જોરદાર, જબરજસ્ત: ટેસ્લાનું ભારતમાં આગમન, કારના ફિચર્સ જાણીને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા

વિશ્વની સૌથી મુલ્યવાન કંપની ટેસ્લા દ્વારા બેંગલુરુ શહેરમાં ભારતીય સબસાઈડરી યુનિટ ખોલવામાં આવ્યું છે. ટેસ્લા કંપનીએ ભારત દેશમાં રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ સહિત ઇલેક્ટ્રિક વાહનોના મેન્યુફેક્ચરીંગ કરવા માટે નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપવાનું આયોજન બનાવી રહ્યા છે અને આ સબસાઈડરી યુનિટ જેનું આ પ્રથમ પગલું છે. ટેસ્લાના ગ્લોબલ સિનિયર ડિરેક્ટર ડેવિડ જોન ફિન સ્ટીન ચીફ એકાઉન્ટીંગ ઓફિસર વૈભવ તનેજા અને બેંગલુરુ શહેરના એક ઉદ્યોગસાહસિક વેંકટરંગમ શ્રીરામ ટેસ્લાના આ ભારતીય યુનિટના બોર્ડ મેમ્બર રહેશે.

ટ્વીટર પર જાહેરાત કરવામાં આવી:

image source

કોર્પોરેટ બાબતના મંત્રાલયને ટેસ્લા દ્વારા આપવામાં આવેલ એક અહેવાલમાં એના વિષે જાણકારી આપવામાં આવી છે. ટેસ્લા કંપનીએ ભારત દેશમાં પોતાની ઓફીસ ગયા અઠવાડિયે શરુ કરી દેવામાં આવી હતી, જેની જાણકારી મંગળવારના રોજ ટેસ્લા ક્લબ ઈન્ડિયા નામના ટ્વીટર હેન્ડલ પરથી જાહેરાત કરવામાં આવી હતી. ટેસ્લા કંપનીના સીઈઓ અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓ માંથી એક એલન મસ્કે ગત મહીને જણાવ્યું હતું કે, અમારી કંપની દ્વારા આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૧માં ભારતમાં યુનિટ શરુ કરી દેવામાં આવશે.

ત્યાર બાદ તા. ૨૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવતા કહ્યું હતું કે, ટેસ્લા કંપની વર્ષ વર્ષ ૨૦૨૧ની શરુઆત માં જ ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરી લેશે.

imag source

વિશ્વની સૌથી મુલ્યવાન કંપની ટેસ્લા કંપની હવે ભારત દેશમાં મોડેલ- ૩ સિડાન કારની સાથે પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. ટેસ્લા કંપનીની મોડેલ- ૩ સિડાન કારની અંદાજીત કીમત ૬૦ લાખ રૂપિયા જેટલી હોઈ શકે છે. ફુલ્લી ઇલેક્ટ્રિક કાર ૬૦ કિલોવોટની લિથિયમ- આર્યન બેટરી સાથે આ કારને એક જ વાર ચાર્જ કર્યા પછી અંદાજીત ૫૦૦ કિલોમીટર જેટલું અંતર દોડી શકે છે. એટલું જ નહી, આ કારની વધારેમાં વધારે સ્પીડ ૨૫૦ કિલોમીટરની ગતિએ દોડી શકે છે. ટેસ્લા કંપનીની મોડેલ- ૩ સિડાન કાર માત્ર ૩.૧ સેકન્ડમાં જ પ્રતિ કલાક ૯૬ કિલોમીટરની ઝડપ પીક કરી શકે છે.

કર્ણાટક રાજ્યને ૩૧ હજાર કરોડના રોકાણ થવાની આશા:

image source

ભારત દેશમાં કર્ણાટક એવું પહેલું રાજ્ય છે જેમણે ઇલેક્ટ્રિક વાહન નીતિને અમલમાં મૂકી છે. કર્ણાટક રાજ્ય સરકારને એવી આશા છે કે, ઇલેક્ટ્રિક વાહન નીતિથી ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રમાં અંદાજીત ૩૧ હજાર કરોડ રૂપિયાનું રોકાણ મેળવી શકે છે. કર્ણાટક રાજ્ય પછી, ગુજરાત, દિલ્લી, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત અન્ય ૧૧ રાજ્યોમાં પણ ઇલેક્ટ્રિક વાહનની નીતિ જાહેર કરવામાં આવી હતી.