવા મળશે બચ્ચન વહુ, હોલીવુડની આ ફિલ્મ માટે કર્યું કામ…

ઐશ્વર્યા રાય બનશે શેતાન પરી ! હોલીવૂડની હીટ ફિલ્મના બીજા ભાગમાં આપ્યો અવાજ

image source

ઐશ્વર્યા રાય ભલે ખુબ ઓછી ફિલ્મો કરતી હોય કે પછી અવારનવાર ટીવી કે પછી રૂપેરી પરદે ન જોવા મળતી હોય તેમ છતાં તેણીની બ્રાન્ડ વેલ્યુને કોઈ જ અસર નથી થઈ. તેણી આજે પણ આંતરરાષ્ટ્રિય સ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.

image source

તાજેતરમાં જ ન્યુયોર્ક ખાતે યોજાયેલા ફેશનવિકમાં તેણીએ લોરિયેલ બ્રાન્ડની ભારત ખાતેની બ્રાન્ડ એમ્બેસેડર હોવાથી રેમ્પવૉક કર્યું હતું અને તે દરમિયાન તેણીએ વિશ્વ સ્તરીય સુપર મોડેલ અને તેણીની મિત્ર ઇવા લોંગોરિયા સાથેની એક વિડિયો પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર શેયર કરી હતી. જે તેણીના આંતરરાષ્ટ્રિય સંબંધોની જાંખી કરાવે છે.

image source

ઐશ્વર્યા રાય બચ્ચન ઘણા વર્ષોથી હોલીવૂડ સાથે કનેક્ટેડ છે તેણીએ ભલે ગણતરીની જ ફોરેન ફિલ્મો કરી હોય તેમ છતાં તેણી આંતરરાષ્ટ્રિય સ્તર પર એક વગદાર સ્થાન ધરાવે છે. તેણીએ ફિલ્મ પિંકપેંથરમાં મહત્ત્વની ભુમિકા ભજવી હતી.

image source

તો વળી ગુરીન્દર ચઢ્ઢાની બ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઈસમાં પણ તેણીએ લીડ રોલ ખુબ જ સુંદર રીતે નિભાવ્યો હતો. તો વળી આજ બ્રીટીશ ડીરેક્ટરની ફિલ્મ મિસ્ટ્રેસ ઓફ સ્પાઇસ પણ એક હટકે ફિલ્મ તરીકે આજે પણ તેણીના ફેન્સમાં પ્રિય છે.

image source

આ વખતે તેણી હોલીવૂડની જ એક ફિલ્મના કારણે ચર્ચામાં છે. વાસ્તવમાં આ ફિલ્મની લીડ એક્ટ્રેસ તો અત્યંત આકર્ષક એવી એન્જેલિના જોલી છે પણ તેના હીન્દી વર્ઝનમાં એન્જેલીનાના પાત્ર એટલે કે મેલેફિસન્ટ નામની શેતાન પરિના પાત્રને ઐશ્વર્યા અવાજ આપી રહી છે.

image source

ફિલ્મનું નામ છે ‘મેલેફિસન્ટઃ મિસ્ટ્રેસ ઓફ ઇવિલ’. તાજેતરમાં જ આ ફિલ્મનું હીન્દી ટીઝર રિલીઝ થયું છે. જેમાં ઐશ્વર્યા રાય એન્જેલિના જોલીના મેલેફિસન્ટના સ્વરૂપમાં જોવા મળે છે.

image source

થોડા મહિનાઓ પહેલાં જ હોલીવૂડની કાર્ટુન મુવી ધ લાયન કિંગ આવી ગઈ જેમાં મુખ્ય પાત્ર સિંબાનો અવાજ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને આપ્યો હતો તો વળી સિંબાના પિતા મુફાસાના પાત્રને શાહરુખ ખાને પોતે અવાજ આપ્યો હતો.

image source

આ સિવાય બે-ત્રણ વર્ષો પહેલાં આવી ગયેલી ફિલ્મ ઇનક્રેડીબલ્સમાં પણ શાહરુક અને કાજોલે મુખ્ય પાત્રોને અવાજ આપ્યો હતો. અને થોડા જ દિવસો પહેલાં રિલિઝ થયેલી એંગ્રી બર્ડના બીજા ભાગના મુખ્ય પાત્રેને કપિલ શર્મા તેમજ કૃષ્ના અભિષેકે અવાજ આપ્યા હતા.  

‘મેલેફિસન્ટઃ મિસ્ટ્રેસ ઓફ ઇવિલ’ના આ હીન્દી ટીઝરમાં ઐશ્વર્યા તેમજ તેણીના અવાજને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. અભિષેક બચ્ચને પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ ટીઝર શેયર કર્યું હતું અને પોતાની પત્નીના વખાણ કરતાં લખ્યું હતું “How cool is this!!!” શું છે મેલેફિસન્ટઃ મિસ્ટ્રેસ ઓફ ઇવિલ

image source

આ ફિલ્મ 2014માં આવેલી મેલેફિસન્ટની સીક્વલ છે જેમાં એન્જેલીના જોલીએ શેતાન પરિનું પાત્ર નિભાવ્યું છે. જેમાં એન્જેલીના જોલી રાજકુમારી ઓરોરા ને શ્રાપ આપે છે. આ ફિલ્મની વાર્તા ધ સ્લિપિંગ બ્યુટી નામની પરિકથા પર આધારીત છે.

image source

તેનો પ્રથમ ભાગ સુપર હીટ નિવડ્યો હતો. બીજા ભાગ પાસે પણ તેવી જ આશા રાખવામા આવે છે. અને માટે જ તેના હીન્દી વર્ઝનમાં એન્જેલીના જેવો જ જાદુ પાથરવા માટે શેતાન પરિ મેલેફિસન્ટના પાત્રને ઐશ્વર્યા રાયના અવાજમાં ડબ્બ કરવામાં અવ્યું છે.

image source

મેલેફિસન્ટ મિસ્ટ્રેસ ઓફ ઇવિલ ફિલ્મ તેના પહેલાં ભાગની પાંચ વર્ષ બાદ રિલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તમને મેલેફિસન્ટનું ઓર વધારે રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. કારણ કે તેણીની વાહલી પ્રિન્સેસ અરોરા પ્રિન્સ ફિલિપને પરણવા જઈ રહી છે.

image source

પણ પ્રિન્સની માતા આ લગ્નનો દુર ઉપયોગ કરવા માગે છે. આ ભાગમાં પરિ મેલેફિસન્ટ અને રાજકુમારી કે જેઓ આગલા ભાગમાં એક મા-દીકરી જેવું બોન્ડીંગ ધરાવતા હતા તે એકબીજાની વિરુદ્ધ જોવા મળશે. આ ફિલ્મ 18 ઓક્ટોબરના રોજ રિલિઝ થવા જઈ રહી છે.

image source

ડીઝની ઇન્ડિયા, સ્ટુડિયો એન્ટરટેઇનમેન્ટના હેડ બિક્રમ દુગ્ગલના જણાવ્યા પ્રમાણે મેલફિસન્ટના અવાજમાં ઐશ્વર્યા રાયનો અવાજ પર્ફેક્ટ મેચ થાય છે. તેમણે જણાવ્યુ હતું, “એન્જેલિના જોલી મેલેફિસન્ટના રોલને અદ્ભુત રીતે નિભાવી રહી છે, અને તે જોતાં તો આપણી સ્થાનીક ઓડીયન્સ માટે તો ઐશ્વર્યા સિવાય બીજો કોઈ અવાજ મેચ જ ન થઈ શકે.

image source

અમે અમારા હિન્દી દર્શકો માટે મેલેફિસન્ટના પાત્રને જીવંત બનાવા માગતા હતા. અને ઐશ્વર્યાની પર્સનાલીટી પણ તેવી જ ગર્વિષ્ઠ અને શાંત છે જે આ પાત્ર માટે પર્ફેક્ટ છે.”

image source

ઐશ્વર્યાની જેમ અભિષેક પણ ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળે છે. તેણે છેલ્લે ફિલ્મ મનમરઝિયામાં મહત્ત્વની ભુમિકા ભજવી હતી અને લોકોને તેનું પર્ફોમન્સ ખુબ ગમ્યું હતું. જ્યારે ઐશ્વર્યા રાય છેલ્લે ફિલ્મ ફેનિખાનમાં અનિલ કપૂર સાથે જોવા મળી હતી.

ઐશ્વર્યા અને અભિષેકની જોડીને તેમના ફેન્સ ખુબ જ પસંદ કરે છે તેમણે એકબીજા સાથે ઘણીબધી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં તેમની પહેલી ફિલ્મ ઢાઈ અક્ષર પ્રેમ કે, ગુરુ, રાવણ, અને ઉમરાવજાનનો સમાવેશ થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ