રાજ કપૂર અને આ હિરોઇન પર અનેક લોકો થયા હતા ફિદા, પણ હાલમાં આ હિરોઇનનુ ઠેકાણુ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

રાજ કપૂરની આ રશિયન હિરોઈન કેટલાને યાદ છે? ખૂબ જ સુંદર અવાજમાં “મે તુમ સે બહોત પ્યાર કરતી હુ ” પ્રેમથી કહેનાર રશિયન અભિનેત્રી અને મશહૂર બેલે ડાન્સર સેનિયા રેબેકીનાએ 1970 માં આવેલી મશહૂર ફિલ્મ મેરા નામ જોકર માં રાજ કપૂર સાથે કામ કર્યું હતું.

સલમાન તેણે સર્કસમાં કામ કરવાવાળી નર્તકી નો રોલ કર્યો હતો જે રાજુ એટલે કે રાજ કપૂરને પ્રેમ કરતી હોય છે.

14 મી ડિસેમ્બરના રોજ રાજ કપૂરનો 95 મો જન્મદિવસ થયો ત્યારે રાજ કપૂરની ઘણી ફિલ્મો યાદ આવે.રાજ કપૂર ખુદ એક શ્રેષ્ઠ અભિનેતા ઉપરાંત કુશળ ડાયરેક્ટર પણ હતા.

image source

મેરા નામ જોકર તેમની પ્રખ્યાત અને લોકપ્રિય ફિલ્મ હતી જેનું ગીત જીના યહા મરના યહા આજે પણ ઘરમાં ગુંજે છે અને લોકપ્રિય છે.

મેરા નામ જોકર ની વાત નીકળી એટલે તરત જ રૂસી અભિનેત્રી સેનિયા પણ યાદ આવે જે મેરા નામ જોકરમા ભૂમિકા ભજવ્યા બાદ હિન્દી ફિલ્મોમાંથી ગાયબ થઈ ચૂકી હતી.

કપૂર પરિવાર પાસે આ રુષિ અભિનેત્રી વિશે કોઈ જાણકારી ઉપલબ્ધ ન હતી.

image source

પરંતુ બીબીસીનો એક પત્રકાર bbc ઋષિ સેવા દ્વારા સાનિયા સુધી પહોંચવામાં સફળ થયો અને તેણે ફોન ઉપર મેસેજ દ્વારા સોનિયા સાથે રાજ કપૂર વિશે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

જૈને જણાવ્યું કે પોતે ઇટલીમાં વેકેશન પર છે અને ત્રણ-ચાર દિવસ બાદ મોસ્કો પહોંચતા જ રાજ કપૂર વિશે વાત કરશે.
એક અઠવાડિયા બાદ સાનિયાએ તૂટીફૂટી હિન્દી અને અંગ્રેજી બંને ભાષાના ઉપયોગ હતી રાજ કપૂર વિશે તેમજ પોતાના જીવન વિશે પણ આનંદપૂર્વક વાત કરી.

સેનિયા હાલ તેના વતન રશિયામાં રહે છે.74 ની વય પર પહોંચેલી સેનિયાએ બેલે ડાન્સિંગનો પોતાનો શોખ હજી જીવંત રાખ્યો છે.

image source

સેનિયાની રાજ કપૂર સાથેની પહેલી મુલાકાત વખતે તેની વય ૨૪ -૨૫ વર્ષની હતી.મેરા નામ જોકર ની તૈયારીઓમાં વ્યસ્ત રાજ કપૂર મોસ્કોની મુલાકાતે ગયા હતા જ્યાં તેઓ સેનિયાના બેલે ડાન્સથી પ્રભાવિત થયા હતા.

રાજ કપૂરે સાનિયાને પોતાની ફિલ્મમાં કામ કરવા આમંત્રણ આપ્યું.રશિયામાં પણ રાજ કપૂર નું નામ મશહુર હતું તેમની ફિલ્મમાં આવારા અને શ્રી 420 થી રશિયાના લોકો પણ પ્રભાવિત થયા હતા જેમાં સેનિયાનો પણ સમાવેશ થતો હતો.

સાનિયાએ રાજ કપૂર નું આમંત્રણ સ્વીકારી લીધું અને તે ભારત આવી.જોકે મેરા નામ જોકર માં તેનો રોલ ખાસ વિશેષ ન હતો પરંતુ ફિલ્મમા કામ કરવાનો તેનો અનુભવ યાદગાર રહ્યો.

image source

સાનિયા જણાવે છે કે સલમાન ના સેટ પર રાજ કપૂર તેનું વિશેષ ધ્યાન રાખતા હતા.

રાજ કપૂરની ફિલ્મના સેટ ઉપર નાના મોટા સૌ કલાકારોનો એક સરખો આગળ રહેતો અને સૌ કલાકારોને એક સમાન સાચવવામાં આવતા પરંતુ જેવો કેમેરા ઓન થાય કે રાજ કપૂર એક કડક ડાયરેક્ટરના રૂપમાં રજૂ થઇ જતા હતા અને જ્યાં સુધી બેસ્ટ શોટ ઓકે ના થાય ત્યાં સુધી તેઓ રીટેક કરાવતા રહેતા.

હાલ રશિયામાં હોલિવુડ ફિલ્મનુ ચલણ વધુ છે પરંતુ સાંહિઠ થી સિત્તેરના દાયકાની એક પેઢી આખી રાજ કપૂરની જબરજસ્ત ચાહક રહી ચુકી હતી.

image source

પોતાની ડાન્સિંગ ની કારકિર્દીમાં આગળ વધવા માટે સાનિયા મેરા નામ જોકર ના શૂટિંગ બાદ રશિયા ચાલી ગઈ પરંતુ લાંબા સમય સુધી તે રાજ કપૂર અને તેના પરિવારજનોના સંપર્કમાં રહી હતી.

સાનિયા જણાવે છે કે 1988માં રાજ કપૂર ના અવસાનના સમાચારે તેને ઘણું દુઃખ પહોંચ્યું હતું.રાજ કપૂર ના નિધન બાદ પણ જ્યારે પણ સાનિયા ભારત આવે છે ત્યારે તે રાજ કપૂરના પુત્ર રણધીર કપૂર ,ઋષિ કપૂર અને રાજીવ કપૂરની અચૂક મુલાકાત લેતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

મેરા નામ જોકર માં અભિનય કર્યા ને 39 વર્ષો બાદ 2009માં સાનિયાએ રાજ કપૂરના પુત્ર ઋષિ કપૂરની ફિલ્મ ચિન્ટુ જી માં પણ નાનકડી ભૂમિકા અદા કરી હતી.

image source

સાનિયા અભિનેતા ધર્મેન્દ્રની પણ ચાહક રહી ચૂકી છે.ધર્મેન્દ્રની સ્માર્ટ અને અને તેના દેખાવ ની પ્રશંસા કરતાં સાનિયા જણાવે છે કે ધર્મેન્દ્ર બેહદ હેન્ડસમ પર્સનાલિટી ધરાવતા હતા.

ધર્મેન્દ્ર અને રાજ કપૂર ઉપરાંત સાનિયા ફિલ્મ કાર સત્યજિત રેથી પણ પરિચિત છે.તેણે સત્યજીત રે સાથે પણ મુલાકાત કરી હતી અમિતાભ બચ્ચનને પણ તે સારી રીતે જાણે છે ઉપરાંત ઘણા બધા ભારતીય કલાકારો થી સોનિયા વાકેફ છે.

image source

સાનિયાએ ખચકાટ સાથે “જીના યહા મરના યહા ઇસકે સિવા જાના કહા ગીત પણ રજુ કર્યું.”

ખાસ ઉલ્લેખનીય છે કે ભારતીય સિનેમાની અંદર રાજ કપૂર ની ગણતરી “ધ ગ્રેટેસ્ટ શોમેન “તરીકે કરવામાં આવતી હતી.ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આભાર શાયરી નિર્માતા અને અભિનેતા રાજ કપૂર હિન્દી સિનેમાના ચાર્લી ચેપ્લિન ગણાતા.

રાજ કપૂરને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર તેમજ ૧૧ ફિલ્મ ફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

image source

ફિલ્મ જગત નો માંધાતા દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ રાજ કપૂર સમર્પિત કરવામાં આવ્યો હતો.ભારત સરકાર તરફથી કલાના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ રાજ કપૂરને પદ્મભૂષણ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ કપૂરની સુપરહીટ ફિલ્મોમાં નિલકમલ ,આગ, આવારા, બુટ પોલીસ, શ્રી420, ફિર સુબહ હોગી, અનાડી, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ, સંગમ , મેરા નામ જોકર નો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ