હનુમાનજીના પ્રકોપથી બચવા માટે ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો થશે મોટું નુકસાન

મંગળવારના દિવસને હનુમાનજીની પૂજા માટે ઉત્તમ માનવામાં આવે છે, મંગળવારે જો તમે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો છો તો હનુમાનજીની વિશેષ પૂજા મળી રહે છે. કહેવાય છે કે મંગળવારે જે ભક્તો હનુમાનજીની પૂજા કરે છે તેઓની મનોકામનાઓ પૂરી થાય છે.

image source

હનુમાનજી સંકટ મોચક ગણાય છે. તેમની કૃપાથી ભક્તોને અનેક મુશ્કેલીઓમાંથી રાહત મળે છે. હનુમાનજીને શ્રી રામના પરમ ભક્ત માનવામાં આવે છે. હનુમાનજીને શિવના અવતાર માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી જીવનમાં આવનારી મુશ્કેલીઓથી રાહત મળે છે.

હનુમાનજીની પૂજા વિધિ

image source

હનુમાનજીની પૂજા મંગળવાર અને શનિવારના દિવસે કરવાથી વિશેષ લાભ મળે છે. હનુમાનજીની પૂજા વિધિ સાથે કરવામાં આવે તો પૂજાનું પૂર્ણ ફળ પણ મળે છે. મંગળવારના દિવસે વ્રત રાખવાથી હનુમાનજીના આર્શિવાદ મળે છે. હનુમાનજીની પૂજા સવારે સ્નાન કર્યા બાદ જ શરૂ કરી દેવી. પૂજામાં સ્વચ્છતાનું અને નિયમોનું પાલન કરાય તે ખાસ જરૂરી છે.

image source

તમે જ્યારે પણ હનુમાનજીની મૂર્તિ કે ફોટો રાખો ત્યારે જ તેમની સામે બેસીને જ હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ સાથે એક વાસણમાં પાણી લો અને તેમાં ગંગાજળના ટીપાં મિક્સ કરો. પૂજા બાદ આ જળને પ્રસાદના રૂપમાં લો. હનુમાનજીની પૂજા શરૂ કરતા પહેલા હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો કરો.

મંગળવારે હનુમાનજીને ચૌલા ચઢાવવાથી તે પ્રસન્ન થાય છે. ચૌલા ચઢાવવાની સાથે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ પણ ચઢાવો. પૂજા પૂરી થયા બાદ તેને પ્રસાદના રૂપમાં લો અને વહેંચો.

image source

જ્યારે પણ તમે હનુમાનજીની પૂજા કરો છો ત્યારે તમારે ભૂરા તે કાળા રંગના કપડા પહેરવા. આ રંગ હનુમાનજીને પ્રિય હોય છે. આ દિવસે કાળા તલનું અને સરસિયાના તેલનું દાન પણ શુભ માનવામાં આવે છે. આ સાથે જ ચણાનું દાન કરવું. આ દિવસે ચણા ખાવા નહીં અને વાળમાં તેલ પણ નાંખવું નહીં કારણ કે તમે આ દિવસે તેલ ભગવાનને ચઢાવો છો.

જ્યારે પણ તમે હનુમાનજીની પૂજા કરો છો ત્યારે સાથે ઓમ શ્રી હનુમંતે નમઃ મંત્રનો જાપ કરો.

આ કામ ભૂલથી પણ ન કરો

હનુમાનજીની પૂજામાં નિયમોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ દિવસે ગંદગીથી દૂર રહેવું, સ્વચ્છતાનું ધ્યાન રાખવું, મનમાં ખોટા વિચારોને ન આવવા દેવા અને સાથે આ દિવસે કોઈનું અપમાન અને અનાદર કરવો નહીં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ