કર્ણાટક વિધાનસભાના ડેપ્યૂટી સ્પીકરનું મોત, રેલ્વે ટ્રેક પર મળી લાશ

2020 નું વર્ષ ભારત માટે અપશુકનિયાળ રહ્યું છે. જેમા કેટલાય મહાનુંભવોએ આ દુનિયાને અલવિદા કરી દીધી છે. જેમા ઘણા નેતા, અભિનેતા અને સ્પોટ્સ પર્સનનો સમાવેશ થાય છે. મળતી માહિતી પ્રમાણે કર્ણાટક વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને જેડીએસ નેતા એસ.એલ. ધર્મેગૌડાએ આપઘાત કર્યો છે.

image source

ચિકમગલૂરના કડુર પાસે રેલવે ટ્રેક નીચે આવી તેમણે જીવન ટુંકાવ્યુ છે. મળતી જાણકારી મુજબ JDS નેતા એસ. એલ. ધર્મેગૌડાનો મૃતદેહ ગત રાત્રે અંદાજે 2 વાગે મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. પાર્ટી તરફ તેમના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને તપાસ અંગે વાત કરવામાં આવી.

ધર્મેગૌડાના શરીરના બે ટુકડા મળ્યા

image source

પોલીસને ધર્મેગૌડાના શરીરના બે ટુકડા મળ્યા હતા. આ સાથે પોલીસે સ્યુસાઈડ નોટ પણ જપ્ત કરી છે. જેમા 15મી ડિસેમ્બરે બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓએ ધર્મેગૌડા સાથે ધક્કામુક્કી કરી મારામારી કરી હતી. જેથી તેઓ છેલ્લા ઘણાં દિવસથી પરેશાન હતા. ઉલ્લખેનીય છે કે હાલમાં એસ. એલ ધર્મોગૌડ ઘણા સમાચારોમા આવ્યા હતા જ્યારે સદનમાં વિધાન પરિષદના સેશન દરમિયાન તેમને સ્પીકરની ખુરશી પરથી હટાવામાં આવ્યા હતા. કોંગ્રેસના સભ્યોએ તેમને જબરજસ્તી સ્પીકરની ખુરશી પરથી હટાવ્યાં હતા.

ડેપ્યુટી ચેરમેનને ખુરશીથી ખેંચીને હટાવી દીધા હતા

image source

15મી ડિસેમ્બરે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો સર્જાયો હતો. કોંગ્રેસ ચેરમેનનો વિરોધ કરી રહી હતી, અને હોબાળો એટલો વધ્યો કે કોંગ્રેસના વિધાન પરિષદ સદસ્યોએ ડેપ્યુટી ચેરમેનને ખુરશીથી ખેંચીને હટાવી દીધા હતા. આ દરમ્યાન કોંગ્રેસ અને બીજેપીના સાંસદો વચ્ચે જબરદસ્ત ધક્કામુકી સર્જાઈ હતી. આ પ્રકારની ઘટનાથી લોકશાહીનું સંપૂર્ણ પણે ચિરહરણ થયું હતું. ભાજપે કોંગ્રેસના કેટલાંક વિધાન પરિષદ સભ્યો (એમએલસી)ને બરતરફ કરવા અને હોબાળા માટે અધ્યક્ષને બરખાસ્ત કરવાની માગને એક મોટો મુદ્દો બનાવ્યો હતો.

રાજકીય પાર્ટીઓમાં શોકની લહેર

જણાવી દઇએ કે ધર્માગૌડાને ડિસેમ્બર 2018માં ઉપાધ્યક્ષ રૂપે નિર્વિરોધ ચૂંટવામાં આવ્યા હતા. તેના ભાઇ એસએલ ભોજે ગૌડા પણ એમએલસી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી નજીકના વિશ્વાસપાત્ર છે. ધર્મગૌડાના નિધનથી રાજકીય પાર્ટીઓમાં શોકની લહેર છવાઈ ગઈ છે. હાલમાં પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. પોલીસની તપાસ બાદ જ વધુ માહિતી સામે આવશે.

તેમનુ જવુ આખા રાજ્ય માટે નુકશાન

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ