આ મહાદેવના મંદિરમા સ્થિત ચમત્કારિક કુંડ, જેમાં ક્યારેય પાણી નથી થતું ખાલી, જાણો આ પાછળ શું છે રહસ્ય

મિત્રો, આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિ ધરાવતો દેશ છે. અહી અનેકવિધ પ્રકારના જુદા-જુદા ધર્મના લોકો વસવાટ કરે છે. આ કારણોસર જ આપણો દેશ એ મિશ્ર સંસ્કૃતિ ધરાવે છે. આપના દેશનો કોઈપણ ખૂણો એવો નહિ હોય કે જ્યા તમને ધાર્મિક સ્થળ જોવા મળશે નહિ ત્યારે આજે આ લેખમા આપણે પણ એક ચમત્કારિક દેવસ્થળ વિશે જ વાત કરવાની છે, તો ચાલો જાણીએ કયુ છે આ દેવસ્થળ અને શું છે આ દેવસ્થળની વિશેષતા?

image source

સમગ્ર વિશ્વમા મહાદેવના અનેકવિધ મંદિરો આવેલા છે. આ મંદિરોમાંથી એક મંદિર અજમેરના પુષ્કર સ્થિત નીલકંઠ મહાદેવ મંદિર છે. એવુ કહેવામા આવે છે કે, આ મંદિરની આસપાસ એક ખુબ જ ભવ્ય અને ચમત્કારિક કુંડ આવેલુ છે, જેનુ પાણી ક્યારેય પણ ખાલી થતું નથી.

image source

તમને જણાવી દઇએ કે, ગુરુવારના રોજ મહાશિવરાત્રીના પાવાન પર્વ પર અહી શ્રદ્ધાળુઓની ખુબ જ મોટી ભીડ જોવા મળી હતી. દર વર્ષે અહી મહાશિવરાત્રીના શુભ પ્રસંગ પર ત્રણ દિવસીય મેળાનુ આયોજન થાય છે. આ મંદિર સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ મુજબ પાંડવો પ્રાચીન સમયમા અહી આવીને વસ્યા હતા. તો ચાલો આજે આ લેખમા આપણે આ પ્રાચીન મંદિર સાથે સંકળાયેલ અમુક માહિતી મેળવીએ.

image source

તમને જણાવી દઈએ કે, નીલકંઠ મહાદેવનુ મંદિર એ અજમેરથી ૧૦ કિલોમીટરના અંતરે પુષ્કર શહેરમા સ્થિત છે. દર વર્ષે શિવરાત્રીના પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓ તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવાની ઇચ્છા સાથે અહી મુલાકાતે આવે છે. આ મંદિરના મહંત ગંગા ગિરી છે, જે જુના અખાડાના મહંત પણ છે.

image source

તે જણાવે છે કે પુષ્કરના નીલકંઠ મહાદેવ મંદિરની ખ્યાતી એ દૂર-દૂરના ભક્તો સુધી ફેલાયેલી છે અને જે કોઈપણ જરૂરીયાતમંદ સાચા મનથી અહી આવીને તેમની ઈચ્છા રજુ કરે છે, ભોળેનાથ તેમની મદદ માટે અવશ્ય આવે છે. નીલકંઠ મહાદેવ મંદિરના સંકુલમાં એક કુંડ આવેલુ છે કે, જ્યા નિરંતર પાણીનો ધોધ વહેતો રહે છે.

image source

આ મંદિરમા સ્થિત કુંડનુ પાણી ક્યારેય પણ ખાલી થતુ નથી. આ સિવાય આ મંદિર પરિસરમા અન્નપૂર્ણા માતા મંદિર અને ભીમ માતા મંદિર પણ હાજરાહજૂર છે. આ મંદિરમા આવનાર તમામ શ્રદ્ધાળુઓ એવુ જણાવે છે કે, મંદિરમાં આવીને અમુક દિવ્ય મંત્રોનુ મંત્રોચ્ચાર કરવાથી તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તો એકવાર ચમત્કારિક મંદિરની મુલાકાત અવશ્યપણે લો, ધન્યવાદ!

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ