નવા વર્ષની નવી મુસિબત: કોરોનાના નવા સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

નવા વર્ષની ઉજવણી પહેલા કોરોનાને લઈને ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ભારતમાં નવા કોરોના વાયરસના કુલ 6 કેસ મળી આવ્યા છે. આ માહિતી મંગળવારે ભારત સરકારે આપી હતી. યુનાઇટેડ કિંગડમથી પાછા ફરનારા 6 લોકોમાં આ નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. તેમાંથી ત્રણ બેંગ્લોર, 2 હૈદરાબાદ અને એક પુણેની લેબના સેમ્પલોમાં નવા સ્ટ્રેન જોવા મળ્યા છે.

33 હજાર લોકો પાછા ફર્યા

image source

મંગળવારે ભારત સરકાર તરફથી યુકેના નવા સ્ટ્રેન પર રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. જેમાં અલગ અલગ લેબમાં ટેસ્ટ કરાયેલા સેક્શન અંગે જણાવવામાં આવ્યું. 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધીમાં યુકેથી લગભગ 33 હજાર લોકો પાછા ફર્યા હતા. બધાને ટ્રેક કરવામાં આવ્યા અને તેમના ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાંથી કુલ 114 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા. ત્યારબાદ આ તમામના સેમ્પલોને દેશની 10 લેબ (કોલકાતા, ભુવનેશ્વર, NIA પુણે, CCS પુણે, CCMB હૈદરાબાદ, CCFD હૈદરાબાદ, InSTEM બેંગલુરુ, NIMHANS Bengaluru, IGIB Delhi, NCDC Delhi) મોકલવામાં આવ્યા હતાં.

23 ડિસેમ્બરથી યુકેથી આવનારી ફ્લાઈટ પર રોક

image source

જેમાંથી કુલ 6 લોકોના સેમ્પલમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવ્યો છે. આ તમામ લોકોને રાજ્ય સરકાર દ્વારા એક સેલ્ફ આઈસોલેશન રૂમમાં રાખવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટિન કરી દેવાયા છે. અન્ય મુસાફરોની પણ માહિતી ભેગી કરવામાં આવી રહી છે.

image source

સરકાર તરફથી આ સાથે એવી પણ જાણકારી અપાઈ છે કે 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી યુકેથી આવનારી તમામ ફ્લાઈટ પર રોક લગાવવામાં આવી છે. યુકેથી પાછા આવી રહેલા લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ તેમના સેમ્પલનું જીનોમ સિક્વેન્સિંગ તપાસ કરવામાં આવી રહી છે. કોરોનાના નવા સ્ટ્રેનની જાણકારી આવ્યા બાદ નેશનલ ટાસ્ક ફોર્સે મોટી બેઠક કરી અને તૈયારીઓની સમીક્ષા કરી.

કુલ મૃત્યુઆંક 1,48,153 પર પહોંચ્યો

image source

આ બાજુ દેશમાં કોરોનાનો પ્રકોપ આંકડાકીય માહિતી જોતા ઘટી રહ્યો હોય તેમ લાગે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,432 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા 1,02,24,303 પર પહોંચી ગઈ છે. જેમાંથી હાલ 2,68,581 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 98,07,569 લોકો સાજા થઈ ગયા છે. કોરોનાથી એક જ દિવસમાં 252 લોકોએ જીવ ગુમાવ્યા. કુલ મૃત્યુઆંક 1,48,153 પર પહોંચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ