ભારતી અને હર્સને ડ્રગ્સ સપ્લાય કરનારો આ વેશમાં જતો ઘરે, પણ NCBથી ન બચી શક્યો, આ રીતે ઝડપી લીધો

હાલમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાનું ડ્રગ્સ કેસમાં નામ આવ્યા પછી તેની જ ચર્ચા થઈ રહી છે અને ફેન્સ વચ્ચે આ કપલ ચર્ચાઈ રહ્યું છે. તો વળી એક તરફ પ્રશ્નો ઉપસ્થિત રહ્યા છે કે તેનાથી ભારતી અને હર્ષના કરિયર પર તેની શું અસર થશે.

image source

પરંતુ આ બધાની વચ્ચે એનસીબીને એક મોટી સફળતા મળી છે અને ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સ ઝડપાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસમાં કોમેડી ક્વિન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની ધરપકડ કરવામાં આવી હતી. તેના ઘરમાંથી ગાંજો મળી આવ્યો હતો અને પુછપરછ દરમિયાન ભારતીએ પોતે પણ ગાંજાના સેવનની કબૂલાત કરી હતી.

image source

હાલની પરિસ્થિતિ એવી છે કે ભારતી અને હર્ષને આ કેસમાં જામીન મળી ગયા છે, પરંતુ એનસીબીની તપાસ હજુ પણ ચાલી રહી છે. બુધવારે રાત્રે એનસીબીએ એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને ભારતી અને અન્ય કેટલાક લોકોને ડ્રગ સપ્લાય કરતો ડ્રગ પેડલર ઝડપી પાડ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સુનીલ ગવાઈ નામના ડ્રગ સપ્લાયરને બુધવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રા કોર્ટ જંક્શનમાંથી પકડી પાડ્યો છે. તેની પાસેથી 1.250 કિલો ડ્રગ્સ પણ મળી આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

સૌથી મોટી વાત એ છે કે, પૂછપરછ દરમિયાન સુનીલે જણાવ્યું છે કે તે ડિલીવરી બોય બનીને તમામ ગ્રાહકોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. પોલીસના હાથમાં ન આવે એ માટે થઈને તે દર વખતે ફૂડ ડિલીવરી બોય બનતો હતો. પરંતુ આ વખતે એનસીબીએ પૂરી તૈયારી સાથે તપાસ કરી અને ઝડપી પાડ્યો. સુનીલે એમ પણ કહ્યું છે કે ભારતી સિંહને પણ એ જ રીતે ડિલિવરી બોય બનીને ડ્રગ્સ સપ્લાય કરાતું હતું. પશ્ચિમ મુંબઈમાં આરોપી પેડલર્સનું નેટવર્ક વધુ સક્રિય હતું. તેના મોટાભાગના ગ્રાહકો પણ તે જ વિસ્તારના હતા. જો બીજી વાત કરીએ તો ભારતીના સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર પણ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 3.6 મિલિયન ફોલોઅર્સ છે. બ્રાન્ડેડ કપડાંથી લઇને ઓનલાઈન ગેમ એપ્લિકેશન સુધી ભારતી ઘણી બ્રાન્ડ પ્રમોટ કરે છે. જેમાંથી તે વર્ષે આશરે 2 કરોડ રૂપિયા કમાય છે.

image soucre

ભારતીના નજીકના લોકોએ જણાવ્યું કે, ‘સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવા માટે ભારતી એક લાખ રૂપિયા લે છે. અલગ-અલગ પ્રકારની પોસ્ટ હોય છે. જેવી બ્રાન્ડની પોસ્ટની ડિમાન્ડ, તેવી જ ભારતીની ફીની ડિમાન્ડ હોય છે. તે પ્રમોશન માટે 1થી 5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

image source

સાથે જ ઘણી બ્રાન્ડ પોતાના પ્રોડક્ટ ભારતીને પ્રમોશન કરવા મફત આપે છે. ભારતી પાસે 15થી 18 બ્રાન્ડ છે, જે તે સોશિયલ મીડિયાને આધારે પ્રોડક્ટ પ્રમોટ કરે છે. આ દરેક બ્રાન્ડથી તે વર્ષે આશરે 2 કરોડ રૂપિયા કમાય છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ