રાણીપની એક સોસાયટીમાં ગેસ-લીકેજથી બ્લાસ્ટ થતાં બે માળનું મકાન ધરાશાયી, 2 મહિલાનાં મોત, આટલા લોકો ઇજાગ્રસ્ત

હાલમાં અમદાવાદમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે તો બીજી તરફ શહેરના રાણીપ વિસ્તારમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે. રાણીપ વિસ્તારમાં શાકમાર્કેટ પાસે આવેલી નેમિનાથ સોસાયટીમાં આજે વહેલી સવારે ગેસનો બાટલો લીકે થતાં આગ લાગી જેના કારણે બ્લાસ્ટ થતા સમગ્ર નિસતારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તમને જણાવી દઈએ કે આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો બે બે માળનું મકાન ધરાશાયી થઈ ગયું.

image source

હાલમાં સામે આવેલી માહિતી પ્રમાણે આ બ્લાસ્ટમાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે તો બીજી તરફ મકાન ધરાશાયી થતા જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા છે. બ્લાસ્ટની ઘટના બનતા તાત્કાલિક ફાયરબ્રિગેડની 10 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી કરી હતી. તો બીજી તરફ ઘટનાની જાણ થતા હાલમાં સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તો બીજી તરફ આ ઘટના અંગે ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર, આ બે માળના મકાનમાં ગેસનો બાટલો આખી રાત લીકેજ થયો હોય અને સવારે જ્યારે ચા બનાવવા અથવા અન્ય કોઈ કારણોસર ગેસ ચાલુ કરતાં આગ લાગી હોવી જોઈએ જેના કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે, તમને જણાવી દઈએ કે હાલમાં આ દુર્ઘટના વિશે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તમને જણાવી દઈએ કે બે માળના મકાનમાં માલિક અને ભાડૂઆત બન્ને રહેતા હતા.

મૃતકનાં નામ

  • ભાવનાબેન પટેલ ( ઉં.વ. આશરે 55)
  • નૂતનબેન રસિકભાઈ પંચાલ (ઉં.વ 55)

ઘાયલનાં નામ

  • ઈચ્છાબેન પટેલ
  • વિષ્ણુ પટેલ
  • મયૂર પંચાલ
  • આશિષ પટેલ
image soucre

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા આવી જ એક ઘટના જામનગરમાં સામે આવી હતી. જામનગરના ધરાનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેસના બાટલામાં ભિષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બાદ મકાનમાલિકે ફાયર ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી લીધી હતી અને ફાયર ટીમે ગેસના બાટલામાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. જેના કારણે મોટી જાનહાની થતા અટકી હતી. જો કે ગેસનો બાટલો ફાટતા 3 જેટલા મકાનમાં નુકસાન થયું હતુ.

image source

તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં આજુબાજુના વિસ્તારમાં થથા મોટી સંખ્યામાં લોકોએકઠા થયા હતા. આ ઉપરાંત બ્લાસ્ટની ઘટનાને લઊને વોર્ડ નંબર 1ના કોર્પોરેટર કાસમ જીવા જોખિયા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આ ગુર્ઘટના અંગે પ્રાથમિક માહિતી મેળવી હતી. આ અંગે સામે આવેલી માહિતી અનુસાર ધરાનગર 1માં રહેતા જયંતીભાઈ વિરમગામી જ્યારે સવારના સમયે ગેસ એજન્સીમાંથી લીધેલો નવો સિલેન્ડર ફીટ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક સિલેન્ડર લીકેજ થતા આગની ઘટના બની હતી. જોકે, સદનશીબે ફાયર ટીમે આગને કાબૂમાં લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!