જાણો શા માટે રેલવે ટ્રેક વચ્ચે પાથરવામાં આવે છે નાના-નાના પથ્થરો ? આ રહ્યા તેના કારણો

રેલવેમાં લગભગ સૌ કોઈએ મુસાફરી કરી જ હશે. રેલવે ભારતના ગરીબ, મધ્યમ અને ધનિક એમ ત્રણેય વર્ગના લોકો માટે ઉપયોગી પરિવહન છે. રેલવે વિષે ઘણી એવી બાબતો છે જે આપણને તરત સમજાતી નથી. દાખલ તરીકે તેના પીળા સાઈનબોર્ડ, ટ્રેક પર લગાવેલા વિવિધ નિશાનો વાળા સાઈનબોર્ડ વગેરે.

image source

એ સિવાય રેલવેના પાટા. તમે રેલવેના પાટા તો જોયા જ હશે ને ? પણ શું તમને ખબર છે કે રેલવેના પાટાની વચ્ચે અને તેની આજુબાજુ નાના નાના પથ્થરો કેમ રાખવામાં આવે છે ? આ આર્ટિકલ વાંચનાર પૈકી મોટાભાગના લોકો તેનું કારણ નહિ જાણતા હોય. તો ચાલો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે જાણીએ તેનું કારણ.

image source

રેલવેના પાટાની વચ્ચે અને પાટાની બાજુમાં નાના નાના કપચી પ્રકારના પથ્થરો રાખવા પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. શુરુઆતમાં રેલવે ટ્રેકનું નિર્માણ લોખંડ અને લાકડાનો ઉપયોગ કરીને કરવામાં આવતું પરંતુ હવે સમય બદલાતા ટ્રેક નીચે લાકડાના પટ્ટાઓ મુકવાને બદલે સિમેન્ટના નાના પિલર મુકવામાં આવે છે જેને રેલવેની ભાષામાં સ્લીપર્સ કહેવાય છે.

image source

રેલવેના પાટા પર નાના નાના પથ્થરો મુકવા પાછળ કારણ એ હોય છે કે ટ્રેક નીચે રખાયેલા સિમેન્ટના આડા પિલર પોતાના સ્થાન પર સ્થિર રહે અને ટ્રેક સાથેની તેની પકડ મજબૂત રહે. આ માટે વપરાતા દરેક નાના પથ્થરોનો આકાર પર ખૂણા વાળો હોય છે જેને આપણે કપચી પથ્થર તરીકે ઓળખીએ છીએ.

image source

આ પથ્થરોને કારણે બીજો એક ફાયદો એ પણ છે કે પુરપાટ ઝડપે ટ્રેક પરથી જતી ટ્રેનનો અવાજ આ પથ્થરોને કારણે દબાઈ જાય છે જેથી વાતાવરણમાં ધ્વનિ પ્રદુષણ પણ ઓછું થાય છે. એ સિવાય આ પથ્થરોને કારણે ટ્રેનના તોતિંગ વજનથી જમીનને થતા નુકશાન પણ રોકાઈ જાય છે. સામાન્ય વરસાદ જેવા માહોલમાં ટ્રેક પર પર પાણી ભરાય તો તે પાણી પથ્થરો માંહેની તિરાડોમાં જતું રહે છે અને ટ્રેક પર કાદવ કીચડ પણ નથી થતું.

અહીં વાત રૅલવેની નીકળી છે તો અમે રેલવે વિષે થોડી જનરલ નોલેજ જેવી માહિતી પણ આર્ટિકલના અંતે આપતા જઈએ જે જિજ્ઞાસુ વાંચકોને જરૂર ગમશે.

– ભારતીય રેલવે દુનિયાના સૌથી મોટા ટ્રેન નેટવર્ક પૈકી ચોથું સ્થાન ધરાવે છે.

image source

– ભારતીય રેલવે નેટવર્ક 66687 કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલું છે.

– ભારતીય રેલવે નેટવર્કમાં 7216 રેલવે સ્ટેશન તથા 119630 કિલોમીટરનો ટ્રેક શામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ