જ્યારે નદીની વચ્ચોવચ્ચ ફસાઇ ગયા રામ-સીતા, અને પછી જીવ બચાવવા પાણીમાં વિગ ઉતારીને લક્ષ્મણે માર્યો હતો કુદકો…

લોકડાઉનમાં કોરોના વાયસના સમાચારો બાદ જો સૌથી વધારે સમાચાર કોઈ બાબતે પ્રગડ થયા હોય તો તે છે રામાનંદ સાગરની રામાયણના. દૂરદર્શન પર અદ્ભુત સફળતા મેળવ્યા બાદ હાલ રામાનંદ સાગરની રામાયણનું પુનઃ પ્રસારણ સ્ટાર પ્લસ પર થઈ રહ્યું છે.

image source

શોમાં લક્ષ્મણનું પાત્ર નિભાવી રહેલા એક્ટર સુનીલ લહરી આ દરમિયાન ટ્વિટર પર શો સાથે જોડાયેલા બિહાઇંન્ડ ધ સીન થયેલા કિસ્સાઓ પોતાના ફેન્સ સાથે શેર કરી રહ્યા છે. શૂટિંગ પાછળની ચટપટી ખબર સુનિલે ફરી પોતાના ફેન્સ સાથે શેર કરી છે.

image source

સુનીલ લહરી વિડિયોમાં પહેલો કિસ્સો નદીનો શેર કરી રહ્યા છે. જ્યારે તેઓ ડીરેક્ટરની અવાજ નહોતા સાંભળી શકતા અને તેના કારણે તેઓ હોડીમાં થોડા આગળ જતા રહેતાં.

બીજો કિસ્સો છે એક સિન દરમિયાન આર્ય સુમંતની ધોતી ફાટી જવાનો. આ વિષે સુનીલ જણાવે છે કે અમે હોડીમાં બેસીને જઈએ છીએ. જેમાં સીતા અને રામજી પણ બેઠા છે.

image source

મને સાગર સાહેબે કહ્યું હતું કે જ્યાં સુધી હું કટ ન બોલું ત્યાં સુધી હોડી ચલાવતા રહેવી. હું ચલાવતો ગયો અને ખૂબ આગળ નીકળી ગયો. પછી મે પાછળ વળીને જોયું તો રામાનંદજીએ તો ક્યારનું કટ બોલી દીધું હતું પણ મેં સાંભળ્યું નહીં. અને ત્યાં સુધીમાં તો અરધુ યુનિટ જતું રહ્યું હતું. અને અમે લોકો ફસાઈ ગયા હતા. અમે મદદ માટે બૂમો પણ પાડી હતી.

image source

પછી બે લોકો અમારી મદદે આવ્યા. આ દરમિયાન મેં વિચાર્યું કે આથી સરસ અવસર નદીમાં નાહવાનો નહીં મળે, અને હું વિગ કાઢી અને નદીમાં કૂદી ગયો. હું અરધા કલાક સુધી નદીમાં નાહ્યો, બધી જ ગરમી ઉતરી ગઈ.

image source

બીજો કિસ્સો જણાવતા સુનીલ લહરી કહે છે. ‘એક સીનમાં નિશાદ રાજ અને આર્ય સુમંત બેસીને ગંભીર વાતો કરી રહ્યા હતા. ઘણો ઇન્ટેન્સ સીન હતો. ત્યારે જ નીચે બેસતી વખતે નિશાદ રાજની ધોતી ફાટી ગઈ.

image source

સેટ પરનું ગંભીર વાતાવરણ અચાનક મજાક મસ્તિમાં ફેરવાઈ ગયું. બધા જ જોર જોરથી હસવા લાગ્યા. જ્યારે સુનિલ લહરીએ આ કિસ્સો સંભળાવ્યો ત્યારે લોકોને પણ ખૂબ મજા આવી જેને લઈને વિવિધ કમેન્ટ્સ પણ તેમના ફેન્સ દ્વારા કરવામાં આવી છે.

image source

રામાયણના પુનઃપ્રસારણે ખરેખર આખાએ દેશને 80-90ના દાયકાની યાદ અપાવી દીધી છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય ટેલિવિઝનમાં કોઈ પણ શોને આટલી બધી લોકપ્રિયતા નથી મળી શકી.

image source

અને એક આંકડા પ્રમાણે તો રામાયણની વ્યુઅરશીપ દેશના જ નહીં પણ દુનિયાના ઘણા રેકોર્ડ તોડી ચૂકી છે. અને દૂરદર્શન માટે તો રામાનંદ સાગરની રામાયણ જાણે ઘરમાં ડટાયેલા કોઈ ખજાના સમાન જ સાબિત થઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ