કોરોનાના ડરથી નથી ચલાવી રહ્યા AC? તો આ ટિપ્સ ફોલો કરીને ઘરને કરી દો એકદમ મસ્ત ઠંડુ-ઠંડુ

ભારતનો લાંબો, ગરમ ઉનાળો તદ્દન ભૂલી શકાય એવો હોઈ જ ન શકે. તાપમાનમાં વધારો થતાં, આપણામાંના મોટાભાગના લોકો એર કંડિશનરનો ઉપયોગ કરીને પોતાના ઘરોને ઠંડક આપવાનો આશરો લે છે. મહત્વની વાત એ છે કે આપણે મકાનોને ઠંડુ રાખવા માટે ખિસ્સા કાતરીને, વિશ્વને વધુ ગરમ બનાવીને પૂરતા પ્રમાણમાં અશ્મિભૂત ઇંધણ પણ સળગાવી રહ્યા છીએ. ગરમી હવે તેનો રંગ બતાવવા માંડી છે. કોરોનાના ડરને કારણે, લોકો હજી પણ ઘરે એસી-કુલર ચલાવવાનું ટાળી રહ્યા છે. તો પછી ગરમીના પ્રકોપથી કેવી રીતે બચવું? કેટલાક ઉપાય છે. જેનાથી ઘરને ઠંડુ રાખવામાં મદદ મળી શકે છે. જાણો કેવી રીતે.

image source

1 – તમારું ઘર જો ઉપરના માળે છે, તો ગરમી વધારે રહેશે. આવી સ્થિતિમાં, તમે ટેરેસ પર એક નાનકડો બગીચો તૈયાર કરી શકો છો. આ ઉપરાંત ગ્રીન શેડ પણ લગાવી શકાય છે. વાંસ લગાવીને કેટલીક બેલ કે વેલીઓ તેના પર ચઢાવી શકો છો. આમ કરવાથી ટોપ ફ્લોર પર હવાની અવર જવર સારી રહે છે. તેથી સાંજે ઘરની બારી-બારણા ખોલી દો.

image source

2 . રસોઈ બનાવતી વખતે ચિમની કે એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ જરૂર કરો અને રસોડાની બારી ખોલી નાખો. જેથી તાપથી ઉત્પન્ન થતી ગરમીને બહાર નીકળવાનો રસ્તો મળે. રસોડામાં અથવા બાથરૂમમાં એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરવો જ જોઇએ. તેનાથી અંદરની ગરમી બહાર જતી રહેશે.

image source

3. ધ્યાન રાખો કે આ સમયે કૉટન ફૈબ્રિકનો જ ઉપયોગ કરો. તેનાથી ઘરમાં થોડી ઠંડકનો એહસાસ થશે. તમે બધા પરિવારમાં પણ સૂતી કપડાનો ઉપયોગ વધુ કરો. કાળઝાળ ગરમીમાં હળવા રંગ અને સુતરાઉ કાપડ વધુ રાહત આપે છે. પોતાના ઘરના પડદા, ચાદરો અને સોફા કવર્સ વગેરે હળવા રંગના જ ખરીદવા જોઇએ.

image source

4. સીધો તાપ જ્યાથી આવતો હોય એવી બાલકનીમાં શેડ્સ લગાવી શકો છો કે પછી પડદા લગાવો. ઘણી રાહત મળશે. બારી તરફની જગ્યા ખાલી રાખો. જેથી હવા સહેલાઈથી અવર-જવર કરી શકે. કારપેટ ન પાથરશો.
સાથે જ રૂમમાં થોડા વોટર એલિમેંટ પણ મુકો.

image source

5. ટ્યુબ લાઈટ્સ ઘરમાં કારણ વગર ન ચાલુ કરો અને વધારે પ્રકાશ આપતી લાઈટ્સનો ઉપયોગ ન કરો. તેને બદલે ઝીરો લેમ્પ કે ઓછા પ્રકાશના બલ્બનો ઉપયોગ કરો. તેનાથી રૂમ ઠંડો રાખવામાં મદદ મળશે.

image source

ઓરડાને ઠંડુ રાખવા માટે એક ઉત્તમ અને સસ્તી પદ્ધતિ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરીને મળી શકે છે. જે કોઈપણ ઘરમાં સરળતાથી મળી રહે છે: પંખો, મોટો ધાતુનો વાટકો અને બરફ. બરફથી ભરેલા મોટા ધાતુના વાટકાની આસપાસ ફૂંકાયેલી હવા એ એક કુદરતી ઠંડક આપતા સાધન તરીકે કાર્ય કરવામાં મદદ કરે છે. જ્યારે અન્ય સ્થિર અથવા ઠંડી વસ્તુઓ પણ આ કામ કરે તેવી સંભાવના છે, પરંતુ બરફ એ વધુ સારો વિકલ્પ છે કારણ કે બરફના ટુકડા ઓગળ્યા પછી પણ, વાટકામાં બાકી રહેલું ઠંડુ પાણી ઓરડાને ઠંડક આપવાનું ચાલુ રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ