આખરે રાજકોટ પોલીસે કરી જાહેરાત, દિવસે લગ્ન હોય તો પરમિશનની જરૂર નથી, પણ રાત્રે 9 વાગ્યા પછી…

હાલમાં ગુજરાતમાં કોરોનાની શું સ્થિતિ છે તે અંગે બધા જ જાણે છે. રોજ રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે અને પડાપડી લોકોના મોત પણ થઈન રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાનાં કેસો વધતાં રાજ્ય સરકારે ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરી દીધો છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં ફક્ત 100 વ્યક્તિઓને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. તો એક તરફ કોરોનાની મહામારી વચ્ચે લગ્નની સિઝન છે. ત્યારે લગ્નનું આયોજન કરવા માટે પોલીસની મંજૂરી લેવી ફરજીયાત હતી. તેને લઇને રાજકોટ પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી દિવસે યોજાતા લગ્ન માટે હવે પોલીસની મંજૂરી નહીં લેવી પડે. રાત્રિ દરમિયાન 9 વાગ્યા પછી એટલે કે કર્ફ્યૂમાં લગ્ન રાખી શકાશે નહીં. આ માટે પોલીસ મંજૂરી આપશે નહીં.

image source

તો એક તરફ રાજ્ય સરકારના આ એકાએક નિર્ણયથી હજારો ઘરોમાં લગ્નની વિધિ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. અને લોકો પોલીસની મંજૂરી માટે પોલીસ સ્ટેશન બહાર લાઈનો લગાવીને ઉભા છે. તેવામાં રાજકોટનાં લોકો માટે એક સારા સમાચાર એ છે કે, હવે રાજકોટમાં લગ્ન પ્રસંગ માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં પડે. વિગતે વાત કરીએ તો હવે રાજકોટમાં દિવસે યોજાતાં લગ્ન માટે પોલીસની મંજરી જરૂર નહીં પડે. પણ રાત્રે 9 વાગ્યા પછીના કોઈપણ પ્રસંગ માટે મંજૂરી આપવામાં આવશે. દિવસે યોજાતાં લગ્ન માટે જ મંજૂરી નહીં લેવી પડે. રાત્રે 9થી સવારના 9 વાગ્યા સુધી કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં.

image source

એ સિવાય ખાસ વાત એ છે કે લગ્નમાં સામેલ લોકોએ રાત્રે 9 વાગ્યા પહેલાં પોતાના ઘરે પહોંચી જવું પડશે. સમય અંગે પોલીસ કેટરર્સ અને રસોઈયાની પુછપરછ કરશે. જો આ પહેલાંની ગાઈડલાઈનની વાત કરીએ તો લગ્નપ્રસંગમાં 200 વ્યક્તિને મંજૂરી હતી. પણ સરકારે તેને ઘટાડી 100 કરી દીધી છે. જેને કારણે જે ઘરમાં લગ્ન હોય તેઓને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કંકોત્રી લઈને મંજૂરી માટે જવું પડતું હતું. રાજકોટમાં પોલીસ સ્ટેશન બહાર મંજૂરી માટે લાંબી લાઈનો લાગી હતી. જે લોકોનાં ઘરમાં લગ્ન છે તે લોકો હાલ ખુબ જ મુશ્કેલીમાં છે. અને લગ્ન કેવી રીતે પાર પાડવા તે અંગે ચિંતાઓ કરી રહ્યા છે.

image source

મળતા એક રિપોર્ટસ અનુસાર વાત કરવામાં આવે તો રાજકોટમાં કુલ 600 જેટલાં લગ્ન છે, જેમાં 100થી વધુ પરિવારને લગ્ન કરવા પોલીસે મંજૂરી આપવામાં આવી છે. શહેરનાં અમુક પોલીસ સ્ટેશનમાં પિતા દીકરી-દીકરાના લગ્નની મંજૂરી માટે લાઈનમાં ઊભા છે. રાજકોટસ્થિત કુવાડવા પોલીસ સ્ટેશને 15થી વધુ લોકો લાઈનમાં ઊભા રહ્યાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. શહેરના માલવિયા પોલીસ સ્ટેશને પણ આવી જ સ્થિતિ જોવા મળી અને લોકો લાઈનમાં ઊભા રહી પરમિશન લેવા આવ્યા હતા.

image source

છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આજે કોરોનાનાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જો જિલ્લાવાર કોરોનાનાં કેસોની વિગતો પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં 361 કેસ 12નાં મોત, સુરતમાં 289 કેસ 3નાં મોત, વડોદરમાં 180 કેસ એકનું મોત, રાજકોટમાં 138 અને ગાંધીનગરમાં 70 કેસ, જામનગરમાં 45 અન જૂનાગઢમાં 24 કેસ, પાટણમાં 64, બનાસકાંઠામાં 41 કેસ, મહેસાણામાં 40, પંચમહાલમાં 29, આણંદમાં 28 કેસ, ખેડામાં 28, મહિસાગરમાં 26, દાહોદમાં 23 કેસ, ભરૂચ-કચ્છમાં 21-21, અમરેલીમાં 20 કેસ, મોરબી-સાબરકાંઠામાં 20-20, સુરેન્દ્રનગરમાં 17 કેસ કેસ નોંધાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ