ચમકદાર ડ્રેસ અને પાતળી કમર, આ બોલિવૂડ એક્ટ્રેસે લાગી એકદમ હોટ. જોઇ લો તમે પણ તસવીરો

શીમરી શાઈની વસ્ત્રોનો છે આવ્યો જમાનો, તમે પણ આ લગ્ન સિઝનમાં કિયારા-જાહ્નવી જેવો શીમેરી લૂક અપનાવી શકો છો જુઓ તસ્વીરો અને આઇડીયા લો

થોડા સમય પહેલા લોકો અતિ ચમકતા વસ્ત્રો પહેરતાં ખચકાતા હતા પણ હવે લોકોને કોઈ પણ જાતના વસ્ત્રો પહેરતાં ખચકાટ નથી થતો.

અને આપણા સ્ટાર્સ પણ તેમાં જરા પણ પાછા પડે તેવા નથી.

આજે સિલ્વર તેમજ ગોલ્ડ કલરના વસ્ત્રો તેમજ એસેસરીઝને યુવાનો ખુબ પસંદ કરી રહ્યા છે અને એવું નથી કે તે ભડકીલા લાગે છે પણ તે વાસ્તવમાં સુંદર અને આકર્ષક પણ લાગે છે.

image source

પહેલાં લોકોની એવી માન્યતા હતી કે અમુક વસ્ત્રો માત્ર મોટા પરદા પર જ સારા લાગે પણ હવે તેવું નથી રહ્યું સિતારાઓ જે લૂક અપનાવે છે તેને અપનાવતા સામાન્ય લોકોને પણ કોઈ જ ખચકાટ નથી થતો અને ઘણીવાર તેમનો આ પ્રયોગ સફળ પણ રહે છે.

હવે લોકો માત્ર વેસ્ટર્ન જ નહીં પણ ટ્રેડિશનલ આઉટફિટ્સમાં પણ સિલ્વર તેમજ ગોલ્ડન ચળકતા રંગો લેવા લાગ્યા છે અને આખા પ્રસંગની લાઈમલાઇટ ચોરી લેતા હોય છે.

image source

આજે વેસ્ટર્ન કે ઇન્ડિયન ટ્રેડિશન વસ્ત્રોમાં મિરર વર્કનો ખુબ જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે પછી ચણિયા ચોળી હોય કે પછી સાડી હોય કે પછી વેસ્ટર્ન ગાઉન હોય કે પછી શીમરી ક્રોપ ટોપ હોય.

અને બોલીવૂડમાં તો મીરર ડ્રેસીસનો તો જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો તમારે પણ આ પ્રકારના ચમકીલા વસ્ત્રો પહેરવા હોય તો જોઈલો આ તસ્વીરો અને તમારા આવનારા મહત્ત્વના પ્રસંગની લાઈમલાઇટ તમે જ ચોરી લો.

જોઈ લો તમારી ગમતી બોલીવૂડ સેલિબ્રિટિના આ સ્ટનિંગ શિમરી શાઈની લૂક્સ

અનન્યા પાન્ડે

image source

અનન્યા પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પર 70 લાખ કરતાં પણ વધારે ફોલોઅર્સ છે. ઘણી નાની ઉંમરે તેણીએ લોકપ્રિયતા મેળવી લીધી છે.

થોડા સમય પહેલાં તેણીએ પોતાની ફિલ્મ પતિ પત્ની ઓર વોના પ્રમોશન વખતે ગોલ્ડન શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.

image source

આ પ્રકારના ડ્રેસને તમે ન્યૂયર પાર્ટી કે પછી ક્બલમાં કે પછી લગ્ન પહેલાંની બેચલોરેટ પાર્ટીમાં પહેરી શકો છો.

જાહ્નવી કપૂર

image source

જાહ્નવી કપૂરે મનિષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો સુંદર લહેંગો પહેર્યો હતો. તેના બ્લાઉઝમાં મલ્ટીકલર સ્ટોનવર્ક કરવામાં આવ્યું હતું.

અને સાથે સાથે મિરેરવર્ક પણ કરવામાં આવતું હતું. તેનું સ્કર્ટ ગોલ્ડન રંગનું હતું જેની બોર્ડર પર મિરરવર્ક કરવામાં આવ્યું હતું. તેમાં તેણી ખુબ જ આકર્ષક અને જાજરમાન લાગી રહી હતી.

તારા સુતરિયા

image source

તારા સુતરિયાએ આ વર્ષે આવેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યરથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યો છે. તેણીના લૂકને પણ આજની ટીનએજ છોકરીઓ ખુબ પસંદ કરે છે અને ફોલો પણ કરે છે.

તેણીએ તાજેતરમાં એક સુંદર સ્કર્ટ પહેર્યું હતું જેના પર મોતી વર્ક કરવામાં આવ્યું હતું. આ સ્કર્ટમાં થાઈ હાઈ સ્લિટ હતી.

image source

જેના પર જેટ બ્લેક ફુલ સ્લીવ વાળું ટોપ પરહેરવામાં આવ્યું હતું. આ લૂકમાં તેણી હોટ લાગી રહી હતી.

તો ત્યાર બાદ તેણીએ પર્પલ ગાઉન પહેર્યું હતું. તે પણ ખુબ જ ચમકીલું હતું. જેમાં ચમકતા પર્પલ મિરરના પીસીસ સ્ટીક કરવામાં આવ્યા હતા.

આ ગાઉનમાં પણ તેણી ખૂબ જ સુંદર લાગી રહી હતી. જો તમને ગોલ્ડન કે સિલ્વર રંગ પસંદ ન હોય તેમ છતાં તમે કંઈક ચમકીલું પહેરવા માગતા હોવ તો આ પ્રકારનો રંગ તમને ચોક્કસ ગમશે.

કરીના કપૂર ખાન

image source

કરીના કપૂરે બધાથી અલગ સિલ્વર રંગ પસંદ કર્યો હતો અને તેમાં તે જ રંગનું મિરવર્ક કરવામાં આવ્યું હતું.

તેણીનો આ બોડીકોન મિરર ડ્રેસ નેટિઝન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

મલાઈકા અરોરા

image source

મલાઈકાએ પણ પોતાના બર્થડેના દિવસે મોટા કાચથી ભરચક શોર્ટ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે હંમેશની જેમ આકર્ષક લાગી રહી હતી.

આ ડ્રેસ મનિષ મલ્હોત્રા દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યો હતો. આ એક બેકલેસ, સૂપર શોર્ટ એન્ડ બોલ્ડ ડ્રેસ હતો.

image source

પોતાના લૂકને ઓર વધારે આકર્ષક બનાવવા મટે માલાઈકાએ તેની સાથે મેટાલિકસ હિલ્સ પહેરી હતી.

સારા અલિ ખાન

image source

સારા અલિ ખાન સામાન્ય રીતે સિંમ્પલ અને સોબર એલિગન્ટ લૂકમાં જોવા મળે છે અહીં પણ તેણીએ ચમકીલા વસ્ત્રો પહેર્યા છતાં પોતાની એલિગન્સી નથી છોડી.

તેણીના ચણિયા ચોળી ચમકદાર હતા. તેના પર ભરપૂર મિરર વર્ક કરવામાં આવ્યું હતું.

image source

તેણીનો આ લૂક આ યાદીમાં સમાવવીમાં આવેલી અભિનેત્રીઓના લૂક કરતાં થોડો ઓછો ભડકીલો અને ચમકદાર હતો.

કિયારા અડવાણી

image source

કિયારા અડવાણીએ આમ તો બોલીવૂડમાં કેટલાક વર્ષો પહેલાં પ્રવેશ કરી લીધો હતો પણ તેની ખાસ નોંધ આ વર્ષે રિલિઝ થયેલી ફિલ્મ કબીર સિંહથી લેવામાં આવી છે અને ત્યાર બાદ તેણી પાસે ફિલ્મોની લાઈન લાગી ગઈ છે.

આજે તે બોલીવૂડની સૌથી યુવાન અભિનેત્રીઓમાંની એક છે અને આજની યુવતિઓને પણ તેણીના દરેક લૂક ખુબ પસંદ આવે છે. અને તેઓ તેને ફોલો પણ કરે છે. તાજેતરમાં તેણીએ એક સુંદર મજાના ચમકીલા ગોલ્ડન ચણિયા-ચોળી રહેર્યા હતાં.

image source

આ ચણિયા ચોળીમાં સિક્વિનની એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. તેના પર તેણીએ મિરર વર્ક વાળો બ્લાઉઝ પહેર્યો હતો. એક લગ્ન માટે આથી વધારે શાઈની અને આકાર્ષક લૂક બીજો કોઈ જ ન હોઈ શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ