પાકિસ્તાની ઇતિહાસનો સૌ પ્રથમ કિસ્સો, એરફોર્સમાં હિન્દુ પાઇલોટની નિમણુંક

પાકિસ્તાન ઇતિહાસમાં પ્રથમ હિંદુ પાયલટ બન્યા, સિંધ પ્રાંતના રાહુલ દેવ

પાકિસ્તાનના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ જ કિસ્સો હશે, જ્યારે હિંદુ યુવાન વાયુસેનામાં પાયલટ તરીકે પસંદગી પામ્યા છે. પાકિસ્તાન એ ભારતમાંથી વિભાજન વખતે ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે અલગ થયેલ ભાગ છે, ત્યાં હિંદુ વ્યક્તિને અત્યાર સુધી આ સ્થાન મળવું ઘણું મુશ્કેલ હતું. ભારત જેવી ધર્મ નિરપેક્ષ વ્યવસ્થાઓનો ત્યાં અભાવ છે.

image source

પાકિસ્તાન મીડિયામાં પ્રકશિત થયેલા અહેવાલ દ્વારા આ માહિતી મળી રહી છે. સિંધ પ્રાંતના રાહુલ દેવ યુવા પાકિસ્તાની વાયુસેનામાં જીડી (જનરલ ડયુટી) માટે પાયલટ ઓફિસર તરીકે જોડાયા છે. રાહુલ દેવ પાકિસ્તાનમાં સિંધ પ્રાંતના સૌથી મોટા જીલ્લા થરપારકરના રહેવાસી છે. પાકિસ્તાનમાં હિંદુઓની આબાદી લગભગ ૨ ટકા (અલ્પસંખ્યક) જેટલી જ છે. જયારે પાકિસ્તાનના થરપાકર એવો વિસ્તાર છે જ્યાં હજુ પણ હિંદુઓ વધુ પ્રમાણમાં રહે છે. વિકાસથી દુર રહેલા આ વિસ્તારમાંથી પાકિસ્તાનની વાયુસેનમાં પહોચનારા રાહુલ દેવ પ્રથમ વ્યક્તિ છે.

image source

આ સમયે પાકિસ્તાનમાં રહેલ ઓલ પાકિસ્તાન હિંદુ પંચાયતના સચિવ રવી દવાણીએ રાહુલ દેવની પાકિસ્તાન વાયુસેનમાં નિયુક્ત થવા બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો. એમણે કહ્યું કે અલ્પ સંખ્યક (પાકિસ્તાનમાં હિંદુઓ અલ્પ સંખ્યક છે.) સમાજના ઘણા સભ્યો સિવિલ સેવા સાથે સાથે સેનાના અન્ય અંગોમાં પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે. સામાન્ય રીતે જોવા જઈએ તો દેશના અનેક મોટા ડોક્ટરો હિંદુ સમુદાય સાથે સબંધ ધરાવે છે. એમને ઉમેર્યું કે જો સરકાર અલ્પ સંખ્યકો ઉપર વધુ ધ્યાન આપતી રહે તો આવનારા સમયમાં કેટલાય રાહુલ દેવ દેશની સેવા માટે તૈયાર જોવા મળશે.

image source

જો કે રાહુલ દેવ જેવા અનેક યુવાનો સામે સરકાર ધ્યાન નથી આપતી. જો વાસ્તવમાં આવડતના આધાર પર અધિકારો મળે તો પાકિસ્તાનમાં પણ અનેક રાહુલ દેવ પોતાના સામર્થ્યને પ્રદર્શિત કરી શકે છે. પણ, પાકિસ્તાનમાં સ્થિતિ વિપરીત છે. અલ્પસંખ્યકોની સ્થિતિ પાકિસ્તાનમાં દયનીય છે. મોટાભાગના અલ્પસંખ્યકો પોતાના અધિકાર માટે સતત ઝઝૂમી રહ્યા છે.

અહેવાલ : પાકિસ્તાનમાં અલ્પ સંખ્યકોની કોઈ ધાર્મિક સ્વતંત્રતા નથી.

image source

થોડાક સમય પહેલા જ પાકિસ્તાનના માનવાધિકાર આયોગ દ્વારા પોતાનો ૨૦૧૯નો એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો. આ અહેવાલના આધારે વાત કરીએ તો માનવ અધિકારોની બાબતે પાકિસ્તાનનો રેકોર્ડ ઘણો જ ચિંતાજનક અવસ્થામાં છે, જેમાં રાજનૈતિક વિરોધના સુરો ઉપર ગોઠવણ પૂર્વકના અંકુશ લગાવવા સાથે સાથે મીડિયાનો અવાજ પણ દબાવવામાં આવે છે. આયોગે પોતાના અહેવાલમાં એમ પણ કહ્યું છે કે કોરોના વાયરસ મહામારીના કારણે કમજોર વર્ગ અને ખાસ કરીને ધાર્મિક અલ્પસંખ્યકોની સ્થિતિ વધુ ખરાબ થશે. પાકિસ્તાન માનવાધિકાર આયોગે (HRCP) ગુરુવારે પ્રકાશિત કરેલા અહેવાલમાં ખાસ આ પણ દર્શાવવામાં આવ્યું કે ધાર્મિક અલ્પસંખ્યક પોતાની ધાર્મિક સ્વતંત્રતા કે માન્યતાનો લાભ સંપૂર્ણ રીતે મેળવવા સક્ષમ નથી જેની ખાતરી સંવિધાનના આધારે એમને આપવામાં આવી છે.

image source

૨૦૧૯માં માનવાધિકારની સ્થિતિ શીર્ષક સાથે એક અહેવાલ પ્રકાશિત થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ઘણા સમુદાયો માટે તેમના ધર્મસ્થળ સાથે ભેદભાવ કરવામાં આવે છે. સ્ત્રીઓનું જબરદસ્તી પૂર્વક ધર્માંતરણ કરાવવામાં આવે છે અને રોજગાર સુધી પહોચવા માટે પણ એમની સાથે ભેદભાવ જ થાય છે. એચઆરસીપી એ કહ્યું કે વ્યાપક પ્રમણમાં સામાજિક અને આર્થિક રૂપે હાંશીયામાં ધકેલી દેવાયાના કારણે સમાજનો સૌથી કમજોર ભાગ ન લોકો ને દેખાઈ રહ્યો છે કે ન એમની અવાજ સંભળાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ