પોલીસના પેટ્રોલિંગ વગર ભારતમાં આવેલું દુનિયાનું આ સૌથી ઉંચું ગામ કરી રહ્યું છે લોકડાઉનનું સંપૂર્ણ પાલન

પોલીસના પેટ્રોલિંગ વગર ભારતમાં આવેલું દુનિયાનું આ સૌથી ઉંચું ગામ કરી રહ્યું છે લૉકડાઉનનું સંપૂર્ણ પાલન

image source

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉન એક પ્રકારના કર્ફ્યુ સમાન જ છે. કોરોના વાયરસનો હાલ એક માત્ર ઉપાય સોશિયલ ડિસ્ટન્સિંગ છે એટલે કે એકેબીજાના શારિરીક સંપર્કમાં ન આવવું. કારણ કે આ વાયરસ માણસથી માણસ સુધી પ્રસરે છે.

ભારતમાં પણ 3જી મે સુધી લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે અને કડક સૂચનાઓ છતાં ઘણા બધા લોકો બહાર નીકળી રહ્યા છે અને માટે પોલીસને તેમને ક્યારેક ડંડા મારીને ઠેકાણે લાવવા પડે છે. તો ક્યારેક ઉઠબેસ કરાવીને ઠેકાણે લાવવા પડે છે. વારંવાર પોલીસ દ્વારા લાઉડ સ્પિકર પર અરજ કરવામાં આવે છે કે લોકો પોતાના ઘરમાં રહે બહાર ન નીકળે તેમ છતાં લોકો કોઈ પણ બહાને ઘરની બહાર નીકળે છે. પણ ભારતની સૌથી ઉત્તરે આવેલું વિશ્વનું આ સૌથી ઉંચું ગામ કોઈ પણ જાતના પોલીસ પહેરા વગર લૉકડાઉનનું સંપૂર્ણ પણે પાલન કરી રહ્યું છે.

image source

હિમાલયના આ ગામનું નામ છે કૉમિક. અહીં વર્ષના છ મહિના બરફ પથરાયેલો રહે છે. અહીં અત્યાર સુધી કોઈ જ પોલીસ પહોંચી નથી શકી માટે તેમનો ભય તો હોઈ જ ન શકે આ ઉપરાંત અધિકારીઓ કે પંચાયતની પણ કોઈ બીક અહીંના લોકોને નથી. તેમ છતાં અહીના લોકો ઘરની બહાર નથી નીકળતા. અને નીકળે ત્યારે માસ્ક પહેરે છે અને સેનેટાઇઝરનો ઉપયોગ પણ કરી રહ્યા છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગામની વસ્તી માત્ર 90 લોકોની જ છે. તેમની પાસે નિયમોનું પાલન કરાવવાવાળુ કોઈ નથી તેમ છતાં તેમણે પોતાના ખેતીના કામ બંધ કરી દીધા છે અને તે લોકો ઘરની બહાર પણ નથી નીકળતા.

image source

લાહોલ-સ્પીતીનું કૉમિક નામનું આ ગામ 15,537 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. તેઓ લૉકડાઉન તેમજ સોશિયલ ડિન્સટન્સીંગનું પાલન કરી રહ્યા છે. અહીં લગભગ 20 ઘર આવેલા છે. આ ગામ એટલી ઉંચાઈ પર આવેલું છે કે અહીંથી ચીનના કબજા હેઠળના તીબેટની સીમા સાથે જોડાયેલા પહાડો પણ જોઈ શકાય છે.

અહીંના લોકોએ પોતાની નાની-મોટી જરૂરીયાતનો સામાન લેવા માટે પ્રશાસન પાસેથી રજા લઈને 31 કિમી દૂર કાજા જવું પડે છે. આ ગામમાં નથી તો કરિયાણાની કોઈ દુકાન કે નથી તો બસ ડેબો. લોકો હીમવર્ષાના કારણે પહેલેથી જ છ મહિનાનો સામાન ભેગો કરી રાખે છે. માટે તેમને મુશ્કેલીમાં નથી મુકાવવું પડ્યું.

image source

એક રીતે તો આ ગામ તેની પોતાની ભૌગોલિક સ્થિતિના કારણે એમ પણ સુરક્ષિત જ છે. કારણ કે ત્યાં બહારની વસ્તી ઘણી ઓછી આવે છે. તેમ છતાં કાળજી રાખવી તે દરેક નાગરીક માટે જરૂરી છે. આ ગામવાસીઓના આ પ્રયાસને બીરદાવવા જોઈએ અને દેશના અન્ય નાગરિકોએ પણ તેમની પાસેથી શીખ લેવા જેવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ