વડાપ્રધાન મોદી સાથેની નર્સની ફોન પરની વાતચીત થઈ રહી છે વાયરલ, એક ક્લિકે વાંચો તમે પણ

વડાપ્રધાન મોદી સાથેની નર્સની ફોન પરની વાતચીત થઈ રહી છે વાયરલ

કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા હેતુ હાલ સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જે વડાપ્રધાન મોદી દ્વારા દેશના હીત ખાતર લેવામાં આવેલો મહત્ત્વનો નિર્ણય છે. અને સમગ્ર સરકારી તંત્ર આ ગંભીર સમયે દેશની સેવામાં ખડેપગે ઉભું છે અને વડાપ્રધાન મોદી પણ તેમાં સક્રીય રીતે રસ દાખવી રહ્યા છે.

હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્રની સરકારી નાયડુ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ સાથેની વાતચીતની એક ઓડિયો ક્લીપ ખૂબ વાયરલ થઈ રહી છે. આ કૉલ વડાપ્રધાને પોતે જ નર્સને કર્યો હતો અને ફોનમાં તેમણે હોસ્પિટલના કર્મચારીઓની કામગીરીના વખાણ કર્યા હતા. આ બાબતે પૂણે મહાનગરપાલિકાના સ્વાસ્થ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શુક્રવારની સાંજે વડાપ્રધાનના કાર્યાલયમાંથી છાયા જગતાપ નામની નર્સ પર ફોન આવ્યો હતો અને તેમની વડાપ્રાધાન સાથે વાતચીત થઈ હતી.

image source

હાલ આ ફોનનું ઓડિયો રેકોર્ડીંગ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વાતચીતની શરૂઆત વડાપ્રધાન મોદી દ્વારા મરાઠીમાં કરવામાં આવી હતી. તેમણે મરાઠી ભાષામાં છાયા જગતાપના ખબર અંતર પૂછ્યા હતા. સાથે સાથે પી.એમ એ તેમની પ્રસંશા કરતાં તેમને જણાવ્યુ હતુ કે તેઓ હાલ પૂર્ણ કર્તવ્યથી કોવિડ 19ના દર્દીઓની સેવા કરી રહ્યા છે, પણ તે દરમિયાન તેઓ પોતાની તેમજ પોતાના કુટુંબની સુરક્ષાના ભયનો કેવી રીતે સામનો કરી રહી છે ? ત્યારે નર્સે જણાવ્યું, ‘હા, હું મારા પરિવાર માટે ચિંતિત છું, પણ કામ તો કરવું જ પડશે. આ પરિસ્થિતિમાં અમારે દર્દીની સેવા કરવી જ પડે. હું મેનેજ કરી રહી છું,’

image source

ત્યાર બાદ પ્રધાન મંત્રીએ નર્સને પુછ્યું હતું કે શું હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ ગભરાયેલા હોય છે ? ત્યાર તેણીએ જવાબ આપતા કહ્યું, ‘અમે પ્રયાસ કરીએ છે અને તેમની સાથે વાત કરીએ છે. અમે તેમને કહીએ છે કે તમારે ગભરાવાની જરૂર નથી અને તેમને ખાતરી આપીએ છે કે તેમને કશું જ નથી થવાનું, અને તે પણ કે, તેમના રિપોર્ટ નેગેટીવ આવશે.’ ઓડિયોમાં તેણી એવું પણ કહેતાં સાંભળવામા આવી છે કે તેઓ પોઝિટીવ રીપોર્ટ ધરાવતા દર્દીઓનું પણ મનોબળ વધારવાનો પ્રયાસ કરીએ છે.

નર્સે વડાપ્રધાનને જણાવ્યું હતું કે કોવીડ-19ના 7 લોકોને સાજા કરીને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામા આવી છે. મોદીએ નર્સને તે પણ પુછ્યું કે શું તેણી બીજા લાખો મેડીકલ સ્ટાફ કે જેઓ થાક્યા વગર વિવિધ હોસ્પિટલોમાં કામ કરી રહ્યા છે તેમને કોઈ મેસેજ આપવા માગે છે ? ત્યારે તેણીએ જણાવ્યું, ‘ભયભીત થવાની કોઈ જ જરૂર નથી. આપણે આ રોગને બહાર કાઢવો જ પડશે અને આપણા દેશને જીતાડવો પડશે. હોસ્પિટલો તેમજ મેડિકલ સ્ટાફનું આ જ સૂત્ર હોવું જોઈએ.’

image source

વાતચીતના અંતે વડાપ્રધાન મોદીએ નર્સને તેણીની સેવા તેમજ તેણીની સમર્પિતતા માટે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું, ‘તમારા જેવા, બીજા લાખો નર્સ, પેરમામેડિકલસ્ટાફ, ડોક્ટરો છે કે જે દેશની વિવિધ હોસ્પિટલોમાં હાલ કામ કરી રહ્યા છે, તમે બધા ખરા અર્થમાં તપસ્વીઓ છે, હું તમને અભિનંદન પાઠવવા માગું છું. હું તમારા અનુભવો સાંભળીને પ્રસન્ન છું.’

ત્યારે નર્સે આભાર વ્યક્ત કરતાં કહ્યું, ‘હું માત્ર મારી ફરજ નીભાવી રહી છું પણ તમે તો આખા દેશને 24 કલાક સેવા આપો છો. અમારે પણ તમારો આભાર માનવો જોઈએ. તમારા જેવા વડાપ્રધાન મળવા તે દેશ માટે સૌભાગ્યની વાત છે.’

કોરોનાવાયરસની મહામારીથી આજે સમગ્ર દુનિયાનું તંત્ર વેરવીખેર થઈ ગયું છે. આ મહામારીમાં જો સૌથી વધારે કોઈ સેવા કરી રહ્યું હોય તો તે છે આપણા તેમજ સમગ્ર દુનિયાનો મેડિકલ સ્ટાફ અને તેમને ઓર વધારે પ્રોત્સાહિત કરવા તેમજ તેમના પ્રત્યે પ્રજાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે 22મી માર્ચે લોકોએ વડાપ્રધાન દ્વારા જાહેર કરવા આવેલા લોકડાઉનનું પાલન કરીને સાંજે પાંચ વાગ્યે તેમને ઘરોમાંથી તાળીઓના ગડગડા, થાળીઓના થનગનાટ સાથે વધાવી લેવામાં આવ્યા હતા અને તેમનુ સમ્માન કરવામા આવ્યું હતું. અને આજે દુનિયાના બાકી દેશો પણ આપણી જેમ પોત પોતાના દેશના મેડિકલ સ્ટાફનું તે જ રીતે સમ્માન કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ