રામાયણ’નુ અસિતત્વ સાબિત કરતી આ તસવીરો જોઇને તમે પણ પડી જશો વિચારમાં..

આજે પણ હાજર છે રામાયણ સાથે જોડાયેલી કેટલાક નિશાનીઓ:

image source

હિંદુ ધર્મમાં બે મહાકાવ્ય છે.: -રામાયણ અને -મહાભારત. આ બન્ને ગ્રંથો હિંદુ ધર્મમાં પોતાનું આગવું મહત્વ ધરાવે છે. તેમજ દેશમાં ચાલી રહેલ લોકડાઉનના કારણે શરુ કરવામાં આવેલ ‘રામાયણ’ના અયોધ્યાના રાજા દશરથના રાજ્યથી લઈને રામના વનવાસ અને સીતાહરણથી લઈને લંકાના રાજા રાવણના વધ સુધીના સંવાદો મોટાભાગની વ્યક્તિઓને હજી પણ યાદ છે. તેની સાથે હિંદુધર્મની વ્યક્તિઓની આસ્થા જોડાયેલ છે. તેમછતાં કેટલાકના મનમાં આ સવાલ થતો જ હશે કે, ‘રામાયણ’એ કોઈ કાલ્પનિક વાર્તાઓ જેવું છે કે પછી ખરેખરમાં આવું થયું હતું. આપના આ સવાલનું નિવારણ આજે અમે આપને જણાવીશું. જેથી આપને પણ ભરોસો થઈ જાય કે, ‘રામાયણ’ એક હકીકતમાં બનેલ છે. તેમજ કેટલીક એવી નિશાનીઓ વિષે પણ જણાવીશું જેને જોઇને આપ પણ ભરોસો કરવા મજબુર થઈ જશો.

હનુમાનજીના પગ ચિન્હ:

image source

‘રામાયણ’નો ઉલ્લેખ થાય અને હનુમાનજીને યાદ ના કરવામાં આવે એવું થવું અશક્ય છે. જયારે પણ કોઈ ‘રામાયણ’ની વાત થાય તો અચૂકપણે હનુમાનજીનો ઉલ્લેખ થાય જ છે. ‘રામાયણ’માં હનુમાનજી શક્તિશાળી સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. આપને જાણીને નવાઈ લાગશે કે, ભારતમાં કેટલીક જગ્યાએ વિશાળ પગના ચિન્હો જોવા મળ્યા છે. આ ચિન્હો આજે પણ યથાવત છે. આ વિશાળ પગલાં હનુમાનજીના હોવાનું સમર્થન કરવામાં આવે છે.

ભારતથી લઈને શ્રીલંકા છેક શ્રીલંકા સુધી આવા પગ ચિન્હો છે.:

image source

હનુમાનજીના આ વિશાળ પગ ચિન્હો આંધ્રપ્રદેશની લેયાશ્રી નામના સ્થળે સ્પષ્ટ રીતે જોવા મળે છે. તેમજ શ્રીલંકામાં પણ આવા જ પગ ચિન્હો સીતા મંદિર નજીક પણ સ્પષ્ટ રૂપમાં જોવા મળે છે.

રામસેતુ:

image source

શ્રીરામ જયારે દરિયા કિનારે પહોચે છે. પરંતુ અથાગ સમુદ્રને સેના સાથે પાર કરવું અસંભવ હતું. સમુદ્ર પાર કરવા માટે રામની વાનર સેનાના નલ અને નીલ નામના બે વાનરોએ આ રામસેતુ બનાવ્યો હતો. આ બન્ને વાનરોને તપસ્વીઓએ શ્રાપ આપ્યો હતો કે, તેઓ કોઇપણ પોતાના હાથથી પાણીમાં નાખશે તો તે વસ્તુ ડૂબવાને બદલે તરવા લાગશે. એટલા માટે નલ અને નીલ વાનરોએ રામની મદદ કરવા માટે સેના સાથે મળીને પથ્થરો પર રામનું નામ લખીને સમુદ્રમાં ફેકવામાં આવતા હતા. આમ પુલ બનાવીને રામેં સેના સહિત સમુદ્રને પાર કરીને લંકા પહોચી ગયા.

રામસેતુની પુષ્ટિ કરી લેવામાં આવી છે.:

અમેરિકન સ્પેસ એજંસી નાસા દ્વારા સ્પેસ્માંથી લેવામાં આવેલ એક ફોટોમાં જોવા મળે છે કે ભારત અને શ્રીલંકાની વચ્ચે એક માનવ નિર્મિત પુલ હતો જેના કેટલાક ભાગ નાસા દ્વારા અંતરીક્ષમાંથી લેવામાં આવેલ ફોટોમાં જોઈ શકાય છે. રામની વાનર સેના દ્વારા બનાવવામાં આવેલ આ માનવ નિર્મિત પુલ હવે સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

image source

આપને જણાવીએ કે, રામસેતુ બનાવવા માટે જે તરતા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ પથ્થરો રામેશ્વરમાં નિર્માણ વાડી સ્થાન પર આજે પણ જોવા મળી જાય છે.

સંજીવની બુટ્ટી:

image source

રામાયણમાં જયારે યુદ્ધ દરમિયાન લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે ત્યારે હનુમાનજી લક્ષ્મણજીના ઉપચાર માટે સંજીવની જડીબુટ્ટી શોધવા નીકળી પડે છે. હનુમાનજીને સંજીવની જડીબુટ્ટી હિમાલયની દ્રોણાગીરી પર્વતમાળા પર મળે છે. હિમાલયમાં આ દ્રોણાગીરી પર્વતમાળા આજે પણ અસ્તિત્વ ધરાવે છે.

અશોકવાટિકા.:

image source

લંકાપતિ રાવણે જયારે પંચવટીથી સીતામાંતાનું છળપૂર્વક હરણ કર્યું ત્યારપછી સીતામાતાને લંકામાં આવેલ અશોકવાટિકા નામના સ્થાન પર રાક્ષસીઓના સુરક્ષા પહેરામાં રાખવામાં આવ્યા હતા. આજે શ્રીલંકામાં આ સ્થાનનું નામ બદલીને હક્ગલા બોટનીકલ ગાર્ડન તરીકે પ્રવાસી સ્થળના રૂપમાં વિકસિત કરાયું છે.

સીતા મંદિર.:

image source

શ્રીલંકામાં અશોકવાટિકાની નજીક સીતા મંદિર આવેલ છે. આ સ્થાનનું નામ સીતા એલિયા રાખવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે, અશોકવાટિકામાં નિવાસ દરમિયાન સીતા માતા આ સ્થાન પર સ્નાન કરતા હતા.

લેપાક્ષી.:

image source

રાવણ જયારે પંચવટીથી પુષ્પક વિમાનમાં સીતા માતાને લઈ જાય છે ત્યારે જટાયુ તેને જોઈ જાય છે. ત્યારે જટાયુ વૃદ્ધ હોવા છતાં પણ રાવણને રોકવાનો પ્રયાસ કરે છે ત્યારે રાવણ અને જટાયુ વચ્ચે થયેલ યુધ્ધમાં જટાયુની એક પાંખ કપાઈ જતા તે જમીન પર પડી જાય છે. તે આ જ જગ્યા છે.

આવી રીતે પડ્યું આ જગ્યાનું નામ.:

image source

રામ, લક્ષ્મણ અને હનુમાનજી સીતામાતાને શોધતા શોધતા જયારે આ જગ્યા પર આવે છે ત્યારે શ્રીરામ જટાયુને કહે છે કે, લે પક્ષી (ઉઠો પક્ષી). ત્યારપછી આ સ્થાનનું નામ લેપાક્ષી રાખવામાં આવ્યું. આ સ્થાન પર સ્થાપિત પ્રાચીન મંદિરની નજીકમાં જ હનુમાનજીના પગના ચિન્હો જોવા મળે છે.

ક્ન્નીયા, શ્રીલંકા.:

image source

ક્ન્નીયામાં આવેલ ગરમ પાણીના કુંડ લંકાપતિ રાવણ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ કુંડનો આકાર ચોરસ છે અને આ કુંડ માંથી હંમેશા ગરમ પાણી નીકળે છે. રાવણે બનાવડાવેલ કુંડનો ઉલ્લેખ સૌપ્રથમ ‘રામાયણ’માં મળે છે. તેમજ આજે પણ આ કુંડ અહિયાં જ સ્થાપિત છે.

સીતા કોટવા.:

image source

રાવણ સીતામાતાને લંકા લઈ ગયા પછી સીધા જ અશોકવાટિકામાં જવાને બદલે કોટવા નામના સ્થાન પર રોકાણ કર્યું હતું. આ જગ્યા આજે પણ ત્યાં હયાત છે અને આ જગ્યાને પર્યટક સ્થળ તરીકે જાણીતું છે.

જાનકી મંદિર, નેપાળ.:

સીતાનું અન્ય એક નામ જનક પુત્રી જાનકી પણ છે. સીતાના પિતા રાજા જનકનું રાજ્ય વર્તમાન સમયના નેપાળમાં ફેલાયેલ હતું. નેપાળમાં આવેલ જનક પૂરમાં સીતામાંતાના સન્માન કરતા જાનકી મંદિરની સ્થાપના કરવામાં આવી છે.

image source

અહિ ઉતર્યું હતું રાવણનું વિમાન.:

આ ફોટો શ્રીલંકાના ઉસાનગોડા નામના સ્થાનની છે. અહિયાં બનાવેલ આ લાલ રંગના મેદાનમાં રાવણના પુષ્પક વિમાન માટે હવાઈમથકની સુવિધા હતી. જ્યાંથી રાવણનું પુષ્પક વિમાન ઉડાન ભરતું હતું. ઉસાનગોડા નામનું આ સ્થાન આસપાસની જગ્યાઓથી ઉંચી છે નવાઈની વાત એ છે કે, ઉસાનગોડાની ટોચ એક નિશ્ચિત અંતર સુધી હવાઈપટ્ટીની જેમ સમતલ અને સીધી છે.

કઈક આવી રીતે દેખાય છે અહીના પથ્થર.:

image source

ઉસાનગોડામાં કેટલાક પથ્થરો કાળા રંગના છે જયારે કેટલાક પથ્થરો સુર્ખ લાલ રંગના જોવા મળે છે. આ પથ્થરોનો રંગ આવો થવાનું કારણ જયારે રાવણે હનુમાનજીની પૂંછમાં આગ લગાવી ત્યારે હનુમાનજી રાવણના દરબારમાંથી નીકળીને સમુદ્ર સુધી પહોચવા માટે આખી લંકા પાર કરી ત્યારે હનુમાનજીએ આખી લંકામાં આગ લગાવી દીધી હતી. જેના લીધે ઉસાનગોડાના કેટલાક પથ્થરો સુર્ખ લાલ રંગના થઈ ગયા હતા.

પંચવટી.:

image source

મહારાષ્ટ્રના નાસિક નજીક આવેલ છે પંચવટી. શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણની સાથે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન હાલના નાસિક નજીક આવેલ પંચવટીમાં રહેવા માટે ઝુપડી બનાવી હતી. આ જ સ્થાન પર રાવણની બહેન સુરપંખાનું નાક લક્ષ્મણજીએ કાપ્યું હતું. ત્યાર પછી આ જ સ્થાન પર રાવણે સાધુવેશ ધારણ કરીને છળ-કપટ કરીને સીતા માતાનું હરણ કર્યું હતું. સીતામાંતાનું હરણ કરવા માટે ઋષિ મારીચને સુવર્ણ મૃગ બનીને સીતાને લલચાવવાનું કહેવાયું હતું. ત્યાર પછી રામ અને લક્ષ્મણ રાવણની મૃગજાળમાં ફસાઈ જાય છે. ત્યારે બીજી બાજુ રાવણ સીતાનું છળપૂર્વક અપહરણ કરવામાં સફળ રહે છે. અહિયાં આપને રામાયણને હકીકત સાબિત કરતા ઘણા પુરાવો મળી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ