કોરોનાનો સૌથી દુ:ખદ કેસ, માત્ર 53 મિનિટમાં જ વાયરસે આ યુવતીનો ભોગ લીધો, જોઈને ડોક્ટરો પણ રડવા લાગ્યાં

વિશ્વભરમાં કોરોનાએ નવા સ્ટ્રેન સાથે એન્ટ્રી કરી છે. પહેલી લહેર કરતાં પણ કોરોના બીજી લહેરમાં વધારે ઘાતકી બની ગયો છે. આંકડાઓ કાયમથી કાયમ કાબૂ બહાર જઈ રહ્યાં છે. સ્થિતિ એવી બની છે કે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઈ છે અને સ્મશાન ઘાટ પર શબોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો છે. ઘણાં પરિવાર પર કોરોના કાળ બનીને ત્રાટક્યો છે. એકસાથે આખો પરિવાર વાયરસનાં જપેટમા આવ્યો હોય તેવાં પણ કિસ્સા સામે આવ્યાં છે. અહી જે કિસ્સા વિશે વાત કરવામાં આવી રહી છે તે પણ ઘણી દુઃખદ છે. 26 વર્ષીય કોરોનાથી સંક્રમિત યુવતીનું આકસ્મિક મોતથી સારવાર કરનારા તબીબો પણ રડી પડ્યા હતાં.

image soucre

મળતી માહિતી મુજબ આ યુવતીને હોસ્પિટલમાં હજુ તો દાખલ કરવામાં આવી જ હતી અને ડોકટરો તેની હિસ્ટ્રી વિશે પૂછી રહ્યાં ત્યાં જ યુવતી એ દુનિયાથી વિદાય લઈ લીધી. ડોકટરોને માત્ર કુલ 53 મિનિટ જ મળી. આ બાબતે કોરોના આઇસીયુ નોડલ ઓફિસર પ્રો.અનિલ વર્મા સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે સ્થિતિ અત્યારે એવી બની ગઈ છે કે જે દર્દી સાથે સવારે તે વાત કરીને જાય છે તેઓ રાત સુધીમાં શ્વાસ છોડી ચૂક્યાં હોય છે. દર્દીઓ ખૂબ જલ્દી ગંભીર થઈ રહ્યા છે કે તેમને દવાઓની યોગ્ય માત્રા આપવાની તક પણ અમને મળતી નથી.

image soucre

બીજી લહેરમાં કોરોનોનાં લક્ષણો પણ બદલાયા છે જે પણ એક સમસ્યા છે. આગળ વાત કરતાં તેમણે જણાવ્યું કે આવી સ્થિતિમાં શું કરવું તે જ નથી સમજાતું? આટલું જલ્દી દર્દી મોતને ભેટી લે છે કે તેમનો ઈલાજ કઈ રીતે કરવો તે સમસ્યા બની ગઈ છે અને ફક્ત એક કે બે જ નહીં પણ આવા ડઝન દર્દીઓ જોવા મળ્યાં છે કે જે કોરોનાની ક્રૂરતાનો શિકાર બન્યા હોય. હાલત એવી થઈ ગઈ છે કે કોઈ સાત કલાક જીવે, તો કોઈ ત્રણ કલાકમાં જ મરી જાય છે. ઘણાં એવાં પણ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે કે દર્દી રસ્તામાં જે મોતનો ભોગ બને છે. આ સાથે એવાં પણ કેસ છે કે હોસ્પિટલમાં તેઓ મોડા ભરતી થાય છે અને જો ઘરે ક્વોરન્ટાઈન હોય તો પણ યોગ્ય કાળજી રાખતા નથી.

image source

અમુક લોકો ખાનગી હોસ્પિટલોમાં સારવારની પ્રક્રિયામાં અટવાઈ જાય છે. ડોકટરે કહ્યું કે દુઃખની વાત તો એ છે કે આ પરિસ્થતિ જોયાં પછી પણ હજુ ઘણાં લોકો માસ્ક વિના બજારોમાં ફરતા હોય છે. ડોક્ટર આગળ વાત કરતા જણાવ્યું કે ડોક્ટરો અને સારવારની તેમની મર્યાદા હોય છે તે સમજવાની લોકોને ખાસ જરૂર છે. જે યુવતીનું ગંભીર મોત થયું તેને સારવાર આપતા ડોક્ટરનું કહેવું છે કે તે આખી રાત સુઈ શકતો નથી. હજુ તો તે યુવતીનાં ઈલાજ માટેની વ્યવસ્થા કરી રહ્યો હતો ત્યાં જ તેણે દમ તોડી દીધો. તે બચી ન શકી એ વાત અલગ છે પરંતુ તે પ્રયાસ શરૂ પણ કરી શક્યો નહીં.

image source

એક બીજાં દર્દી વિશે જણાવતાં તે કહે છે કે એક મોડી રાત્રે હમીરપુરના દર્દીએ તેમની ડ્યુટી દરમ્યાન સ્ટ્રેચર પર જ છેલ્લા શ્વાસ લીધા હતા. તેમને ઉર્સલાથી લાવવામાં આવ્યા હતા. મૃત્યુનું પ્રમાણ એટલું બધું વધારે છે કે આ સંજોગો એવા બન્યા છે કે ઇમરજન્સી હોલ્ડિંગ એરિયાને કોવિડ હોસ્પિટલ રિફર કરવાની તક મળી નથી. આ મુદ્દે ડોક્ટર યશવંત રાવ કહે છે કે દર્દીઓ એક રાઉન્ડમાં સામાન્ય રહે છે અને બીજા રાઉન્ડમાં સીધા જ વેન્ટિલેટર પર આવી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!