એક ક્લિકે જોઇ લો રંજનીકાંતના બંગલાની તસવીરો, જે દેખાવમાં છે હોટલને પણ ટક્કર મારે એવુ

દક્ષિણ ભારતના સુપરસ્ટાર એકટર રજનીકાંતએ રાજનીતિમાં પ્રવેશ કરવાનો જાહેર કરીને તમિલનાડુની રાજનીતિને ગરમાવી દીધી છે. રજનીકાંત તમિલ અને હિન્દીમાં કેટલીક ફિલ્મોમાં એક્શન તરીકે જાણવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તેમનું જે નામ છે, તેનો અંદાજ આપ એ વાત પરથી લગાવી શકો છો કે, રજનીકાંતને ત્યાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે અને લાખોની સંખ્યામાં તેમના ફેંસ છે. રજનીકાંતએ ભલે તમિલનાડુની આગામી વિધાનસભા ચુંટણીમાં ઉતરવાનો સંકેત આપી દીધો છે, પરંતુ તેમનું અત્યાર સુધીનું બેક ગ્રાઉન્ડ ખુબ જ રસપ્રદ છે.

મરાઠી પરિવાર માંથી આવે છે રજનીકાંત:

image source

મોટાભાગે તમિલ ફિલ્મોમાં પોતાના એક્શનથી ધૂમ મચાવનાર રજનીકાંતનો પરિવાર મહારાષ્ટ્રનો છે. રજનીકાંતનું આખું નામ છે. શિવાજી રાવ ગાયકવાડ. રજનીકાંતનો જન્મ ૧૨ ડીસેમ્બર, ૧૯૫૦ના રોજ બેંગલુરુમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. રજનીકાંતની માતા એક હાઉસ વાઈફ છે, જયારે પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા. માતાપિતાએ રજનીકાંતનું નામ મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજીના નામ પર રાખવામાં આવ્યું હતું. રજનીકાંત પોતાના ઘરમાં મરાઠી ભાષા અને ઘરની બહાર કન્નડ ભાષા બોલતા હતા. તેઓ ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. તેમનાથી મોટા બે ભાઈઓ છે, સત્યનારાયણ રાવ અને નાગેશ્વર રાવ, જયારે તેમની બહેનનું નામ છે અસ્વથ બાલુભાઈ.

શાળા દરમિયાન જ નાટકમાં ઊંડો રસ.:

image source

રજનીકાંતના પિતા વર્ષ ૧૯૫૬માં નોકરીમાંથી રીટાયરમેન્ટ થયા પછી બેંગલુરુના હનુમંત નગરમાં એક ઘર બનાવી લીધું. તે સમયે રજનીકાંત ફક્ત ૯ વર્ષના હતા, તે સમયે તેમની માતા આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. ૬ વર્ષની ઉમરમાં રજનીકાંતને ગવિપુરમ ગવર્મેન્ટ કન્નડ મોડલ પ્રાઈમરી સ્કુલમાં એડમીશન કરાવી દેવામાં આવ્યું, અહીંથી જ તેમણે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. નાનપણમાં રજનીકાંતને ક્રિકેટ, ફૂટબોલ અને બાસ્કેટબોલમાં ઊંડો રસ ધરાવતા હતા. તેમના મોટાભાઈએ તેમને રામકૃષ્ણ મિશન દ્વારા ચલાવવામાં આવતા રામકૃષ્ણ મઠમાં દાખલ કરાવી દીધા. રામકૃષ્ણ મઠમાં રજનીકાંતને વેદ અને પૌરાણિક ગ્રંથ ભણાવવામાં આવતા. આ દરમિયાન રજનીકાંત પૌરાણિક ગ્રંથોના ભણવાની સાથે જ મઠમાં શીખવાડવામાં આવતા નાટકોમાં પણ ભાગ લેવા લાગ્યા.

બેંગલુરુ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં બસ કંડકટરની નોકરી કરી.

image source

મઠમાં નાટકો પ્રત્યે રજનીકાંતની રૂચી વધવા લાગી. રજનીકાંતએ એકવાર મહાભારતના મંચ પર તેમને એકલવ્યના મિત્રની ભૂમિકા આપવામાં આવી. આ ભૂમિકામાં રજનીકાંતના અભિનયના ખુબ વખાણ કરવામાં આવ્યા. ત્યાર પછી રજનીકાંત આચાર્ય પાઠશાળા પબ્લિક સ્કૂલમાં દાખલ થયા. આ શાળામાં ભણવા દરમિયાન તેમણે અભિનયને પણ ઘણો સમય આપ્યો. એકવાર તેમણે કુરુક્ષેત્ર નાટકના મંચ પર દુર્યોધનની ભૂમિકા નિભાવી. શાળાનું ભણતર પૂરું કર્યા પછી રજનીકાંતએ બેંગલુરુ અને મદ્રાસમાં કુલી અને કાર્પેન્ટર સહિત કેટલાક પ્રકારની નોકરીઓ કરી. પછીથી તેમને બેંગલુરુ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં બસ કંડકટર તરીકે પસંદગી થઈ.

ફિલ્મ ડાયરેક્ટર બાલચંદ્રએ આપ્યો પહેલો બ્રેક:

image source

આ દરમિયાન મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટીટયુટમાં એક્ટિંગ કોર્સની શરુઆત કરી. જો કે, રજનીકાંતની અભિનયમાં રુચિ હોવા છતાં પણ તેમનો પરિવાર આ વાતને લઈને એટલા બધા ઉત્સુક હતા નહી. આ દરમિયાન તેમના મિત્ર દોસ્ત રાજ બહાદુરએ તેમનો ઉત્સાહ વધાર્યો અને બીજી મદદ કરી. ઇન્સ્ટીટયુટમાં કોર્સ કરતા સમયે તેઓ સ્ટેજ શો પણ કરવા લાગ્યા. આ દરમિયાન તમિલ ફિલ્મ ડાયરેક્ટર કે.બાલચંદ્રની નજર તેમના પર પડી. ડાયરેક્ટર બાલચંદ્રએ તેમને તામિલ ભાષા શીખવા માટે કહ્યું, જેને તેઓએ તરત માની લીધી. ત્યાર પછી કે.બાલચંદ્રએ રજનીકાંતને પોતાની કેટલીક ફિલ્મોમાં તક આપી. રજનીકાંતે આશરે ૧૫૦ થી વધારે ફિલ્મો કરી છે, જેમાં બોલીવુડ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને બંગાળી ફિલ્મો પણ સામેલ છે.

દક્ષીણના સુપરસ્ટાર એવા રજનીકાંતના ઘર વિષે આજે આપને કેટલાક ફોટોઝ બતાવીશું જે ઘર એમણે પોતાની અત્યાર સુધીની મહેનતના બળે વસાવ્યું છે. રજનીકાંતનું ઘર જોઇને આપ પણ કહેશો કે ઘર હોય તો રજનીકાંતના ઘર જેવું. ઉપરાંત રજનીકાંતના આ ઘરના ફોટો જોઇને કહેશો કે સુપરસ્ટાર રજનીકાંતનું ઘર તેમની પર્સનાલીટી મુજબ બનાવાયું છે.

ઘરની ભવ્યતા રજનીકાંતને જોઇને જ બનાવાયી છે.

ઘરનો રસ્તો પણ એટલો જ મનમોહક છે. એવું લાગે કે આ રસ્તા પર ચાલતા જ રહીએ.

image source

આ ઘરમાં મહેમાનો સાથે બેસવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

રજનીકાંતનો પ્રાઈવેટ માસ્ટર બેડરૂમ. તેમને શોભે તેવો જ.

આ કિચન છે.

રૂમની બહાર ફાઈવ સ્ટાર હોટેલ જેવો કોરીડોર પણ ઉપ્બ્લ્ધ છે.

આ એક વૈભવી બાથરૂમ છે.

વોશરૂમ નો રૂઆબ પણ કઈ ઓછો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ