કીટો ડાયટને કરો ફોલો, અને ઘટાડી દો તમારું વજન સડસડાટ

આજકાલ લોકો વજન ઘટાડવા કે પછી પોતાને ફિટ રાખવા માટે કેટલાક ઉપાયો અજમાવે છે.

image source

કોઈ જિમ જાય છે, તો કોઈ યોગ કરે છે, તો કોઈ ડાયટ પર ધ્યાન આપે છે. મોટાભાગના વ્યક્તિઓ પોતાના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પોતાના આહાર પર ધ્યાન આપે છે. જો ડાયટ પ્લાનની વાત કરીએ, તો વર્તમાન સમયમાં ઘણા પ્રકારના ડાયટિંગ પ્લાન્સ ચલણમાં છે. તેમાંથી એક છે કીટો ડાયટ, જેને કીટોજેનિક ડાયટ પણ કહેવાય છે.

આજે અમે આપને આ લેખ દ્વારા કીટો ડાયટ પ્લાનની પૂરી જાણકારી જેવી કે, કીટો ડાયટ શું છે?, કીટો ડાયટ ચાર્ટ, કીટો ડાયટના ફાયદા, કીટો ડાયટમાં શું ખાવું અને શું ના ખાવું વગેરે, કીટો ડાયટના નુકસાન તેમજ કીટો ડાયટને લગતી બધી જાણકારી આ લેખમાં આપવામાં આવેલ છે.

સૌથી પહેલા જાણીશું કે કીટો ડાયટ શું છે.

કીટો ડાયટ પ્લાન શું છે?

image source

કીટોજેનિક આહારમાં વ્યક્તિને પ્રતિદિન ઓછા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ, એક મધ્યમ પ્રમાણમાં પ્રોટીન અને ઉચ્ચ પ્રમાણમાં ચરબીયુક્ત આહારનું સેવન કરે છે. આનો મતલબ એ છે કે શરીરની એનર્જી માટે ફેટને વધારે બાળે છે. પછી કેટોસિસ નામની એક પ્રક્રિયામાં તેને ‘કિટોન બોડીઝ’ કે કિટોનમાં તોડે છે.

કીટોજેનિક ભોજનમાં વ્યક્તિ સામાન્ય રીતે દરરોજ ફક્ત ૨૦ થી ૫૦ ગ્રામ કાર્બોહાઈડ્રેટ ખાય છે. ઉદાહરણ તરીકે બ્રેડની બે સ્લાઈસ અને એક કેળાનું સેવન મતલબ ૫૦ ગ્રામ કાર્બોહાઈડ્રેટ લે છે.

કીટોજેનિક ડાયટ ચાર પ્રકારના હોય છે.:
-સ્ટાન્ડર્ડ કીટોજેનિક ડાયટ:

image source

સ્ટાન્ડર્ડ કીટોજેનિક ડાયટમાં ઓછું કાર્બોહાઈડ્રેટ, મધ્યમ પ્રમાણમાં પ્રોટીન અને ઉચ્ચ પ્રમાણમાં ફેટ લેવામાં આવે છે. આ ડાયટમાં સામાન્ય રીતે ૭૦% ચરબી, ૨૦% પ્રોટીન અને ફક્ત ૧૦% જ કાર્બોહાઈડ્રેટ લેવામાં આવે છે.

-સાઇક્લિકલ કીટોજેનિક ડાયટ:

સાઇક્લિકલ કીટોજેનિક ડાયટમાં સાઈકલની વચ્ચે ઉચ્ચ કાર્બોહાઇડ્રેટનું સેવન પણ સામેલ છે. જેમ કે અઠવાડિયામાં ૫ દિવસ કીટોજેનિક ડાયટ અને બે દીવસ ઉચ્ચ કાર્બોહાઈડ્રેટ ડાયટ.

-ટાર્ગેટેડ કીટોજેનિક ડાયટ:

ટાર્ગેટેડ કીટોજેનિક ડાયટમાં એક્સસાઇઝની સાથે સાથે વધારે કાર્બોહાઈડ્રેટનું સેવન કરી શકાય છે.

-હાઈ પ્રોટીન કીટોજેનિક ડાયટ:

image source

હાઈ પ્રોટીન કીટોજેનિક ડાયટમાં પ્રોટીનનું સેવન વધારે કરવામાં આવે છે. આ ડાયટમાં લગભગ ૬૦% ફેટ, ૩૫% પ્રોટીન અને ૫%કાર્બોહાઈડ્રેટ સામેલ છે. તેમછતાં આ વધારે ફેટ વાળું ડાયટ છે.

સ્ટાન્ડર્ડ કીટોજેનિક ડાયટ અને હાઈ પ્રોટીન કીટોજેનિક ડાયટનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સાઇક્લિકલ કીટોજેનિક ડાયટ અને ટાર્ગેટેડ કીટોજેનિક ડાયટ તાજેતરમાં જ ચર્ચામાં આવ્યું છે. તેમજ સાઇક્લિકલ કીટોજેનિક ડાયટ અને ટાર્ગેટેડ કીટોજેનિક ડાયટ મોટાભાગે બોડી બિલ્ડર કે એથલીટ પોતાની દિનચર્યામાં સામેલ કરે છે.

હવે જાણકારી મેળવીશું કીટો ડાયટ પ્લાનના ફાયદાઓ વિષે.

કીટો ડાયટ પ્લાનના ફાયદા:

image source

-વજન ઘટાડવામાં મદદગાર થઈ શકે છે.

-ટાઈપ ૨ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારક હોઈ શકે છે.

-કોલેસ્ટ્રોલને સુધારવામાં મદદગાર થઈ શકે છે.

-કેન્સરના જોખમને ઓછું કરવા માટે કે કેન્સરના ઉપચાર કરવા માટે પણ લાભકારક થઈ શકે છે.

-અલ્ઝાઇમરથી બચવા માટે ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે.

-વાઈ(વાઈ એક માનસિક રોગ છે)કે મીરગીનું જોખમ ઘટાડવા માટે ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે.

image source

હવે આગળ આ લેખમાં કીટો ડાયટ વજન ઓછું કરવામાં કેવીરીતે કામ કરે છે તે વિષે જાણીશું.

૪ અઠવાડિયાના એક ઉદાહરણ તરીકે કીટો ડાયટ પ્લાન:

આ ઉદાહરણના ડાયટ પ્લાનમાં કયા સમયે શું ખાવું જોઈએ તે માહિતી આપવામાં આવી છે. તેમજ આ ડાયટ પ્લાન પરથી આપ પોતાને અનુકુળ ડાયટ પ્લાન બનાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

-પહેલું અઠવાડિયુ:

-કીટો ડાયટના પહેલા અઠવાડિયા દરમિયાન આપે સવારે ૭ વાગે ગરમ પાણીની સાથે લીંબુ કે હુંફાળા પાણી સાથે એક ચમચી ત્રિફળા ચૂર્ણ લેવું.

image source

-ત્યારબાદ કીટો ડાયટમાં સવારે ૮:૩૦ વાગે નાસ્તા દરમિયાન કેળાંની સ્મુધી કે પછી નારિયેળનું દૂધ, ચિયા હલવો કે પુડિંગની સાથે થોડું નારિયેળ કે અખરોટની સાથે કે પછી બદામ દૂધ, લીલા શાકભાજી,બદમનું બટરની સાથે બનાવેલ સ્મુધી.

-કીટો ડાયટમાં પહેલા અઠવાડિયા દરમિયાન બપોરનું ભોજન ૧૨:૩૦ વાગે શાકભાજીનું સૂપ કે પછી મશરૂમ અને સલાડમાં પત્તાની સલાડ ઉચ્ચ વસાના ડ્રેસિંગ સાથે કે પછી હાઇફેટ ડ્રેસિંગ ગાજર, શિમલા મિર્ચ અને લીલા બિન્સનું સલાડ.

-કીટો ડાયટમાં બપોરે ભોજન પછી ૨:૩૦ વાગે એક કપ ગ્રીક યોગર્ટ અને ૨ બદામ ભોજનમાં લેવી જોઈએ.

-કીટો ડાયટમાં સાંજે પાંચ વાગે નાસ્તામાં એક કપ ગ્રીન ટીમાં થોડો લીંબુનો રસ ઉમેરી શકો છો.

-કીટો ડાયટમાં રાતનું ભોજન રાત્રે ૭:૩૦ વાગે ભોજનમાં જુડલ્સ(એક પ્રકારના નુડલ્સ છે) કે પછી એવોકૈડો અને બાફેલી બ્રોકોલીની સાથે થોડું ઓલિવ ઓઇલ કે પછી મશરૂમ અને ક્રીમ સુપ લઈ શકાય છે.

image source

કેવી રીતે લાભકારક થઈ શકે છે?

-કીટો ડાયટ પ્લાનના પહેલા અઠવાડિયામાં વધારે વજન ઓછું થઈ શકે છે, કેમકે ઓછા કાર્બન વાળો આહારથી શરીર માંથી વધારાનું પાણી બહાર નીકળી જાય છે. એટલે જ નહિ લીવર માંથી વધારાનું સોડિયમ પણ નીકળે છે. શરીરમાં ઉત્પાદિત વધારાના કિટોન્સને જમા થવા દેતું નથી, પરંતુ મૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે. ચયાપચયની ક્રિયાને વધારવા અને ફેટ બર્ન કરવા માટે દરરોજ ઘણું બધૂ પ્રોટીનયુક્ત અને સારા ફેટવાળા ખાધ્ય પદાર્થોનું સેવન કરો.

આખા દિવસ દરમિયાન અલગ અલગ ૬ મીલ લેવા. જેમ કે આ ડાયટમાં ઓછા કાર્બવાળા ખાધ્ય પદાર્થો વિષે જણાવાયું છે. શરીરને પોષણ આપવા માટે લીલા શાકભાજી, ફળ અને ડ્રાયફ્રૂટ્સને સામેલ કરી શકાય છે. એક અઠવાડિયા માટે તૈયાર કરવામાં આવેલ આ કીટો ડાયટ પ્લાન ફોર વેટ લોસથી શરીરને ઉર્જા મળી શકે છે.

બીજું અઠવાડિયુ:

image source

-કીટો ડાયટ પ્લાનના બીજા અઠવાડિયા દરમિયાન સવારે ૭:૩૦ વાગે હુંફાળા પાણી સાથે એક ચમચી સફરજનનું વિનેગર લઈ શકો છો.

-ત્યારબાદ નાસ્તામાં સવારે ૮:૩૦ દરમિયાન હુંફાળા પાણીમાં એક ચમચી સફરજનનું વિનેગર નાખીને પીવું કે પછી કાર્બનિક મેપલ સિરપની સાથે ૧ કપ હર્બલ ટી, ૧ ક્રીમ ચીઝ પેનકેક કે પછી એક ગ્લાસ દૂધ કે સોય દૂધ કે પછી ૧ કપ બુલેટપ્રૂફ કોફીની સાથે ફુલાવરના ભજીયાનું સેવન કરી શકો છો.

-ત્યાર પછી બપોરના ૧૨:૩૦ વાગે ભોજનમાં એવોકૈડો અને ટામેટાના સલાડની સાથે પાનના ટૈકો(મકાઇ કે ઘઉની બનેલી એક પ્રકારની રોટલી જેમાં કોઈપણ વેજ ફિલિંગ્સ હોઈ શકે છે) કે પછી બાફેલી શાકભાજી કે બ્રોકોલી અને લીલા બિન્સની સાથે હાઈ ફેટ સોસનું સેવન કરી શકો છો.

-બપોરના ભોજન પછી ૨:૩૦ વાગે ૧ વાટકી ફ્લેવર્ડ દહી ખાઈ શકો છો.

image source

-કીટો ડાયટમાં સાંજે નાસ્તામાં ૫ વાગે અળસીના બે કુકીઝ અને એક કપ મસાલેદાર ચા કે હર્બલ ટી લઈ શકો છો.

-કીટો ડાયટના બીજા અઠવાડિયા દરમિયાન રાતે ૭:૩૦ વાગે ભોજનમાં ગાજર અને શાક લે પછી તાજી ક્રીમની સાથે બટરનટ સ્કવૈશ સૂપ અને દૂધી અને ફુલાવરની સાથે દાળનું સૂપ લઈ શકો છો.

કેવીરીતે ફાયદાકારક હોઈ શકે છે?

પહેલા અઠવાડિયાની જેમ જ બીજા અઠવાડિયામાં પણ ૬ મીલ ખાવાની જરૂરિયાત હોય છે. આ સાથે જ દિવસમાં બે વાર હર્બલ ટીનું સેવન કરવું. ધ્યાન રાખવું કે યોગ્ય પ્રમાણમાં પ્રોટીનનું પણ સેવન કરવું જોઈએ. કાર્બોહાઇડ્રેટની ન્યૂનતમ પ્રમાણ પણ જરૂરી છે, એટલે જ શાકભાજીનું સેવન પણ યોગ્ય રીતે કરવાનું જરૂરી છે.

હર્બલ ટીને બદલે બુલેટપ્રૂફ કોફી(માખણવાળી કોફી)પણ લઈ શકાય છે. સામાન્ય બ્લેક કોફીમાં માખણ, નારિયેળ તેલ અને ક્રીમને ભેળવીને બુલેટપ્રૂફ કોફી બનાવવામાં આવે છે. એનાથી શરીરને ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે.

ત્રીજું અઠવાડિયુ:

image source

-કીટો ડાયટ પ્લાનના ત્રીજા અઠવાડિયામાં સવારે ૭ વાગે હુંફાળા પાણી સાથે લીંબુ અને ઓર્ગેનિક મધ સાથે પીવું જોઈએ.

-સવારે હુંફાળું પાણી પીઢ પછી નાસ્તા માં ૮:૩૦ વાગે એક કપ ગ્રીન ટી અને પાલકની સ્મુધી કે પછી એક મધ્યમ વાટકી રાજગરો ઘીમાં શેકેલો અને શાકભાજી.

-બપોરે ૧૨:૩૦ ભોજનમાં બે બદામ કે એક કપ ગ્રીક યોગર્ટ લઈ શકો છો.

-સાંજે ૫ વાગે નાસ્તામાં ફક્ત એક કપ ગ્રીન ટી લઈ શકો છો.

-તેમજ ત્રીજા અઠવાડિયામાં રાત્રિ ભોજનમાં સોય ચંક રેપ(ઘઉની રોટલીનો ઉપયોગ કરી શકો છો)ખાઈ શકો છો.

કેવીરીતે ફાયદેમંદ હોય શકે છે?

image source

ત્રીજા અઠવાડિયાનો ડાયટ પ્લાન પહેલા બે અઠવાડિયાની જેમ જ છે, પરંતુ સેવમ કરવાની કેલરીની સંખ્યાના આધારે ત્રીજા અઠવાડિયાનો પ્લાન ઘણો અલગ છે. ત્રીજા અઠવાડિયામાં બપોરના ભોજન પછીના નાના મીલને હટાવી દેવાય છે. આવું એટલા માટે, કેમકે શરીર ભારે નાસ્તાથી મળેલી ઉર્જાનો ઉપયોગ કરે અને ભોજન પચવામાં પણ સરળ રહે. ત્યારબાદ પ્રોટીનયુક્ત ડીનરથી શરીરને ફરીથી એનર્જી મળી જાય છે.

ચોથુ અઠવાડિયુ:

-કીટો ડાયટ પ્લાનના ચોથા અઠવાડિયામાં સવારે ૭ વાગે લીંબુ પાણીની સાથે અળસીનું ચૂર્ણ લેવું જોઈએ.

-ત્યારબાદ નાસ્તામાં ૮:૩૦ વાગે ૧ કપ ગ્રીન ટી કે બ્લેક કોફી પી શકો છો.

-ત્યાર પછી બપોરે ૧૨:૩૦ વાગે ભોજનમાં ૧ સફરજન કે ૧ ગ્લાસ છાશ પી શકો છો.

-તેમજ રાત્રિ ભોજનમાં ૭ વાગે ફ્રૂટ કસ્ટર્ડ કે પછી પાલક, લસણ, ખાટી ક્રીમઅને પારમેસન ચીઝની સાથે ફ્લેવર્ડ દહીની સાથે મસળેલી કોબીજ કે લીલા શાકભાજી , એક મધ્યમ કદની ચોકોલેટ બ્રાઉની રાતના ભોજનમાં લઈ શકો છો.

કેવી રીતે ફાયદાકારક થઈ શકે છે?:

image source

કીટો ડાયટ પ્લાનના ચોથા અઠવાડિયામાં હાઈ ફેટ, હાઈ પ્રોટીન અને ઓછા કાર્બવાળા ખાધ્ય પદાર્થ ખાવાની જરૂરિયાત હોય છે. આ અઠવાડિયામાં ઘણી હદ સુધી વજન ઓછું થઈ શકે છે, કેમકે કીટોસિસ ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. આ એ અઠવાડિયુ છે, જ્યારે કીટો ડાયટ પ્લાનની સાથે નિયમિત વ્યાયામ કરવાવાળાને સૌથી વધારે ફાયદા થઈ શકે છે.

આ હતા અઠવાડિયાઓ મુજબ કીટો ડાયટ ચાર્ટનું એક ઉદાહરણ. હવે આગળ જાણીશું કે કીટો ડાયટ પ્લાન દરમિયાન કઈ કઈ વસ્તુઓ ખાઈ શકાય છે?

કીટો ડાયટમાં શું ખાવું જોઈએ?:

કીટો ડાયટ પ્લાનમાં નીચે મુજબના ખાધ્ય પદાર્થો ખાઈ શકો છો:

image source

-લીલા શાકભાજી જેવા કે- પાલક, કાકડી, બ્રોકલી, સ્પ્રાઉટસ, શિમલા મિર્ચ, કોબીજ

-આખા અનાજ

-નટ્સ – બદામ, અખરોટ.

-બીજ

-જૈતૂનનું તેલ (ઓલિવ ઓઇલ)

-દરેક પ્રકારના ફળ

-ઘણું બધુ પાણી.

હવે આગળ જાણીશું કીટો ડાયટ પ્લાન દરમિયાન એવી કઈ વસ્તુઓ છે જેનું સેવન કરવું જોઈએ નહિ.

કીટો ડાયટમાં શું ના ખાવું જોઈએ:

image source

-દારૂનું સેવન કરવું જોઈએ નહિ.

-સોફ્ટ ડ્રિંક કે સોડયુક્ત પેય પદાર્થોથી દૂર રહેવું જોઈએ.

-તળેલા ખાધ્ય પદાર્થોના સેવન કરવાથી બચવું જોઈએ.

-બહારનું ભોજન કે જંકફૂડના સેવન કરવું જોઈએ નહિ.

-વધારે મસાલાવાળા ખાધ્ય પદાર્થોથી દૂર રહેવું જોઈએ.

-વધારે સોડિયમયુક્ત ખાધ્ય પદાર્થોથી દૂર રહેવું જોઈએ.

-પ્રોસેસ્ડ મીટનું સેવન કરવું જોઈએ નહિ.

image source

નોંધ: જો કીટો ડાયટ ચાર્ટમાં હાજર કોઈપણ ખાધ્ય પદાર્થથી કોઈ વ્યક્તિને એલર્જી છે, તો તેનું સેવન કરવું જોઈએ નહિ. કીટો ડાયટ પ્લાન વિષે આહાર વિશેષજ્ઞ કે ડૉક્ટરની સલાહ જરૂર લેવી. કીટો ડાયટ પ્લાનની કેટલીક વસ્તુઓ વ્યક્તિની ઉમર અને તેના સ્વાસ્થ્ય પર પણ આધાર રાખે છે. એટલે જ સારું રહેશે કે કીટો ડાયટ પ્લાન શરૂ કરતાં પહેલા જરૂરી છે કે ડૉક્ટરની સલાહ લેવી.

લેખમાં આગળ જાણીશું કે કીટો ડાયટ ફોર વેટ લોસ માટે કયા પ્રકારની એક્સરસાઈઝ અને યોગ ફાયદાકારક હોઈ શકે છે.

વજન ઘટાડવા માટે કીટો ડાયટની સાથે કેટલાક વ્યાયામ અને યોગાસન:

કીટો ડાયટ ફોર વેટ લોસમાં જો વ્યાયામ કે યોગને પણ સામેલ કરી લેવામાં આવે, તો તેનો પ્રભાવ વધારે જલ્દી જોવા મળી શકે છે. સાથે જ યોગ્ય પ્રકારથી કરવું પણ જરૂરી છે. વ્યાયામ કે યોગ ના ફક્ત જાડાપણાને ઘટાડવામાં મદદ કરી શકે છે, ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પણ બચાવવામાં મદદ કરી શકે છે.

image source

નીચે અમે ચાર અઠવાડિયા દરમિયાન કરવામાં આવતા કેટલાક આસનો, વ્યાયામ અને યોગ વિષે જાણકારી આપવામાં આવી રહી છે. પહેલા ત્રણ અઠવાડિયા સુધી મુશ્કેલ વ્યાયામ કરી શકાય છે, પરંતુ ધ્યાન રાખવું કે ચોથા અઠવાડિયામાં હલકી-ફૂલકી કસરત જેવી કે સ્ટ્રેચિંગ, યોગસનનો સહારો લેવો, કેમકે ચોથા અઠવાડિયામાં વ્યક્તિ લિક્વિડ ડાયટ પર રહે છે.

-પહેલું અઠવાડિયુ– વોર્મઅપ +જોગિંગ+રનિંગ+જમ્પિંગ જેક +દોરડા કુદવા.

-બીજું અઠવાડિયુ-વોર્મઅપ+દોરડા કુદવા+સ્કવાટ+પુશઅપ+એરોબિકસ.

ત્રીજું અઠવાડિયુ– વોર્મઅપ+સીડીયો ચડવી+પુશઅપ+કાર્ડિયો

ચોથું અઠવાડિયુ– વોર્મઅપ+યોગ+ચાલવું+ધ્યાન લગાવવું કે મેડિટેટ કરવું.

image source

નોંધ: કોઈપણ એક્સરસાઈઝ કે યોગાસન કરતાં પહેલા કોઈ વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી જોઈએ. આ સાથે જ વિશેષજ્ઞની દેખરેખમાં જ એક્સરસાઈઝ કે યોગાસન કરવા જોઈએ. સાથે જ વ્યક્તિની પોતાની ઉમર અને સ્વાસ્થ્ય મુજબ વ્યાયામ કે યોગ વિષે વિશેષજ્ઞની સલાહ લઈ શકો છો.

કીટો ડાયટ પ્લાન ફોર વેટ લોસ કેટલાક લોકો માટે થોડો મુશ્કેલ થઈ શકે છે. એટલે જ આગળ હવે કેટલીક ટિપ્સ જણાવીશું જે આપને આ કીટો ડાયટ પ્લાનને ફોલો કરવામાં મદદ કરી શકે છે.

કીટો ડાયટ માટે કેટલીક અન્ય ટિપ્સ:

-કીટો ડાયટ પ્લાનને શરૂઆતમાં કેટલીક તકલીફો આવી શકે છે. મનપસંદ વસ્તુઓ ખાવાનું મન થઈ શકે છે. એવામાં આજુ બાજુની વસ્તુઓ પર મન લગાવવાનો પ્રયત્ન કરવો.

image source

– કીટો ડાયટ પ્લાન વધારે પ્રભાવી બનાવી શકાય છે, એના માટે નિયમિત વ્યાયામ અને યોગ કરો. આપ ઈચ્છોતો જિમ કે યોગ સેન્ટર પણ જોઇન કરી શકો છો.

-નિયમિત રીતે પાણી પીવું.

-કીટો ડાયટ પ્લાનની સાથે શરીરને પણ આરામ આપવો.

-કીટો ડાયટ પ્લાનની સાથે જીવનશૈલીમાં પણ બદલાવ કરી શકાય છે. બહાર ખાવાની જગ્યાએ સારું છે કે ઘરમાં જ બનેલ ભોજન ખાવું.

-એક કપ કોફી અને સેન્ડવીચ માટે કોફી શોપમાં જવાને બદલે ઘરે જ કોફી બનાવીને અને લીલા શાકભાજીની સેન્ડવીચ બનાવીને ખાવી.

-યોગ્ય સમયે ભોજન કરી લેવું.

image source

-કીટો ડાયટ પ્લાન ફોર વેટ લોસના શરૂઆતના દિવસોમાં કે દર અઠવાડિયે વજન ચેક કરતાં રહેવું અને તેને લખતા રહેવું. એનાથી ખ્યાલ આવશે કે કીટો ડાયટ ફોર વેટ લોસની કેટલી અસર થઈ રહી છે.

-યોગ્ય સમયે સૂઈ જવું અને સવારે વહેલા ઊઠવું. ધ્યાન રાખવું કે આપની ઊંઘ પૂરી થવી જરૂરી છે.

કીટો ડાયટ પ્લાન દરેક વ્યક્તિ માટે સરળ હોતો નથી, કેમકે એમાં કેટલીક વસ્તુઓ ખાવાની રોક લગાવવામાં આવે છે. એવામાં કેટલાક નુકસાન પણ થઈ શકે છે, જેના વિષે હવે આપને જણાવીશું.

કીટો ડાયટ પ્લાનના નુકસાન:

કીટો ડાયટ પ્લાનના ફાયદા જાણી લીધા છે તો હવે કીટો ડાયટ પ્લાનથી થતાં કેટલાક નુકસાન વિષે પણ જાણી લઈએ. જે નીચે દર્શાવવામાં આવ્યા છે.:

image source

-પોષકતત્વોની ઉણપ

-ઊબકા કે ઊલટી થવી.

-માથાનો દુખાવો

-થાક લાગવો.

-મૂડ સ્વિંગસ કે ચિડિયાપણું

image source

-ચક્કર આવવા

-કબજિયાત

-અનિંદ્રા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ