ATM માંથી આવી રીતે ચોરી થાય છે PIN, મહારાષ્ટ્રના પોલિસ અધિકારીએ વિડિયોમાં સમજાવ્યો આખો ખેલ, ખાસ જોજો તમે પણ આ VIDEO

આજની તારીખમાં એટીએમ કાર્ડ દરેક વ્યક્તિની જરૂરિયાત છે. કેશ નિકાળવા માટે કેટલાએ એટીએમ બહાર લાંબી-લાંબી લાઇનો લાગેલી રહે છે, પણ કેશ કાઢવાના ચક્કરમાં ઘણીવાર લોકો ફસાઈ પણ જાય છે. આખા દેશમાં હાલના દિવસોમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ એકધારી વધી રહી છે.

image source

ઘણીવાર લોકેનું અકાઉન્ટ મિનિટોમાં ખાલી થઈ જાય છે. છેતરપીંડીયાઓની નજર હંમેશા આજના દિવસોમાં એટીએમ પર લાગેલી રહે છે. અને તમને એ વાતની જાણ પણ નથી થતી અને તમારો પીન હેક થઈ જાય છે અને એક જ ઝાટકામાં લાખોનુ નુકાસન થઈ શકે છે. આવા લોકોથી બચવા માટે મુંબઈ પોલીસના અધિકારીએ એક વિડિયો શેર કર્યો છે. આ વિડિયોને જોઈને તમારા હોશ ઉડી જશે કે છેવટે કેવી રીતે તમારા પીન પર હેકર્સની નજર રહેતી હોય છે. શું છે આ વિડિયોમાં ?

આ વિડિયો માત્ર એક જ મિનિટનો છે પણ તમારી આંખો ખોલવા માટે પુરતો છે. અહીં તમે જોઈ શકો છો કે મુંબઈ પોલીસના અધિકારીએ ATMની સામે ઉભા છે. તેમણે વિસ્તારપૂર્વક જણાવ્યું કે કેવી રીતે ચોરની નજર તમારા પાસવર્ડ પર ટકેલી રહે છે. વાસ્તવમાં કોઈ પણ એટીએમ મશીનમાં એક સ્લોટ બનેલો હોય છે જ્યાં તમારે કાર્ડ નાખવાનું હોય છે. ત્યાર બાદ તમે સ્ક્રીન તરફ જોતા પોતાનો 4 કે છ નંબરનો પીન નાખો છો.

image source

ચોર અહીં જ પોતાનો ખેલ કરી દે છે. વાસ્તવમાં જે સ્લોટમાં તમે તમારું કાર્ડ નાખો છો, તેના પર જ એક બીજો સ્લોટ નાખી દે છે. આ એક્સ્ટ્રા સ્લોટનું કનેક્સન એક કેમેરા સાથે હોય છે. આ કેમેરા ATM ના કીપેડની બીલકુલ ઉપર હોય છે. એટલે કે જેવા જ તમે તમારો પીન નાખો, કે તરત જ કેમેરામાં કાર્ડ સહિત બધી જ જાણકારી કેદ થઈ જાય છે.

એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

image source

વિડિયોમાં પોલીસ અધિકારીએ લોકોને સમજાવ્યું છે કે જેવા જ તમે એટીએમનો ઉપયોગ કરવા જાઓ તો આ વાતનું ખાસ ધ્યાન રાખો.

જેમ કે સૌથી પહેલાં એ ચેક કરી લો કે શું જે જગ્યા પર મશીનમાં તમારું કાર્ડ નાખી રહ્યા છો ત્યાં કોઈ એક્સ્ટ્રા સ્લોટ છે કે નહીં.

કી પેડના ઉપરના ભાગને હાથથી ચેક કરીને જોઈ લો કે ત્યાં ક્યાંય કેમેરા તો નથી લાગાવેલો ?

image source

જો તમને શંકા હોય તો તમારે તરત જ પોલીસને જાણકારી આપવી. સાથે સાથે બેંકમાં પણ તે અંગે ફરિયાદ કરી દેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ