આ શહેરના સ્મશાનઘાટ પર જ્યાં સુધી જુઓ લાશોની લાઈનો જ લાઈનો, અંતિમ સંસ્કાર માટે છેક 40 કલાક પછી આવે વારો

થોડાં કેટલાંક દિવસોમાં કોરોનાનાં કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે કોરોના વાયરસનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હી અને મુંબઇ જેવા શહેરોમાં તો પરિસ્થતિ ખુબ જ ગંભીર છે. દેશમાં ઘણાં રાજ્યોમાં તો કોસોનો આંકડો એટલો બધો વધી ગયો છે કે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઈ છે અને નવા દર્દીઓ માટે કોઈ વ્યવસ્થા નથી. એક તરફ રસીકરણની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. પરંતુ નવા આવતાં કેસોનું પ્રમાણ એટલું બધું વધારે છે કે પરિસ્થિતિ કાબુ બહાર જતી દેખાઈ છે.

image source

હાલમાં ઝારખંડના રાંચી શહેરમાંથી સમચાર મળી રહ્યાં છે કે ત્યાં સ્મશાનઘાટમાં શબને અંતિમ સંસ્કાર કરવા માટે જગ્યા ઓછી પડી રહી છે તો બીજી તરફ હોસ્પિટલમાં પણ નવા દર્દીઓ સમાવી શકાય તેવું નથી. સ્થતિ એવી બની ગઈ છે કે હોસ્પિટલોથી લઈને સ્મશાન સુધી બધે લાંબી લાઈનો લાગી છે. આથી હવે મૃત્યુ પામેલાં વ્યક્તિનાં અંતિમ સંસ્કાર માટે પરિવાર હેરાન થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ બાબતે સૌથી ખરાબ હાલત રાંચી શહેરની છે. છેલ્લા 10 દિવસમાં અહીં સ્મશાનઘાટ અને કબ્રસ્તાનમાં મૃતદેહોની સંખ્યા ઝડપથી વધી ગઈ છે.

image source

રવિવારે મળેલાં રીપોર્ટ મુજબ ત્યાંના સ્મશાનમાં 60 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેમાંથી 12 મૃતદેહોમાં કોરોના ચેપ લાગ્યો હતો. હાલમાં મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે હરમૂ મુક્તિધામ ખાતે મોકલવામાં આવી રહ્યાં છે. આ હરમૂના સ્મશાનઘાટમાં ગેસ ક્રીમોટરિયમ મશીનથી મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. આ વચ્ચે મશીનમાં ખામી સર્જાતાં લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. સ્મશાનગૃહ પર પહોંચેલી એક વ્યક્તિ સાથે થયેલી વાતચીતમાં તેણે જણાવ્યું કે તે છેલ્લા 40 કલાકથી પિતાની અંતિમ વિધિ માટે લાઇનમાં ઉભો રહ્યો છે. પરંતુ કોઈ મદદ મળી રહી નથી.

image source

મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે 13 કોરોના ચેપગ્રસ્ત મૃતદેહોને હરમૂ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. આ સમય દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણા મૃતકોના સંબંધીઓએ જણાવ્યું કે તેઓએ અંતિમ સંસ્કાર માટે મુખ્ય દરવાજા પર બેસવું પડ્યું હતું. આ પછી સ્થતિને જોતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે આ મૃતદેહોને ઘાઘરા લઈ જવામાં આવે. તો બીજી તરફ ત્યાં લાઈનમાં ઉભેલા મૃતકોનાં પરિવારજનો આ બાબતે અલગ કહાની કહી રહ્યાં છે.

image source

ત્યાં બે દિવસથી પહોંચેલા એક મૃતકોનાં પુત્ર રમેશ તિરકી સાથે થયેલી વાતમાં તેમણે કહ્યું કે હું છેલ્લા 40 કલાકથી પિતાના અંતિમ સંસ્કાર માટે ઉભો છું. અહીં શબોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરંતુ જે લોકો 2 દિવસથી લાઈનમાં ઉભેલા છે તેમનો પણ હજુ વારો આવ્યો નથી કે ક્યાંયથી કોઈ મદદ મળી નથી. નિષ્ણાતોનું કહેવું છે કે પહેલી લહેર કરતાં કોરોના બીજી લહેરમાં ખુબ ઘાતક બની ગયો છે. મૃત્યું દર પણ વધી રહ્યો છે. રસીકરણની પ્રક્રિયા પણ ચાલુ છે પરંતુ વાયરસે પોતાનું બંધારણ આ બીજાં સ્ટ્રેનમાં બદલ્યું છે જેથી બની શકે કે રસીમાં પણ ફેરફાર કરવો પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!