રામાનંદ સાગરની રામાયણ દૂરદર્શન પર નિહાળો આ સમયે, અને ઘરમાં રહો સુરક્ષિત

રામાયણની શરુઆત

image source

નોવેલ કોરોના વાયરસના આતંકના લીધે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આખા દેશમાં આવનાર ૨૧ દિવસ સુધી લોકડાઉનનો આદેશ આપી દેવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ આદેશના અમલમાં આવ્યા પછીથી જ સોશિયલ મીડિયા પર એકાએક યુઝર્સ દ્વારા રામાનંદ સાગરની રામાયણ અને બીઆર ચોપડાની મહાભારતને પુનઃપ્રસારણ કરવાની માંગ કરવા લાગ્યા હતા. આવામાં બધા જ દર્શકો માટે એક મોટી ખુશ ખબરી આપવામાં આવી છે. જનતાની માંગને પૂરી કરતા ૨૮ માર્ચ શનિવારના રોજથી રામાનંદ સાગરની ‘રામાયણ’નું પુનઃપ્રસારણ દુરદર્શનની નેશનલ ચેલન પર પ્રસારિત કરવામાં આવશે. રામાનંદ સાગરની ‘રામાયણ’નો પહેલો એપિસોડ સવારે ૯:00 વાગે પ્રસારિત થશે, જયારે બીજો એપિસોડ રાતના ૯:00 વાગે પ્રસારિત કરવામાં આવશે.

image source

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ પોતે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર રામાનંદ સાગરની ‘રામાયણ’ અને બીઆર ચોપડાની ‘મહાભારત’ના પુનઃપ્રસારણ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. આવામાં દર્શકોની આ માંગને પૂરી કરતા હાલમાં રામાનંદ સાગરની ‘રામાયણ’નું પુનઃપ્રસારણ શરુ કરી દેવામાં આવ્યું છે.

image source

આપને જણાવી દઈએ કે, રામાનંદ સાગરની ‘રામાયણ’નું પ્રસારણ વર્ષ ૧૯૮૭માં પહેલી વાર દુરદર્શન પર કરાયું હતું. તેમજ બીઆર ચોપડાની ‘મહાભારત’નું પ્રસારણ પણ વર્ષ ૧૯૮૮માં જ પહેલી વાર દુરદર્શન પર કરવામાં આવ્યું હતું. ત્યારે ‘રામાયણ’ અને ‘મહાભારત’ને લોકો એટલા મગ્ન થઈને જોતા હતા કે રસ્તાઓ એકદમ સુમસામ થઈ જતા હતા. આ ધાર્મિક કાર્યક્રમોના પ્રસારણના સમયે ઘરની બહારના રસ્તાઓ પર કર્ફ્યું જેવું વાતાવરણ થઈ જતું હતું.

image source

વર્ષ ૧૯૮૭-૮૮માં ‘રામાયણ’ અને ‘મહાભારત’ને લોકો ખુબ જ મંત્રમુગ્ધ થઈને જોતા હતા. એવું કેહવાય છે કે, તે સમયમાં ઓફિસર થી લઈને નેતાઓ સુધી બધા કોઈને મળવાનું દુર પરંતુ કોઈનો ફોન પણ ઉઠાવવાનું પસંદ કરતા હતા નહી. ૭૮ એપિસોડમાં બનેલ ‘રામાયણ’નું જયારે પણ પ્રસારણ કરવામાં આવતું હતું ત્યારે આખા દેશના રસ્તાઓ અને ગલીઓમાં કર્ફ્યું જેવો સન્નાટો છવાઈ જતો હતો. આખા ભારતના બધાજ શહેરો અને ગામોમાં ‘રામાયણ’ના પ્રસારણના સમયે લોકો ટીવી સામે અગરબત્તી પેટાવીને બેસતા હતા. જૂતા-ચપ્પલને પણ રૂમ બહાર કાઢીને આવતા હતા.

image source

ધ્યાન આપવા જેવી વાત છે કે, રામાનંદ સાગરની ‘રામાયણ’માં ભગવાન રામનું પાત્ર નિભાવનાર અરુણ ગોવિલને આજે પણ ભગવાન રામના નામથી જ ઓળખવામાં આવે છે. તેમજ માતા સીતાનું પાત્ર નિભાવનાર અભિનેત્રી દીપિકા ચીખલીયાને આજે પણ માતા સીતાના રૂપમાં જ યાદ કરવામાં આવે છે. આ સાથે જ દારા સિંહએ ‘રામાયણ’માં હનુમાનનું પાત્ર નિભાવ્યું હતું. ઉપરાંત રાવણનું પાત્ર નિભાવનાર અરવિંદ ત્રિવેદીને ઘણી લોકપ્રિયતા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ