ભલભલા શૂરવીર પણ આ મંદિરમાં નથી રોકાઈ શકતા રાત, આવુ છે રહસ્ય

સમગ્ર વિશ્વ રહસ્યોથી ભરેલુ છે. આજે પણ એવા ઘણા સ્થળો ધરતી પર મોજુદ છે જેના રહસ્યો ભલભલા વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી. વાત કરીએ ભારતની તો ભારતમાં પણ ઘણા એવા રહસ્યમય સ્થળો છે જેનુ રહસ્યા આજે પણ અકબંધ છે. તો બીજી તરફ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં જવા પર સરકારે જ પ્રતિબંધ લગાવી દીધો છે. અમુક ગામતો વર્ષો બાદ પણ ઉજ્જડ છે જેને શ્રાપિત કહેવામાં આવે છે. આજે અમે એવા જ એક મંદિર વિષે જણાવીશું જેની હકિકત જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આજે અમે રાજસ્થાનના એક મંદિર વિશે જમાવીશું. જેનુ રહસ્ય વર્ષો બાદ પણ વણઉકેલ્યું છે. આ મંદિર વિશે એવી લોકવાયકા છે કે જે પણ વ્યક્તિ આ મંદિરમાં સાંજ પછી રોકાય છે તે સવારે પથ્થર બની જાય છે. લાગીને તમને નવાઈ, તો ચાલો જાણીએ આખરે આ મંદિર સાથે જોડાયેલી વાસ્તવિકતા વિશે.

image source

હંમેશા માટે પથ્થર બની જાય છે

રાજસ્થાનનું નામ આવે એટલે ભવ્ય ધરોહરો આપણી સામે આવી જાય. કલા અને સંસ્કૃતિનો પ્રદેશ રાજસ્થાનની રેતીલી ધરતીમાં આજે પણ ઘણા રાઝ છુપાયેલા છે. અહીંના રાઝ વૈજ્ઞાનિકો માટે પણ પડકાર બનેલા છે. આવુ જ એક મંદિર છે કિરાડૂ. આ મંદિર રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલુ છે. આ મંદિરને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે, પરંતુ સાંજ થયા પહેલા બધા ચાલ્યા જાય છે. તેની પાછળ એક ખુબ રહસ્યમય કારણ છે. આ મંદિરની માન્યતા છે કે જે વ્યક્તિ સૂરજ આથમ્યા બાદ આ મંદિરમાં રોકાય છે, તે હંમેશા માટે પથ્થર બની જાય છે. આ ડરામણા રહસ્યને કારણે અહીં કોઈ સાંજ થયા બાદ રોકાતું નથી.

image source

આ ડરામણા રહસ્યની પાછળ એક સાધુનો શ્રાપ

તો તમને સવાલ થાય કે આ આખરે કેવી રીતે બને. આ કહાનીની શરૂઆત ક્યારથી થઈ. તો તમને જણાવી દઈએ કે, એવી માન્યતા છે કે આ ડરામણા રહસ્યની પાછળ એક સાધુનો શ્રાપ છે. અહીં લોકોનું કહેવું છે કે આજ સુધી કોઈપણ વ્યક્તિ સાંજ થયા બાદ આ મંદિરમાંથી પરત ફર્યો નથી. આ મંદિર ખુબ સુંદર છે અને ખંઢેરો વચ્ચે સ્થિત છે. અહીંયા પર લોકો પિકનિક મનાવવા આવે છે. પરંતુ આ રહસ્યમયી મંદિરના નામથી લોકોમાં ડર છે. લોકો તેના નામથી ધ્રુજવા લાગે છે.

image source

આ મંદિરની સુંદરતા લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે

આ મંદિર અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ ડરામણા રહસ્ય બાદ પણ આ મંદિરની સુંદરતા લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. તેને કારણે અહીં દરરોજ લોકોના ટોળા જોવા મળે છે. પરંતુ સાંજ થયા પહેલા બધા લોકો પાછા ફરી જાય છે. ઘણા લોકો તો આ મંદિરને દૂરથી જોઈને પણ પરત ફરી જતા હોય છે. તે લોકો મંદિરમાં જવાની હિંમત દાખવી શકતા નથી. આજે પણ આ રહસ્ય વણઉકેલ્યું છે. જો કે ડરના માર્યા કોઈ પ્રવાસીઓ અહિંયા રાત્રે રોકાતા પણ નથી. વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ