જાણો એક એવી રેસ્ટોરન્ટ વિશે, જ્યાં એક દિવસમાં જમી શકે છે માત્ર એક જ વ્યકિત

સ્વીડનમાં કોરોના મહામારીના આ સમયમાં એક અનોખું રેસ્ટોરન્ટ, એક દિવસમાં એક જ ગ્રાહક જમશે રેસ્ટોરન્ટમાં, સ્વીડને કોરોનાના વધતા સંક્રમણને રોકવા લોકડાઉનની જગ્યાએ અંકુશમાં થોડી ઢીલ મુકવાનો અલગ રસ્તો અપનાવ્યો છે. સ્વીડનમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે તેમ છતાં ત્યાં બજાર, રેસ્ટોરન્ટ, બસ અને ટ્રેન બધું જ ચાલુ છે.

image source

મહામારીના આ સમયમાં સ્વીડનમાં એક એવું રેસ્ટોરન્ટ ખુલી રહ્યું છે જ્યાં કોરોનાને સંક્રમણને રોકવા માટે સાવચેતીના ઉમદા પગલાં લેવામાં આવ્યા છે. કોરોના વાયરસથી ફેલાયેલી આ મહામારીના સમયમાં સ્વીડનમાં એક અનોખું રેસ્ટોરન્ટ ખોલવામાં આવી રહ્યું છે. મેદાનની વચ્ચો વચ્ચ ખુલેલા આ રેસ્ટોરન્ટમાં કોરોના સંક્રમણથી બચવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે.આ રેસ્ટોરેન્ટમાં સોશિયલ ડિસ્ટનસિંગનું પણ પાલન કરવામાં આવશે.

સ્વીડનમાં ખોલવામાં આવી રહ્યું છે એક અનોખું રેસ્ટોરન્ટ

image source

સ્વીડનમાં ખોલવામાં આવી રહેલા આ રેસ્ટોરેન્ટમાં કોરોનાના સંક્રમણને ફેલાતું રોકવા માટે એક દિવસમાં એક જ ગ્રાહક જમી શકશે.અહીંયા જમવા માટે ફક્ત એક જ ટેબલની વ્યવસ્થા જોવા મળશે. રેસ્ટોરેન્ટમાં ગ્રાહક સુધી જમવાનું વેઈટર લઈને નહિ જાય પણ એના માટે દોરીની મદદથી એક ટોપલીમાં જમવાનું ગ્રાહક સુધી પહોંચાડવામાં આવશે. સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરનાર આ રેસ્ટોરન્ટનું નામ રાખવામાં આવ્યું છે ” ટેબલ ફોર વન”અહીંયા આવેલા દરેક ગ્રાહકને ખુલ્લા મેદાનમાં જ જમવું પડશે. .

કોરોના સંક્રમણથી બચવા માટે અપનાવવામાં આવ્યા છે અનોખા રસ્તા.

image source

ટેબલ ફોર વનમાં આવીને જમવાવાળા લોકોને હજી 5 દિવસની રાહ જોવી પડશે.10 મેં એ રેસ્ટોરેન્ટનું ઉદઘાટન થશે અને 1 ઓગસ્ટ સુધી ગ્રાહકો અહીં આવી શકશે. હાલ આ અનોખા રેસ્ટોરેન્ટનો વિચાર કરનાર સ્વીડિસ યુગલ રેસમસ પર્સન અને લિન્ડા કાર્લસન રેસ્ટોરન્ટના ઉદ્દઘાટનની તૈયારીઓમાં લાગેલા છે.

image source

આ અનોખા રેસ્ટોરેન્ટનો વિચાર રેસમસ ને લિન્ડાને એક દિવસ એમના માતાપિતા સાથે જમતી વખતે આવ્યો.થોડા સમય પહેલા રેસમસના સાસુ સસરા એમના ઘરે જમવા આવ્યા હતા. અને જમવામાં નવીનતા માટે એમને બહાર ગાર્ડનમાં ટેબલ સજાવ્યું હતું અને રસોડાની બારીમાંથી જમવાનું પીરસ્યું હતું.આ પરથી જ રેસમસ અને લિન્ડાને આ પ્રકારના રેસ્ટોરેન્ટ ખોલવાનો વિચાર આવ્યો.

image source

જે કોરોનાના આ સમયમાં સોશિયલ ડિસ્ટનસિંગનું ઉત્તમ ઉદાહરણ સાબિત થાય. કોરોના વાયરસથી બચવા માટે બીજા પણ કેટલાક સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે.જેમકે ગ્રાહકો દ્વારા વાપરેલા વાસણો બે વાર ધોવામાં આવશે અને ટેબલને પણ વારંવાર સેનેટાઇઝ કરવામાં આવશે.એ વાત જોવા જેવી છે કે સ્વીડનમાં કોરોના વાયરસના સંક્રમણના 23 હજારથી પણ વધુ કેસ છે અને કોરોનાએ અત્યારસુધી સ્વીડનમાં 2854 લોકોના જીવનો ભોગ લીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ