નીતા અંબાણીની ભાવી નાની વહૂ રાધીકા મર્ચન્ટ બહેનની મહેંદી સેરેમનીમાં તૈયાર થઇ એકદમ મસ્ત, જોઇ લો તસવીરોમાં તમે પણ

નીતા અંબાણીની ભાવી નાની વહૂ – રાધીકા મર્ચન્ટ બહેનની મહેંદી સેરેમનીમાં લાગી સોહામણી

image source

એમાં કોઈ પણ શંકા નથી કે લગ્નના દિવસે બધાની નજર માત્રને માત્ર લગ્નના મેઇન એટ્રેક્શન એવી દુલ્હન પર જ હોય. પણ તેની સાથે સાથે દુલ્હનની બહેન પર પણ લોકોની નજર પડતી જ રહેતી હોય છે. અને દુલ્હન જ્યારે એશિયાના ધનાડ્ય બિઝનેસ મેનની વુડ બી વહુની હોય તો તો પછી કહેવું જ શું.

રાધિકા મર્ચન્ટ કે જેના લગ્ન નજીકના ભવિષ્યમાં નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી સાથે થવાના સમાચાર છે, જો કે તેનું કોઈ પણ કન્ફર્મેશન આ બન્ને કટુંબો તરફથી હજુ સુધી નથી મળ્યું.

image source

તેમ છતાં અંબાણી કુટુંબે રાધિકાને પોતાના ઘરના અંગતમાં અંગત પ્રસંગોમાં તેણીને હાજર રાખીને અને પરિવારથી નજીક રાખીને તેણી પ્રત્યેની પોતાની લાગણી તો અવારનવાર દર્શાવી જ છે. જે તમે અંબાણી કુટુંબના ફેમિલી ફોટોગ્રાફ્સમાં પણ અવારનવાર જોતાં હશો.

image source

25 વર્ષિય રાધીકા મર્ચન્ટ આજકાલ પોતાની બહેન અંજલીના લગ્નની વિવિધ સેરેમની માટે ગોવામાં છે. દેશની જાણીતી મહેંદી આર્ટિસ્ટ વિણા નાગડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસ્વીરો શેર કરી છે જે રાધીકા મર્ચન્ટની બહેન અંજલી મર્ચન્ટની મહેંદી સરેમની દરમિયાનની છે. મહેંદી સરેમની માટે બન્ને બહેનોએ એક સરખા લાગતા યેલો ટ્રેડિશનલ ભારતીય પરિધાન પહેરવાનું પસંદ કર્યુ હતું.

image source

દુલ્હન બનવા જનાર અંજલીએ યેલો રંગનો સૂટ પહેર્યો હતો તેની સાથે તેણીએ સુંદર ફ્લોરલ જ્યુલરી પહેરી હતી તો રાધીકાએ તે જ કલરનો અનારકલી સૂટ પહેરવો પસંદ કર્યો હતો જેની સાથે તેણી રફલ્ડ દુપટ્ટો મેચ કર્યો હતો. અને આ પ્રસંગે તેણી વગર મેકઅપે જોવા મળી હતી. અહીં અંજલીની મહેંદી સેરમનીની કેટલીક ઇનસાઇડ તસ્વીરો તમે જોઈ શકો છો.

image source

થોડા સમય પહેલાં રાધીકા મર્ચન્ટની પોતાની બહેન અંજલીની બેચરોલેટ ટ્રીપ દરમિયાનની કેટલીક તસ્વીરો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી. જેમાંની એકમાં તેણીએ બેકલેસ ડ્રેસ પહેર્યો હતો અને જરા પણ મેકઅપ નહોતો કર્યો. અંજલીની બેચલોરેટ ટ્રીપ બાલીની હતી. અને રાધીકાની આ તસ્વીરો બાલીના સેક્રેડ મંકી ફોરેસ્ટ સેન્ક્ચુરીની હતી.

image source

તમને જણાવી દઈએ કે રાધીકા મર્ચન્ટ અને અંજલી મર્ચન્ટ વિરેન મર્ચન્ટની દીકરીઓ છે. વિરેન મર્ચન્ટ એન્કર હેલ્થકેર, એન્કર પોલીમર જેવી કંપનીના માલિક છે. વિરેન મર્ચન્ટ કચ્છના ભાટિકા કુટુંબના છે. તેમના પિતા અજીતકુમાર ગોરધનદાસ મર્ચન્ટ પણ કચ્છના એક સામાન્ય વેપારીમાંથી ઉદ્યોગપતિ બન્યા હતા.

છેલ્લા બે વર્ષ અંબાણી કુટુંબ માટે ઘણા આનંદદાયી રહ્યા છે કારણ કે આ બે વર્ષ દરમિયાન તેમણે પોતાના કુટુંબમાં બે નવા સભ્યોનું સ્વાગત કર્યું છે.

image source

આકાશે પોતાની નાનપણની ફ્રેન્ડ શ્લોકા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ તો ઇશાના લગ્ન આનંદ પિરામલ સાથે કરવામાં આવ્યા હતા. બન્નેના લગ્નની ઉજવણી હજુ તો પૂરી થાય ત્યાં તો આખુંએ કુટુંબ રિલાયન્સ ફેમીલી ડે ઉજવતો જોવા મળ્યો હતો જે ગુજરાતના જામનગર ખાતે ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ